Book Title: Mantra Chintamani
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 338
________________ ૩e મંત્રચિંતામણિ ઝડપથી મળે છે. કેટલીક વાર એ ઉત્તર વિચિત્ર લાગે છે, પણ પરિણામે સાચે જણાવે છે તેથી જ અમે અમારા સાધક બંધુઓને ભારપૂર્વક જણાવીએ છીએ કે તમે કાર, હીકાર કે અન્ય કેઈ પણ મંત્રની ઉપાસનાને સ્વીકાર કરી તેમાં આગળ વધે અને તેમાં અનન્ય શ્રદ્ધાન્વિત થઈ નિયમિત પુરુષાર્થ કરતા રહે. આથી તમારું ચિંતવેલાં ઘણું ખરાં કાર્ય તે એમને એમ જ પાર પડી જશે અને કદી. કઈ પ્રશ્નને ઉત્તર મેળવવાની આવશ્યક્તા ઊભી થઈતે. તમે ઉપરની રીતે તેમની પાસેથી ઉત્તર મેળવી શકશે તથા પ્રસંગ આવ્યે વાર્તાલાપ પણ કરી શકશે. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે પ્રશ્ન જે “અમુક કાર્ય કરવું કે નહિ?” એટલે જ હોય તે તેને ઉત્તર સંકેતથી પણ મળે છે. તેમાં સ્વસ્તિક, કુંભ, શ્રીલ, કમલ, દીપક, ધ્વજા વગેરે દેખાય તે સમજવું કે કાર્ય કરવા ચડ્યું છે અને તેનાથી અવશ્ય લાભ થશે. પરંતુ ખરાબ ચિ દેખાય કે X આવું નિશાન પ્રકટે તે સમજવું કે આ કાર્ય કરવા ગ્ય નથી, તે હાથ ધરવામાં આવશે તે નુકશાન થશે. અમારે અનુભવ તે એ પણ છે કે કોઈ મુશ્કેલ કાર્ય હાથ ધર્યું હોય કે તેની જવાબદારી આપણું ઉપર આવી પડી હોય અને તેમાં કેઈની સહાય અપેક્ષિત હેય તે મંત્રદેવતા દ્વારા તે નામ પણ પ્રાપ્ત થાય છે અને તેને સંપર્ક સાધતાં એ કાર્ય અવશ્ય પાર પડે છે.

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375