________________
૧૦૬
મંત્રચિંતામણિ
તેને ઉપગ કરતાં આવડે તે મનુષ્ય મહાન કાર્યો કરી શકે છે.
અહીં ધ્યાન શબ્દથી ષ્કારનું અર્થચિંતન તથા તેના અંતર્બોહાસ્વરૂપ પર ચિત્રની એકાગ્રતા સમજવાની છે. તે અંગે સાધકે નીચે પ્રમાણે પ્રવૃત્તિ કરવી એગ્ય છે? પ્રથમ ભૂમિકા
કારના ચિત્રને ફ્રેમમાં મઢાવી એક બાજઠ પર પધરાવવું. તેની જમણી બાજુએ ઘીને દી કરે અને ડાબી બાજુ અગરબત્તીને ધૂપ કરે.
પછી એ છબીની સામે પડ્યાસને બેસવું અને દૃષ્ટિ ઋારના ચિત્ર પર સ્થિર કરવી, એટલે કે તેની સામે એકી ટશે તાકી રહેવું. આ વખતે મનમાં કઈ પણ તર્ક-વિતર્ક કરવા નહિ, એટલે કે મનને તદ્દન શાંત રાખવું. દષ્ટિને સ્થિર કરતાં આંખમાં જળજળિયાં આવી જાય છે તેથી ગભરાવું નહિ કે ધ્યાન છેડી દેવું નહિ. જે વૃત્તિનું ઉત્થાન થાય તે ડી વાર વિશ્રાંતિ લઈને ફરી પાછી ધ્યાનની પ્રવૃત્તિ કરવી અને એ રીતે ૫ થી ૧૦ મીનીટને સમય તેમાં જ ગાળ.
આપણું મન નિરંતર વિચાર કરવાને ટેવાયેલું છે અને તે પિતાના વિષયે બદલ્યા જ કરે છે. તે ઘડીપણ જંપીને રહેતું નથી, તેથી જ અનુભવી પુરુષેએ તેને કુંજરના કાન જેવું તથા મદિરા પીધેલા મર્કટ જેવું કહ્યું