________________
અગ્રવચન
અમુક જંગલમાં અમુક મહાત્મા રહે છે, તે મંત્રશાસ્ત્રના સારા જાણકાર છે.” એવું ઘણું માણસ પાસેથી સાંભળ્યા પછી તે જંગલને સાહસભર્યો પ્રવાસ ખેડીએ, ત્યારે ત્યાં મહાત્માનાં દર્શન જ થાય નહિ કે દર્શન થાય તે મંત્રશાસ્ત્ર અંગે કઈ વિશિષ્ટ માહિતી મળે નહિ. સામાન્ય લેકએ તે બાહ્ય દેખાવ કે પ્રચાર પરથી તેના વિષે અમુક પ્રકારની ધારણું બાંધી લીધેલી હોય છે અને તે જ આપણી આગળ રજૂ કરતા હોય છે, પણ જ્યારે એ બાબતમાં ઊંડા ઉતરીએ ત્યારે જ સાચી સ્થિતિ ખ્યાલમાં આવે છે..
એક વાર ઘણું જહેમત પછી એક ગ્રંથભંડારને પત્તો લાગ્યો કે જેમાં મંત્રવિષયક કેટલાક મહત્વના ગ્રંથ હેવાને સંભવ હતું, એટલે તેના ટ્રસ્ટીઓને મળ્યા, તેના વ્યવસ્થાપકને મળ્યા અને તે ગ્રંથભંડારના ગ્રંથની સૂચી મેળવી. તેમાં મંત્રવિષયક ત્રણ-ચાર સુંદર ગ્રેનાં નામ જોતાં અમારા હર્ષને પાર રહ્યો નહિ. પછી કેટલાક પ્રયત્ન વ્યવસ્થાપક પાસેથી ગ્રંથભંડારની ચાવી મેળવી અને તેમાં રહેલા ગ્રંથનું નિરીક્ષણ કર્યું તે મંત્રવિષયક એક પણ ગ્રંથ હાથ લાગે નહિ! બીજા પણ કેટલાક ગ્રંથે તેમાંથી ગુમ થયેલા હતા! વ્યવસ્થાપકને પ્રશ્ન કર્યો કે, “આમ કેમ?” તે તેણે જણાવ્યું કે, “કોઈ લઈ ગયું હશે.” ફરી પ્રશ્ન કર્યો કે, “તેની કંઈ પણ યાદી ખરી?” વ્યવસ્થાપકે કહ્યું કે, કઈ ગ્રથ ઉઠાવી જાય તેની યાદી ક્યાંથી હોય? અહીં તે બધું આમ જ ચાલે છે. અમે ઘરને ધન્ધાપે