________________
પ્રયાણ--અભિજીતમાં પ્રયાણ શ્રેષ્ઠ છે. પંચકમાં દક્ષિણ દિશામાં પ્રયાણ કરવું નહિ.
અભિજીત–ઉત્તરાષાઢા નક્ષત્રનો ચે પાદ તથા શ્રવણ નક્ષત્રની પહેલી ચાર ઘડી અભિજીત કહેવાય છે.
ફાંકડું અથવા ચોથાનું ઘર-વિહાર તથા પ્રવેશમાં વજર્ય છે. તે આ પ્રમાણે-એકમ શનિવાર, બીજ શુક્રવાર, ત્રીજ ગુરુવાર, ચેથ બુધવાર, પાંચમ મંગળવાર, છઠ સેમવાર અને સાતમ રવિવાર.
નગર પ્રવેશ-હસ્ત, અશ્વિની, ચિત્રા, અનુરાધા, ઉત્તરા ત્રણ, હિણી, પુષ્ય, મૃગશીર્ષ; મૂળ અને રવતી નક્ષત્ર; સેમ, બુધ, ગુરુ, શુક્ર અને રવિવાર શુભ છે.
વિદ્યારંભનું મુહૂર્ત-ગુરુ, બુધ, શુક્ર અને રવિવારે; અશ્વિની, ત્રણ પૂર્વી, હસ્ત, મૂળ, ચિત્રા, સ્વાતી, શ્રવણ, ધનિષ્ઠા, રાતતારકા, મૃગશીર્ષ, આદ્ર, પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા, આ નક્ષત્રો વિઘારભ માટે શ્રેષ્ઠ છે.
જ્ઞાનની વૃદ્ધિ કરનાર નક્ષત્ર-મૃગશીર, આદ્ર, પુષ્ય, ત્રણ પૂર્વી, મૂળ, આશ્લેષા; હસ્ત અને ચિત્રા.
નંદીનું (નાંદ માંડવાનું) મુક્ત-રવિ, સેમ, બુધ, ગુરુ કે શુક્રવાર પૈકી કઈ વારે; સ્વાતિ, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, હસ્ત, અશ્વિની,
અભિજીત, પુષ્ય, મૃગશીર્ષ, અનુરાધા, ચિત્રા, રેવતી, રોહિણી અને ત્રણ -ઉત્તરામાંથી કોઈ નક્ષત્ર હોય તે ત્રચ્ચારશુદિ ક્રિયા માટે નાંદ માંડવી.
શાંતિ પૌષ્ટિક કાર્ય– બુધ, ગુરુ, શુક્ર અને રવિવારે-હિણી, મૃગશીર્ષ, મધા, ઉ. ફાગુની, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મૂળ, ઉત્તરાષાઢા, ઉ. ભાદ્રપદ, રેવતી, અશ્વિની, પુનર્વસુ, પુષ્ય અને શ્રવણુ નક્ષત્રમાં કરવું.
લોચનાં નક્ષત્ર-પુનર્વસુ, પુખ, શ્રવણું અને ધનિષ્ઠા શુભ છે. કૃતિકા, વિશાખા, મધા અને ભરણી વળ્યું છે. બાકીનાં નક્ષત્રો ભષમ છે. શનિવાર, મંગળવાર વજર્ય છે. અને રિક્તા તિથિ તથા ૬, ૮, ૦)) તિથિ વન્ય છે.
વાસ્તુ-પ્રારંભ-એટલે સૂવત તથા ખાતમુદત માટે વૈશાખ, શ્રાવણ, માગસર, પોષ અને ફાલ્ગન લેવાના કહે છે. બીજાની મનાઈ કરે છે.
વાલય ખાત-મીન, મેષ અને વૃષભ એ સંક્રાંતિમાં અનિ.
કેણમાં ખાત; મિથુન, કર્ક, સિંહ એ ત્રણ સંક્રાંતિમાં ઈશાન કેણુમાં ખાત, ૭ કન્યા, તુલા, વૃશ્ચિક એ ત્રણ સંક્રાંતિમાં વાયવ્ય કોણમાં ખાત; ધન, મકર અને કુંભ એ ત્રણ સંક્રાંતિમાં મૈત્રય કાણુમાં ખાત; ખાતમાં મૃગશીર્ષ, અનુરાધા, ચિત્રા, રેવતી, ત્રણ ઉત્તરા, રેશહિણી, હસ્ત, પુષ્ય, ધનિષ્ઠા, શતભિષા અને સ્વાતી નક્ષત્ર લેવાં.
શિલા સ્થાપન-પુષ્ય, ત્રણે ઉત્તરા, રેવતી, રોહિણી, હસ્ત, મૃગશીર્ષ અને શ્રવણ નક્ષત્રમાં થાય છે.
પૃથ્વી બેઠી છે કે સુતી છે એ લેવાની રીત-સુદ ૧થી તિથિ, રવિવારથી વાર અને અશ્વિનીથી નક્ષત્ર ગણી; ત્રણેને સરવાળો કરી, ત્યારે ભાગતાં જે ૧ શેષ રહે તે પૃથ્વી ઉભી. એ શેષ રહે તે બેઠી. ત્રણ રોષ રહે. તે સુતી અને શૂન્ય શેષ રહે તે જામતી જાગુવી. ઉભી અને જાગતી ખરાબ; બેટી અને સુતી સારી; અને કૂવો ખોદાવવામાં સુતી સારી જાણવી.
વાસ્તુ-(પ્રારંભથી પ્રવેશ સુધી)માં ત્રણ ચક્ર લેવાય (જવાય) છે, તેમાં આરંભ (ખાત)માં વૃષભ ચક્ર, ખંભમાં કૂમ ચક્ર તથા પ્રવેશમાં કળશ ચક લેવાય છે. - વૃષભ ચક્ર: સુચના નક્ષત્રથી મુદ્દતના દિવસ સુધી સાભિજીત નક્ષત્ર ગણવાં, તેમાં તે (મુક્તના) દિવસે જેટલા નક્ષત્ર હોય ત્યાં સુધીનું ફળ, પહેલાં ૭ અશુભ, પછી ૧૧ શુભ પી ૧૦ અશુભ.
બીજી રીત:-નિરભિજીત ગણુનાથી પહેલાં 8 શુભ, પછી જ અશુભ પછી ૭ શુભ, ૫ ૬ અશુભ, ૫છો ૨ શુભ, પછી ૫ અશુભ છે.
મચક્ર –જે દિવસે સ્થંભ રોપવે હોય તે દિવસની તિથિને ૫ વડે ગુણવી અને કૃતિકાથી તે દિવસના નક્ષત્ર સુધીના આંકડા જોડવા અને ૧૨ તેમાં ઉમેરવા, પછી ૯થી ભાંગતા, રોષ ૪-1શેષ રહે તે કૂર્મ જળમાં છે; તેનું ફળ લાભ; શેષ પ-૨-રહે તે મૂમ સ્થળમાં છે, તેનું ફળ હાનિ; અને શેષ ૩-૬-૨ રહે તે ફુમ આકાશમાં છે, તેનું ફળ મરણ, એમ ત્રણ પ્રકારે કમ ફળ જોઈ શુભ આવતાં મુદ્દત લેવું..
કુંભ (કળશ) ચક–સૂર્યના નક્ષત્તથી ચંદ્રના નક્ષત્ર સુધી ગણતાં પહેલાં પાંચ નક્ષત્ર ને, પછીનાં આઠ સારાં અને તે પછીના ૮ ને અને બાકીનાં છ નક્ષત્ર સારા જાણવાં.