________________
૧૧૪] વર્ષની શરૂઆતમાં તા. ૧૬ મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તેમાં સ્વજનના સુખ શાંતિ માટે સારું ધન ખર્ચાય, કાંઈ નવી મોજ શેખની ચીજો ખરીદાય, ધંધામાં પણ ભાવિ વિકાસાથે નવું નાણું રોકવું પડે. - તા. ૧૬ મી નવેમ્બરથી સૂર્યની દિનદશા શરૂ થશે તેમાં ભાંડુ વર્ગમાં કેઈને માંદગી આવે. વળી પિતાની ભાવિ યોજનાના અમલમાં અંતરાય નડે, આ દશામાં મુસાફરી દરમ્યાન પણ જરા વધુ કાળજી રાખવા સલાહ છે,
તા. ૬ ઠી ડિસેમ્બરથી ચંદ્રની દિનદશા શરૂ થશે તેમાં પિતાના કામકાજમાં સારી પ્રગતિ થાય, પૂર્વ મુશ્કેલીઓ દૂર થાય અને નવા સારા સંબંધો વધે તેમ નાણાંની સારી છૂટ રહે. : - તા. ૨૪ મી જાન્યુઆરીથી મંગળની દિનદશા શરૂ થશે તેમાં મુસાફરી કરતાં ખાસ સંભાળવા જેવું છે. તેમ ધંધામાં કઈ નવું સાહસ ને ખેડવું નહિતર દેખીતી સફળતા તે દૂર જતી રહેશે પણ તે ઉપરાંત ચાલુ ધંધામાં દખલગીરી દાખલ થશે.
તા. ૨૧ મી ફેબ્રુઆરીથી બુધની દિનદશા શરૂ થશે આ સમય આર્થિક દૃષ્ટિએ સારો જણાશે ધનાગમ સારો થશે પરંતુ અન્ય વ્યવહારિક અંતરાય ચાલુ રહેશે. થોડી સ્થાવર સંબંધી ઉપાધિ પણ આવી નડે.
તા. ૧૮ મી એપ્રિલથી શનિની દિનદશા શરુ થશે તેમાં સંતાનોની સારી પ્રગતિ થાય તેમ સમાજમાં પિતાની માન પ્રતિષ્ઠા વધે તે કોઈ પ્રસંગ બને બાકી મનમાં તે હજી અશાંતિ જેવું ચાલુ રહેશે.
તા. ૨૫ મી મેથી ગુરૂની દિનદશા શરુ થશે તેમાં કુટુંબમાં કાંઈ શુભ વા માંગલિક પ્રસંગ બને. સ્વજનો ને સનેહીજનોના સંપર્કમાં આવવાનું વધુ બને, ધંધા રોજગારમાં પણ સારી પ્રગતિ દેખાય, આ રાશિના વિદ્યાર્થીઓને આ સમયમાં કાંઈ શુભ સમાચાર સાંભળવાના મળે.
તા. ૨૫ મી જુલાઈથી રાહુની દિનદશા શરૂ થશે. તેમાં કોઈની સાથે મિશ્રા વૈમનસ્ય થાય. મુસાફરીમાં અંતરાય આવે અને શ્રમનું પ્રમાણ વધે.
તા. ૭ મી સપ્ટેમ્બરથી શુક્રની દિનદશા શરુ થશે તેમાં ધનાગમ સારો થાય તેમ સમય દરેક રીતે સાનુકુળ જણાય.
ધન-ધન રાશિવાળા (ભ, ધ, ફ, ઢ) અક્ષરથી શરૂ થતા નામવાળા
માટે સંવત ૨૦૧૯ ના સારાયે વર્ષ દરમિયાન શનિની પનતિ ચાલુ રહેવાની છે, તે ઉપરાંત તા. ૨૦ મી મે સુધી રાહુ પણ જન્મ રાશિથી ૮મે બમણુ કરવાને છે, માત્ર ગુરુ સારો છે, તેથી આ રાશિવાળાને વર્ષની શરૂઆતમાં આરોગ્ય અવાર નવાર બગડે, તેમ વ્યવહારમાં કોઈની સાથે મિથ્યા મતભેદમાંથી તકરાર ઊભી થવાનો ભય રહે છે, ધંધા પર તે સમય સારો જણાશે. તેમજ કરેલ મહેનતની કદરમાં માને ભલે મળે. પરંતુ હમણું સારા ધનામની કે નાણાની છૂટ થાય તેવી આશા ઓછી રાખવી.
કુટુંબીજને પરત્વે પત્નિ માટે વર્ષ સારું ન ગણાય, બાકી સંતાને પર ઠીક પસાર થશે, આ રાશિના વિદ્યાર્થિ ઓને પરિક્ષામાં સફળતા ક્લદી મળે પરંતુ નોકરી કે ધંધામાં ઠેકાણે પડતાં વાર લાગે.
વર્ષની શરૂઆતમાં તા. ૧૬ મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલવાની છે તેમાં નાણુની છૂટ સારી રહે અને મેજશોખની ચીજો ખરીદાય. દૂરના સગા વહાલાં ને સ્નેહીજનોને મેળાપ થાય, તેમ પિતાનું કામકાજ પણું સાનુકુળ રીતે ચાલે.
તા. ૧૬ મી ડિસેમ્બરથી સૂર્યની દિનદશા શરુ થશે તેમાં કામનો બોજો વધે તેમ નવા સાહસિક કામકાજમાં કુદરતી અંતરાય આવે.
તા. ૪ થી જાન્યુઆરીથી ચંદ્રની દિનદશા શરુ થશે. તે તેમાં તંદુરસ્તી બગડવાને ભય છે માટે ખાનપાનમાં બહુ કાળજી રાખવી, વળી કોઈની સાથે ઝઘડો થઈ બેસે તે યુગ છે, જેથી વાણી અને વિચારો દર્શાવવા ઉપર કાબુ રાખ.
તા. ૨૩ મી ફેબ્રુઆરીથી મંગળની દિનદશા શરુ થશે. તે તમને મુસાફરી યા દેડધામ વધુ કરાવશે તે સાથે થોડી સ્ત્રી કે સંતાન સંબંધી પણ ચિંતા કરાવે.
- તા. ૨૪ મી માર્ચથી બુધની દિનદશા શરૂ થશે તેમાં ઘર કે મકાન સંબંધો કાંઈ ઉપાધિ ઉભી થાય અને વ્યય વધુ કરે પડે.
તા. ૧૯ મી મેથી શરૂ થતી શનિની દિશામાં તમને તમારા કાર્યમાં સારો યશ મળે, કુટુંબની સુખ સગવડતા ખાતર નાણાનું રોકાણ થાય. સંતાનની સારી ઉન્નતિ થાય તેવી કાંઈ પ્રવૃત્તિ હાથ પર લેવાથી જો કે