________________
૧૭૦
મંત્રચિંતામણિ થયું અને તેમાંથી ચાંદનીને પ્રવાહ પૃથ્વીપટ પર રેલાવા લાગે. એ વખતે આકાશમાંથી નીચેના મતલબના શબ્દો સંભળાયાઃ
બેટા! ચિંતા કર નહિ, કર ગુરુ રામાનંદ, ચેલો તો કરશે તને, ટળશે સહુ જગદ
આ વખતે કબીરજીને કે આનંદ થયે હશે? તેનું વર્ણન અમે કરી શકીએ તેમ નથી. તેઓ ત્યાંથી ઉઠયા અને હર્ષિત હૈયે ઘરમાં દાખલ થયા. ત્યાં એક જ વિચાર તેમને આવવા લાગે કે જ્યારે પ્રાતઃકાલ થાય અને કયારે રામાનંદ સ્વામીનાં દર્શન કરું?” એવામાં એક શંકા તેમના મનમાં ઝબકી ઉઠી કે સ્વામીજી સ્વેચ્છને ઉપદેશ આપી શિષ્ય બનાવતા નથી, તે મને શી રીતે સ્વીકારશે?”
આ રીતે ગડમથલ કરતાં રાત્રિને ત્રીજો પ્રહર પૂરે થવા આવ્યું, એટલે તેઓ ઘરમાંથી બહાર નીકળ્યાને અને રામાનંદ સ્વામીનાં આશ્રમ નજીક ગંગાઘાટ પર પહોંચ્યા. એ વખતે ત્યાં અંધકાર છવાયેલું હતું અને કેઈને અવારજવર ન હતા.
કબીરજીએ ગંગાનદીમાં સ્નાન કરી એક ધાયેલું વસ્ત્ર પહેર્યું અને તેઓ હાથમાં તુલસીની માલા લઈ ઘાટના પગથિયા પર સુઈ ગયા તથા રામનું રટણ કરવા લાગ્યા. હવે નિત્યનિયમ પ્રમાણે રામાનંદ સ્વામી પિતાની શય્યામાંથી ઉઠી શૌચરનાનાદિ અથે ઘાટનાં પગથિયાં ઉતરી ગંગાનદીમાં જલ ભરવા જતા હતા, ત્યારે તેમના જમણા