________________
ર૦૧૯ નું રાશિ ભવિષ્ય ફળ લેખક : લક્ષ્મીશંકર ગીરજાશંકર ત્રિવેદી
એમ, એ, (જ્યોતિષશાસ્ત્ર સાથે)
છે. શાહપુર, વસ્તાઘેલછની પોળ–અમદાવાદ. * મેષ રાશિ, અ, લ. ઈ. અક્ષરથી શરૂ થતા નામવાળા માટે આ વર્ષમાં તા. ૭ મી માર્ચ સુધી ગુરૂ ૧૧ મે બીજા ભાવમાં ભ્રમણ કરે છે.
જ્યારે રાહુ ૪ થેથી ૩ જે તા. ૧૧મીના રોજ આવી જશે એટલે સારો થશે. માત્ર શનિ સારા વર્ષ દરમ્યાન ૧૦મે બમણું કરવાનું છે. આમ હોવાથી -આ રાશિવાળાઓને વર્ષની શરૂઆતમાં થાડી નાણુની છૂટ વધશે, પરંતુ સાથે કુટુંબીક ઉપાધી. સ્થાવર કે મકાન સંબંધી છેડી અગવડતા વેઠવી પડે. મધ્ય ભાગમાં ધંધામાં સારી પ્રગતિ થાય. વિદ્યાથી વંગને તેમના અભ્યાસમાં કુદરતી સાનુકૂળતા મળે. અને પરીક્ષામાં યશ મળે. પરંતુ સાથે વ્યયનું પ્રમાણુ વર્ષના ઉત્તરાર્ધમાં વધી જાય. માત્ર કુટુંબીક ઉપાધી ઓછી થાય તેમ સૂચવે છે.
વર્ષની શરૂઆતમાં તા. ૨૪ મી ડીસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલો. તેમાં નાણાંની ટ સારી રહે. સ્વજનો અને સ્નેહીજનેને સંપક વધે. માત્ર મકાન લગતી ઘેડી અગવડતા વેઠવી પડે તેમ કુટુંબમાં કોઈને માંદગી આવે. - તા, ૨૪ ડીસેમ્બરથી રાહુની દિનદશા શરૂ થશે તે તમને સંતાને યા અન્ય કુટુંબીજનો સંબંધી ઉપાધિ ઉભી કરે. ધધામાં આવકની સાથે ખર્ચનું પ્રમાણ વધે. વિઘાથી વર્ગને અભ્યાસમાં કાંઈ કુદરતી ખલેલ પહોંચે અને યથેચ્છ અભ્યાસ ન થઈ શકે.
તા. ૩ જી ફેબ્રુઆરીથી શરૂ થતી શુક્રની દિનદશા સમયે માંગળિક પ્રસંગમાં ભાગ લેવાય પરંતુ ધંધામાં આવકનું પ્રમાણ ધટે અને બાહ્ય અંતરાયે વધતા જણાશે. વિદ્યાર્થી વર્ગને આ સમય જરા પરિશ્રમવાળા જણાશે. તેમ ખર્ચ વધુ કરાવે.
તા. ૧૫ મી એપ્રીલથી સૂર્યની દિનદશા શરૂ થશે તેમાં સ્વજનો અને
સ્નેહીજનોને ખુશ રાખવા ખર્ચ વધુ કરવો પડે અને તેમ કરવા છતાં [ ૧૦૯ કુટુંબમાં જોઈએ તેવી સુખશાંતિ ન રહે.
૫ મી મેથી ચંદ્રની દશા શરૂ થશે તેમાં કુટુંબિક ઉપાધિ ચાલુ રહે, અને ખર્ચને પહોંચી વળવા અન્ય ઉપાય શોધવા પડે. વિદ્યાર્થી વર્ગને પિતાની ભાવિ ઉન્નતિ સંબંધી ચિંતા કરાવે તેમ છતાં પરિણામ ધારવા કરતાં સારૂં ન આવે. - તા. ૨૬ મી જુનથી મંગળની દશો શરૂ થશે તે આ રાશિવાળાને નવા સાહસ કરવા કુદરતી પ્રેરણા આપશે તે સાથે ખર્ચાને પહોંચી વળવા પુરતી શકિત પ્રાપ્ત કરી આપશે. માત્ર સંતાન તરફ જરા વધુ લક્ષ આપવું પડે.
તા. ૨૬મી જુલાઈથી બુધની દિન દશા શરૂ થશે તેમાં પિતાને કામકાજમાં કુદરતી અનુકુળતા વધે અને દેખાતા અંતરા દૂર થવાથી એક જાતને આત્મસંતોષ થાય. પિત પિતાના સમાજમાં વર્ચસ્વ વધે અને દરેક વર્ગમાં ન જ ઉત્સાહ અને હીંમત જાગ્રત થાય.
તા. ૨૬ મી સપ્ટેમ્બરથી શનિની દિન દશા શરૂ થશે. તેમાં કાંઈક તંદુરસ્તી પર માઠી અસર થાય આ સમયમાં મુસાફરી દરમ્યાન ખાસ સંભાળવા જેવું ગણાય.
વૃષભ-અ, વ, ઉ, અક્ષરથી શરૂ થતા નામ વાળા માટે આ વર્ષમાં રાહુ જે શરૂઆતમાં સારે છે અને તેમના કામકાજમાં સરળતા કરી આપે છે તે તા. ૪ થી મેથી પ્રતિકુળ થવાને છે. માત્ર ગુરૂ તા. ૭મી માર્ચથી ૧૧મે બીજા ભુવનમાં ભ્રમણ કરશે. જે પહેલાં કરી રાખેલ મહેનતનાં મીઠાં ફલ આપશે. જેથી ધધો રોજગાર આ રાશીવાળા માટે ઘણો સાનુકુલ રહેશે. બાકી ઓછીવત્તી કુટુંબીક ઉપાધી રહેવાની. તેમ મુસાફરીમાં વિડ્યો નડવાના. આ રાશિના વિદ્યાર્થીઓને માટે વર્ષ ઘણુ સારૂ ગણાય. પરીક્ષા પહેલાં પરિશ્રમ વિશેષ ઉઠાવ પડે પરંતુ પરિણામના સમયે ગુરૂ ઘણો સારો હોવાથી ધાર્યું ફલ મેળવી શકશે. તે સાથે તેમની પ્રગતિ પણ સારી થશે.
વૃષભઃ વર્ષની શરૂઆતમાં તા. ૨૬ મી નવેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તે આ રાશિવાળાને મુસાફરીમાં અંતરાય અને થોડી કુટુંબીક ઉપાધી ઉભી કરે બાકી ધંધામાં સારી પ્રગતી કરાવે.