Book Title: Manglacharan
Author(s): Bhuvanvijay
Publisher: Jain Shwetambar Murtipujak Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 7
________________ મંગલાચરણ પાવાપુરી, ક્ષત્રિયકુંડ, ચંપારી વગેરે તીથની અનેરા ઉલ્લાસથી યાત્રા કરીને ફાલ્ગન વદી બીજના દિવસે શિખરજી મધુવનમાં સસ્વાગત પ્રવેશ કર્યો. શિખરજી મહાન તીર્થની યાત્રા કરીને જીવનમાં અનેરો આનંદ અનુભવ્યો. ચૈત્રી ઓળી , બેરમો શહેરમાં કરાવીને સામુદાયિક પદયાત્રાનું બેરમો સંઘના આગેવાન શેઠ સ્વ. મણીભાઈ રાઘવજી કોઠારી તરફથી આયોજન થતાં બેરમોથી ફરી પાછા શિખરજી પધાર્યા. સંઘ સમુદાય સાથે અનેરા ઉલ્લાસથી શિખરજી મહાતીર્થની યાત્રા કરીને અખાત્રીજના દિવસે વર્ષીતપના પારણે પુજ્યશ્રીની નિશ્રામાં થવાના હોવાથી કલકત્તાના રહીશ શેઠ બાબુલાલ લક્ષમીચંદ વગેરેની વિનંતી સ્વીકારીને પુજ્યશ્રીએ મધુવનમાં અખાત્રીજ સુધી સ્થિરતા લંબાવી. અખાત્રીજના દિવસે અનેરા ઉત્સાહથી છ તપસ્વીઓએ વૃષીતપનાં પારણુ કર્યા. વષીતપના પારણા નિમિત્તે ભવ્ય મહોત્સવ ઉજવાયેલ તેમ જ વષતપ નિમિત્તે ભવ્ય વરઘોડો ચડાવેલ. વષીતપના પારણાનો આવો ભવ્ય પ્રસંગ શિખરજીમાં અનેરા ઉત્સાહથી ઉજવાયેલ. શેઠ બાબુલાલ લક્ષ્મીચંદના ધર્મપત્નીને પણ વર્ષીતપનું પારણું હોવાથી પ્રસંગને દીપાવવા શેક બાબુભાઈએ અપુર્વ ઉત્સાહ દાખવેલ. " 2 . ત્યારબાદ પુજ્ય શ્રી વિહાર કરીને ત્રાસગઢ, ઝરીયા, ધનબાદ પધાર્યા. ધનબાદ શહેરમાં પૂજ્યશ્રીના ઉપદેશથી ભવ્ય ઉપાશ્રયે નિર્માણ થયેલ છે. ઝરીયા શહેરમાં આયંબિલ ભુવન પણ નિમણુ થયેલ. સં. ૨૦૨૭ ની સાલનું ચાતુર્માસ બેરમો શહેરમાં શ્રીસંઘની વિનંતીથી કરીને બેરમોના ચાર સદ્દગૃહસ્થો તરફથી આયોજિત શિખરજી મહાતીર્થના પદયાત્રા સંઘ સાથે પૂજ્યશ્રી ફરી પાછા શિખરજી, પધાર્યા. સંઘ સમુદાય સાથે

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 382