Book Title: Mahendra Jain Panchang 1962 1963 1964
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 74
________________ ૬૮ ] ઉત્તરલ પ્રવેશ કાળની કુંડળીનાં મોત તર પૂર્વ ક્ષતિજ પર ઉદય પામે છે. કર્ક રાશીમાં મંગળ-રાહુની સાથેના મેલાપ બાદ દૂર થતા જાય છે. અને લગ્ન તરફ ધસી રહ્યો છે. ૪ થા અને ૮ મા ભાવને સ્વામી થઈને, લગ્ન મૂળ ત્રિકોણને થવા જો મંગળ લગ્નને મધ્ય ભાગે રહેલ વક્રી લુટો અને હર્ષલને મળવા જાય છે. વળી તે ભારતના સ્વામી બુધ સાથે પ્રતિયુતિમાં પણ આવનાર છે, આ કુંડળીમાં બુધ બારમાં અને ત્રીજા ભાવને સ્વામી બનતે હોઈ તેના નીચવ તરફ આગળ વધી રહ્યો છે. મીન રાશિમાં ગુરૂ સ્વગૃહી રહેલ હોઈ બુધના નીચની માઠી અસર ભારતને નહિ અનુભવ થાય, પણ ભારતની પરદેશનીતિ અંગે, તેની કીર્તિ વધશે. અને તેની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં છત થશે, નેપસ્યુને ૪ થા ભાવના આરંભ અંશ પર વક્રગતિને છે. તે મંગળ રાહુ, શનિ, શુક્રને કેન્દ્રમાં આગામી ત્રણે વર્ષ માટે ભારતીય પંચવર્ષીય જનામાં દીલ, આર્થિક સંકડામણ, પ્રજામાં અસંતોષ, મજુર વર્ગમાં વધુ વેતન અને સગવડ માગવાની વૃત્તિ અને તે પ્રાપ્તી માટે ઠેર ઠેર ઔદ્યોગિક કેન્દ્રોમાં હડતાળ ઉપર ઉતરવાની એલાને માને છે. દશમેશ મંગળ લગ્ન બિંદુ નજીક હોવાથી માર્ચ ૬૩ માં ભારતીય દરીયાઈ અને હવાઈ ભૂમી પરના લશ્કર એકમે ઉશ્કેરવાને માટે અને લશ્કરમાં અસંતે ફેલાવા માટે પાશ્ચાત્ય રાષ્ટ્રને એલચી મંડળોમાં રહેતાં લશ્કરી અમલદારોને દેરી સંચાર થશે. એકાદ લર કરી અમલદારનું શંકાસ્પદ અવસ્થામાં મૃત્યુ થવાના બનાવ અને, જેના માટે જાહેર તપાસ માટે મેટો ઉહાપોહ થાય, પ્રજાની અંદરના રાષ્ટ્રવિરોધી તત્વોને ઉશ્કેરવા માટે પરદેશી ધન અને સાધને પાકીસ્તાની, કાશ્મીર, નેપાલ અને નાગપ્રદેશ દ્વારા ભારતમાં પ્રવેશ થવાની હકીકત બહાર આવવા પામશે. દિલ્હી પ્રાંત, હિમાચલ પ્રદેશમાં અશાંતિનું સ્વરૂપ નેધપાત્ર કક્ષાએ પહોંચશે, કાશ્મીરને પ્રશ્ન યુ. ને દ્વારા પાકિસ્તાન, અમેરિકા, ઇંગ્લેડની ધારણા મુજબ આગળ નહિ વધી શકતાં, પાકિસ્તાન તરફથી કાશ્મિરમાં ભાંગફેડના બનાવો અને પૂર્વ-પાકિસ્તાનમાં હિંદુ પ્રજાની હેરાનગતિ દિન પ્રતિદિન વૃદ્ધિ પામશે. અને વિજરીતીઓની સંખ્યામાં ફરીથી વધારો થતાં પશ્ચિમ બંગાળ રાજ્યની સરકારને ખુબ સંકડામણ વાળી પરિસ્થિતિમાં મુકાવું પડશે. તા. ૨૫-૩-૬૩ થી માર્ચના અંત ભાગ સુધીમાં ભારત-પાક. વચ્ચે મસલત થવાની પરિસ્થિતિ ઉભી થશે, પણું તેની પાછળ અમેરિકા અને અંગ્રેજી સૂત્રધારાનું ગુપ્ત દેરી સંચાલન હોવાથી, આવી મસલતે મહત્વના પરિણામ વગર અધુરી રહેશે. દેશમાં સંતતિ નિયમનનાં કેન્દ્રો અને પ્રચાર વધશે. કેન્દ્રમાં કોઈ શુભ ગ્રહ વગરની આ પ્રવેશ કુંડળી ભારતાંતર ગત અશાંત પરિસ્થિતિની દ્યોતક છે. એટલુંજ ટૂંકમાં કહેવામાં અમારી રાષ્ટ્રીયત્વની ભાવના આદેશે છે. શાલિવાહન શકાબ્દ ૧૮૮૫ ની પ્રવેશ કાળની કુંડળી તા. ૨૫-૩-૬૩ (૧)-૩૯) હિં. રા. વિ. સં. ૨૦૧૯ ચૈત્ર સુદી પ્રતિપદા ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, બ્રહ્મયોગ શા. શિકાબ્દ ૧૮૮૫ પ્રવેશકાળની કુંડળીમાં કન્યા રાશિ પૂર્વ ક્ષતિજ પર કન્યા દૃષ્ટિકોણ સાથે ઉદય પામે છે. કેન્દ્રમાં કોઈપણ શુભ ગ્રહ રહેલ નથી. વર્ષ પ્રવેશકાળે શરૂઆતના ત્રણું માસ માટે આ કુંડળી શુભફળ આપવામાં નિષ્ફળ નીવડવાની ભીતિ રહે છે. સ્થૂળ કુંડળી તપાસતાં રાહુ, કેતુ, શનિ, મંગળ ૧૧ માં ભાવથી સામેના પાંચમા ભાવમાં રહેલ છે. મિત્રો, સભ્ય અને પરરાષ્ટ્રાના આપણા મિત્ર સાથેના સંબંધમાં મેટ ફેરફાર થવાના આ ચગે છે. મંગળ રાહુથી છુટા પડી ગયેલ છે. તેવી જ રીતે બુધ ગુરૂ પણ રાહુના શુભ યેગમાંથી છુટા પડતા જાય છે. ભારત વર્ષ રાજપુરૂષોને આ રોગ સૂચન કરે છે, કે ભારતના અત્યાર સુધી દેખાતા મિત્રો પણ પડદા પાછળના શત્રુઓનું સાચું ભાન થશે. ભારતના પરરાષ્ટ્રો સાથેના સંધિ, કરારે, વ્યાપાર વિષયક સંબંધમાં મેટા ફેરફારે બતાવે છે. આવા ફેરફારો ભારતની ઉન્નતિ માટે હશે, એમ પણ કહી શકાય, કેમકે સૂર્ય-ચંદ્ર ઉપરથી બુધ-ગુરુનું ભ્રમણ હજુ થવાનું છે. અને તે કુંડળીના લગ્ન ભૂવન પર ૧૧ મા અને ત્રીજા ભૂવને પર પૂર્ણ દૃષ્ટિ કરે છે. આથી એમ પણ કહેવાની શક્તિ પ્રાપ્ત થાય છે કે ભારત વર્ષની સરહદોનું સંરક્ષણ પૂર્ણ રીતે થશે. શત્રે વગ ત્યાં ઘા કરતાં પહેલાં અનેકવાર વિચાર કરશે, અને જો તેમ કરશે, તે અંતમાં તેને ઘણી હાનિ સાથે પાછા હઠવું પડશે. ભાર તમાં વાહનવ્યવહારમાં મેટ સુધારો અને વૃદ્ધિ થશે. ભારતની લોકસભામાં વિરોધપક્ષ, રાષ્ટ્રીયત્વના પ્રશ્ન ઉપર એકતા (સત્તાવાને પક્ષ સાથે) બતાવશે.

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128