________________
२६०
મંત્રચિંતામણિ
• ત્યાર પછી નામજપ કરતાં મને આથી પણ ઘણે વધારે લાભ થયે કે જેને મહિમા વર્ણવવાને હું અશક્ત છું. હા, એટલું અવશ્ય કહી શકું છું કે નામજપ કરતાં મને જેટલે લાભ થ છે, તેટલે શ્રીમદ્ ભગવદ્દગીતાના અભ્યાસ વિના અન્ય કોઈ સાધનથી થયું નથી.
જ્યારે જ્યારે મને સાધનાથી ભ્રષ્ટ કરે એવાં ભારે વિદને સામે આવ્યાં, ત્યારે ત્યારે હું પ્રેમપૂર્વક ભાવના સહિત નામજપ વધારે કરતે હતું અને તેનાથી એ વિનાને પાર કરી જતો હતે.
નામજપને મહિમા શાસ્ત્રમાં અનેક રીતે વર્ણવાયેલે છે અને આપણા સાધુ-સંતે મુખ્યત્વે તેને જ આધાર લેતા આવ્યા છે. તેનાથી તેમને જે આનંદ અને મંગલની પ્રાપ્તિ થાય છે, તે આપણાથી અજાણ નથી. તાત્પર્ય કે મંગલની મહેચ્છા રાખનારા સર્વે મહાનુભાવોએ આ પ્રયોગ અવશ્ય કરવા જેવું છે. તેમાં ખર્ચ કેડીને પણ નથી અને લાભ લાખને છે. વળી તે કઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે કરી શકાય છે. કદાચ એ નામને ઉચ્ચાર કરવામાં કંઈ ભૂલ રહી ગઈ તે પણ હરકત આવતી નથી. માત્ર શુદ્ધ બુદ્ધિએ એ નામ જપ્યા કરવું જોઈએ.
એક મહાત્માએ કઈ સાધકને “અમેચન” એ નામમંત્ર આપ્યું અને તેને શ્રદ્ધાપૂર્વક જપ કરવા કહ્યુંતે સાધક ઘડી વાર એ મંત્રને જપ કરી નિદ્રાધીન થયેજ્યારે તે નિદ્રામાંથી જાગ્રત થયે, ત્યારે અધમેચન 'શબ્દ