________________
મંત્રચિંતામણિ જેઓ પ્રતિદિન આટલી મોટી સંખ્યામાં જપ કરી ન શકે, તેઓ ૫૦૦૦ જપ કરે. તેથી પણ મર્યાદિત સમયમાં સિદ્ધિ થાય છે. આટલે જપ કરવાની પણ અનુકૂલતા ન હોય તે રજને ૧૦૦૮ જપ તે અવશ્ય કર જોઈએ. આથી ઓછો જપ કરતાં મન-હૃદય પર જે અને એટલે સંસ્કાર પડ જોઈએ, તેટલે પડતું નથી, તેથી કારની જપસંખ્યાનું ઓછામાં ઓછું પ્રમાણુ ૧૦૦૮ સમજવું. પ્રાણાયામ
કારને જ૫ શરૂ કરતાં પહેલાં પ્રાણાયામ, ન્યાસ, ધ્યાન અને પ્રણવકવચને પાઠ કરવાથી નાડીતંત્રમાં સ્કૂર્તિ આવે છે, જપ બહુ સારી રીતે થઈ શકે છે, કારની હૃદયમાં પ્રતિષ્ઠા થાય છે તથા સર્વ પ્રકારના ભમાંથી રક્ષણ મળે છે.
કેટલાક પ્રાણાયામનું નામ સાંભળીને ભડકે છે, પણ તેમાં ભડક્વા જેવું કંઈ જ નથી. એ તે દીર્ઘ શ્વાસેચ્છવાસ લેવા-મૂકવાની તથા સ્થિર કરવાની એક નિર્દોષ ક્રિયા છે.
આસને ટટાર બેઠા પછી ડાબા હાથની ટચલી આંગળી વડે જમણું નસકેરૂ અને અંગૂઠા વડે ડાબું નસકેરું બંધ કરવું. પછી ટચલી આંગળી ઊંચી કરી જમણું નસકોરું ખુલ્લું કરવું અને તેના વડે દીર્ધ શ્વાસ લે. આ થઈ શ્વાસ લેવાની–પૂરવાની ક્રિયા. તેને યૌગિક ભાષામાં પૂરક કહે છે. પછી જમણી આંગળીથી ફરી નસકેરું દબાવી દેવું અને લીધેલા શ્વાસને શરીરમાં સ્થિર કર. તેને યૌગિક પરિ ભાષામાં કંભક કહે છે. જ્યાં સુધી શ્વાસ ટકાવી શકાય ત્યાં