________________
૧૨
મંત્રચિંતામણિ
પણ ન કરતાં દેહ છોડીને ચાલ્યા ગયા છે અને પિતાનું અનુભવજન્ય સકલ જ્ઞાન પિતાની સાથે લેતા ગયા છે. નહિ તે આજ સુધીમાં તંત્રશાસ્ત્રની ઘણી ઉન્નતિ થઈ હેત!”
પરિસ્થિતિ આ પ્રકારની હેઈને “મંત્રવિજ્ઞાન ગ્રંથનું નિર્માણ કરતાં અમને ઘણું જ પરિશ્રમ પડયે હતું અને પ્રસ્તુત ગ્રંથના નિર્માણમાં પણ એ અવસ્થા રહી છે, પરંતુ અમને એ વસ્તુને સંતોષ છે કે આવી પરિસ્થિતિમાં પણું અમે જિજ્ઞાસુ સ્ત્રી-પુરુષના કરકમલમાં મંત્રવિદ્યાવિષયક કેટલીક પ્રમાણભૂત અને વિશ્વસનીય માહિતી રજૂ કરી શક્યા છીએ.
આ ગ્રંથના પ્રથમ ખંડમાં અત્રે મંત્રાધિરાજ કારને મહિમા વેદ, ઉપનિષદો, પુરાણ, તંત્ર, તેમજ જૈનાના મંત્રસાહિત્યના આધારે વિસ્તારથી વર્ણવ્યું છે, તેના અર્થ– - સંત વગેરે અંગે વિપુલ માહિતી આપી છે તથા તેની
ઉપાસના પદ્ધતિનું વિસ્તારથી વર્ણન કર્યું છે. વૈદિક સંપ્રદાયમાં -આમ તે શો તથા સ્ત્રી માટે કારની ઉપાસનાને નિષેધ - કરવામાં આવે છે, પરંતુ કેઈ શુદ્ધ ચિત્તવાળા થઈને વૈરાગ્ય-નિષ્કામ ભાવે તેનું સ્મરણ આદિ કરવા ઈચ્છે તે કરી શકે છે. આ વસ્તુ “સહસનામાર્થવાદ' નામના ગ્રંથમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલી છે. બીજું જન તથા બૌદ્ધ ધર્મમાં તે કારની ઉપાસના માટે કઈ વર્ણ કે લિંગને નિષેધ -નથી, એટલે અમે તેની ઉપાસનાને વિધિ ઉપર જણાવ્યું -તેમ વિસ્તારથી બતાવ્યા છે.