________________
Go
મંચિંતામણિ મારા એક મિત્ર મહનિવાસી બી.એ. એલ એલ. બી. -વકીલ છે. એક વખત કેઈ કારણવશાત્ તેઓ લોનાવલા ગયા.
ત્યાં એક સુંદર તળાવ છે. એક દિવસ તેઓ એ તળાવ જેવા ગયા, એ સમયે એક ઓફિસર માછલાને શિકાર કરવા ત્યાં આવી પહોચ્યું. મારે મિત્ર તેને એમ કરતાં રોકી શકે તેમ ન હતું અને વિના કારણે માક્લાને સંહાર થાય તે પણું જેવા ચાહતા ન હતા, તેથી (નજીકમાં) એક રમણીય સ્થાન જોઈને ત્યાં બેસી ગયે અને મનમાં ને મનમાં જ નીચે -મંત્ર એકાગ્ર ચિત્તે જપવા લાગે
हरे राम हरे राम राम राम हरे हरे ।
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे॥
આ મંત્રને જપ કરતાં તેણે મનમાં એવી ભાવના કરી કે હે પ્રભો! આ શિકારીની જાળમાં એક પણ માછલી આવે નહિ
શિકારીએ લગભગ એક કલાક સુધી શિકારના બધા નિયમો અજમાવી જોયા, પણ તેની જાળમાં એક પણ માછલી ફસાઈ નહિ. અને તે નિરાશ થઈ પિતાના ઘેર ચાલ્યો ગયો.
વિલક્ષણતા તે એ જોવામાં આવી કે એ શિકારીના ગયા પછી વકીલ સાહેબે ડબલ રેટી (પાઉં) ના કકડા કરી તળાવમાં નાખ્યા કે તરત બધી માછલીઓ પાણીમાં ઉપર. આવી ને તે ખાઈ ગઈ. તાત્પર્ય કે આ મંત્રથી માછલીઓ પર આવનારું સંકટ ટળ્યું, તે મનુષ્ય પર આવતાં સંકટો કેમ ન ટળે?