Book Title: Mahendra Jain Panchang 1962 1963 1964
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 110
________________ ૧૦૪ ] અને પાશ્ચાત્ય આ વિદ્યાના અગ્રગણ્ય હરતરેખા શાસ્ત્રકારોએ પણ પિતાના પુસ્તકાનો પ્રસ્તાવનામાં લખેલ છે કે “ હિંદની આ મહા મુલ્યવાન વિજ્ઞાન-વારસાઈમાંથી અમોએ ઘણું જ મેળવ્યું છે. જે વિજ્ઞાનનો ઉદય પ્રાચીન ભારતમાંથી થએલ હતું તે વિજ્ઞાનને પ્રચાર પશ્ચિમના દેશોમાં ઘણોજ ઝડપભેર થયો. અને જ્યાં ઉદય હતા ત્યાંની પ્રજા આ આધુનિક સમયમાં કહેવાતા કેળવણી પામેલ અને અક્ષરજ્ઞાન પામેલ ભાનવીએ આને અંધશ્રદ્ધા અને વહેમની નજરે જોતા હોય છે. પણ માનવી આ વિજ્ઞાનના સિદ્ધાંતને પિતાના જીવનમાં પ્રત્યક્ષ રૂપમાં જોવાની કાળજી ત્યે તે જરૂરથી સમજાશે કે આ પ્રત્યક્ષ પુરાવો આજનું વિજ્ઞાન છે તેને પુરા કે સાબિતીની જરૂર નથી. હવે હસ્તરેખાની મુખ્ય મુખ્ય રેખાઓનું ટુંકમાં વર્ણન કરીશું: (૧) હૃદયરેખા, (૨) બુદ્ધિરખા, (૩) આયુષ્ય રેખા, (૪) ભાગ્ય રેખા, (૫) સૂર્ય રેખા (૬) મંગળ રેખા (૭) અંતઃકરણની ફુરણની રેખા, (૮) (૮) શુક્ર કંકણું (૯) પ્રવાસની રેખા, (૧૦) મણીબંધ. આ સિવાય પણું નાની મોટી ઘણીજ રેખાઓ છે તેમજ ઘણાજ ચિહ્નો પણ હસ્તમાં દશ્યમાન થાય છે. ચિહ્નો પણ તે રેખાનું મહત્વ અને ગુણદોષ વધારવાને અથવા તે ઘટાડવાને માટે પણ અગત્યને ભાગ ભજવે છે. તેથી એકલી રેખા પરથી ફળાદેશ કહેવામાં સટતા ચિહ્નોના નિરીક્ષણ કર્યા સિવાય આવી શકે નહિ. ચિહ્નો પણ અગત્યને ભાગ ભજવે છે. અને ચિહ્નો સાથે સાથે હસ્તના પહાડોનું સ્થાન પણ એવું મહત્વનું નથી. ટુંકમાં રેખાઓ અને તેના ઉપર પડતા ચિહ્નો અને હસ્તમાંના દરેક પહાડને સમન્વય કરીને કોઈ પણું બનાવની સાચી આગાહી કરી શકાય. આ ત્રણેય વસ્તુઓને સંપૂર્ણ સમન્વય એ હસ્તરેખા વિજ્ઞાનની સંપૂર્ણ ચાવી ગણી શકાય, હવે પ્રથમ હસ્તને વિચાર કરીએ તો જેને હસ્ત લેહીથી ભરપુર અને ગાદીવાળા અને હાડકાં ઓછા પ્રમાણમાં દેખાતા હોય અને રકત વણને હોય તેઓ પ્રથમ કક્ષાએ સુખી માણસ કહી શકાય. હવે જેમ જેમ લેહીનું પ્રમાણ ઓછું તેમ તેમ માણસની ભૌતિક સંપત્તિ ઓછી ગણી શકાય. અને મુડીવાદી રચનાઓમાંથી ખસીને તેઓ સમાજવાદી ઢબની પ્રણાલિકામાં જતા હોય છે. પીળા રંગ જરૂરથી તે માથુસનું આરોગ્ય, નબળું હોવાનું સુચન કરે છે. હસ્તના પણ વિવિધ પ્રકાર છે : અને સારા લોહીથી ભરપુર હાથ તે ઉત્તમ પ્રકારની કક્ષાને ગણી શકાય, (૨) મધ્યમ પ્રકારનો હાથ એબ. લેહીથી ભરપુર અને હસ્તમાં વિશેષ હાડકાં દેખી શકાય. (૩) કનિષ્ઠ. જેઓને હાથમાં ઘણું જ ઓછું લોહી અને ખુબજ હાડકાં તેમજ રેખાઓ . પણ ખાસ કોઈ પણ રીતે ટેકો આપનાર ન હોય તે કનિષ્ટ પ્રકારનો હાથ, કહી શકાય. (૪) ચરસ (૫) ચપટ : આ રીતે હસ્તને પ્રકાર હોય તેમાં, બધી આંગળીઓ પણ જુદી જુદી જાતની હોવાથી દરેક વ્યક્તિના સ્વભાવમાં અને ગુણદોષમાં ફરક પડતો જોવામાં આવે છે. નખ પણ હસ્ત રેખામાં ઘણે જ અગત્યને ભાગ ભજવે છે. અને નખ પરથી તે વ્યક્તિનું આરોગ્ય. કેવું રહેશે તે જાણી શકાય. અને લાલ નખ હોય તે સંપૂર્ણ તંદુરસ્તીનું સુચન જણાય છે. ફીકાશ પડતો નખને રંગ એ તે વ્યક્તિનું આરોગ્ય સારું ના હોવાનું સુચન કરે છે. નખ પર સફેદ ટપકું જાતકને હાયના દર્દનું. જરૂરથી સૂચન કરે છે. હવે મુખ્ય મુખ્ય રખાનું ઉદય અને અસ્ત થતી. વખતે અને તેના પરના વિધવિધ ચિહ્નોનું ફળાદેશ (૧) હૃદય રેખા–સામાન્ય રીતે આ રેખા હસ્તને ગુરૂના પહાડ માંથી એટલે કે પ્રથમ આંગળીના નીચેના ભાગમાંથી ઉદય પામીને હસ્તના છેવટના ભાગોમાં અસ્ત થાય છે. આ રેખા જેમ સારી અને ઓછી રીતે. છેદન થએલ હોય અને સર્પ આકારની ના હોય અને એક ધારેલી રીતે વહન થતી હોય તે જાતકની સારામાં સારી તંદુરસ્તી રહે છે અને આ રેખા એ પિતાનું વજન અને આજુબાજુના વર્તુળમાં સ્થાન, આદર્શ પ્રેમ અને પ્રણય પ્રેમી અને મૈત્રીનું પણ સુચન કરે છે સ્વજનો તરફથી લાભ અને સામાન્ય જનતા પણ આ રીતે જેઓના હસ્તમાં પ્રથમ દૃષ્ટિએ હૃદયરખા બળવાન હોય તેઓને ઘણી જ મદદ કરનાર હોય છે. હૃદય રેખામાં.. વિશેષ પ્રમાણમાં નાની અને મેટી રેખાઓનું છેદન જડથી આ શક્તિઓનું મુળભૂત શકિતઓમાં અવરોધ ઉત્પન્ન કરે છે. ગુરૂને પહાડમાંથી ઉદય પામતી રેખા તે વ્યકિતને ધણી જ રીતે જવાબદાર ગણી શકાય તેવું ભાગ્ય.

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128