________________
ઝડપી વાયરા વાશે, ધુળની ડમરીઓ ચડશે. રહેવે વ્યવહારમાં અકસ્માતે થવાથી ખુબ જન ધન હાનિ થશે, આવા અકસ્માતને સામ્યવાદી પ્રેરીત કાવતરાં માનવામાં, અગર ઠેકી બેસાડવામાં રાજ્યના કર્મચારી પિતાની તિ કર્તવ્યતા સમજશે. શુક્રના ઉપરોકત વિભાગમાં બતાવેલ હકીકત આ વિભાગને પણ લાગુ પડે છે.
ગુરૂ-રસપદાર્થ વિભાગના અધિપતિ છે. ગુરૂ પિતાની રાશિમાથી પસાર થાય છે. તેથી સ્થાત્ ધાન્ય, બીયાં, ગોળ, ખાંડની ઉત્પત્તિ સારી રહે છે. છતાં પણ આ પદાર્થો નિકાશ વ્યાપારનાં મુખ્ય સાધન હોવાથી -તેના ભાવો જનતાને ઊંચાજ આપવા પડશે. મુંબઈ, ગુજરાત અને કર્ણાટક રાજ્યમાં આ વિભાગની ઉત્પત્તિ શ્રેષ્ટ થશે. વાહનવ્યવહાર દ્વારા માલની આવક જાવક સારી રહેશે, રસ્તા અને વાહનમાં અકસ્માતનું પ્રમાણ ઘટશે. ટ્રાન્સપોર્ટ કંપનીઓના ધંધા રોજગાર સારા ચાલશે. મીઠાનું, સેડાએશ, કાસ્ટીક સેડા, અને કેમિકલ્સનું ઉત્પાદન સુધરશે. નવી કંપનીઓ, નવાં સાહસનું ઉત્પાદન શરૂ થઈ જશે અને આ ભાગમાં બેકારોનું પ્રમાણ ભારતના બીજા રાજ્યની સરખામણીમાં ઓછું થશે, સર્વ કામને પિતાના ધાર્મિક પ્રસંગે સારી રીતે તેમની ધાર્મિક લાગણી અનુસાર ઉજવવાની તક મળશે. ટા, બખેડા, કોમી તોફાનમાં ઘટાડો થશે.
ધાતુ પદાર્થને પ્રધાન મંગલ છે. મંગળ સ્વત: પદાર્થોને નૈસર્ગિક કારક હોઈ, તેનું ગમન, તેની મૂળ ત્રિકોણ રાશિમાંથી થનાર છે. કાબ્દની શરૂઆતમાં જે ઉત્પાદનનું પ્રમાણ હશે, તેનાં કરતાં શતાબ્દના અંતે વિચાર કરતાં, ઉત્પાદનનું પ્રમાણ મોટું અને વિકસીત થએલું જણાશે. લાલ વસ્ત્ર, લાલ રંગ અને રાતી વસ્તુઓ, તાંબુ, એરંડા, પાર, ગોળ, ખોળ, જવ, ' જુવાર, કઠોળના ભાવમાં સારે ચડ ઉતર થઈને માંધારત પ્રવર્તશે. અગ્નિ
એશિયાના રાષ્ટ્રમાં આ મંગળ રાજકારણ વિભાગે ભયાનક રક્તપાત કરનાર બનશે. કલાઈ, ચીન, રબર, કાળાં મરી, કપરા, તેજાના પદાર્થોનાં ભાવમાં વિષેશ વધધટો જણાશે. આગ, જવાળામુખી ફાટવાના પ્રસંગેથી ભીષણ જનધન હાનિ થશે.
સૂર્ય-પછાત્ ધાન્ય, શિઆળું ધાન્ય, રબીપાક, નદી, નહેર અને
કુવેતરથી ઉપન્ન થનાર ધાન્યને પ્રધાન છે, કઠોળની ઉત્પત્તિ, તલ, તેલી- [૭ બીયાંની ઉત્પત્તિ સારી થવા છતાં, તેને બજારે ઊંચા રહેશે. જનતાને તેની ઊંચી કિંમત આપવી પડશે. નિકાશની વસ્તુઓમાં કઠોળને પણ સમાવેશ કરાયાથી ભારતીય જનતાને ઉંચા ભાવો આપવા પડશે. પંજાબ, ઉત્તર પ્રદેશમાં આ વિભાગને પાક શ્રેષ્ટ થશે.
ચંદ્ર-નાણાં પ્રધાન બનવાથી ભારતીય નાણાં પ્રધાનનું મુખ્ય નિશાન વ્યાપાર વધારવાનું અને તે દ્વારા દંડીયામણુ વધુમાં વધુ પેદા કરવાનું બનશે. આ શકાબૂમાં નિકાશ વ્યાપાર છેલ્લાં કેટલાંક વરસને આંબી જાય, તેટલે વિસ્તારત બનશે. નિકાસકારોની કમાણી શ્રેષ્ઠ રહેશે, કેમકે સરકાર તરફથી તેમને અનેક પ્રકારની સગવડ અને છુટછાટ આપવામાં આવશે, દરીઆ કાંઠાના બંદરાના વ્યાપારીઓ, પેઢીઓ અને કામદાર વર્ગ સારૂ કમાશે. કપાસ, કાપડ અને તેની બનાવટે, બીયાં, તેલ અને તેની બનાવટે, ખટાશવાળા પદાર્થો અને અનાજના જથ્થાએ નિકાશ કરવાની મેટા પ્રમાણમાં છુટ આપવામાં આવશે.
પૂર્વ ગોળાર્ધમાં નિકાશ વ્યાપાર નિયંત્રિત કરવાને માટે રાષ્ટ્રો વચ્ચે સમિતિએ, કમિશને અને ટ્રેઈડ યુનિઅને અસ્તિત્વમાં આવશે, સરકારની ભાવનાથી બાહેર પદ્ધતિથી એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર વચ્ચે નિકાશ-આયાત વ્યાપાર વધારશે.
બાહુપત્ય ગણના અનુસાર બ્રહ્મવિંશતિને બીજે “વિભવ” નામક સંવત્સર પ્રવર્તાશે. બ્રહ્મવિંશતિના પ્રથમ વિશુ યુગમાં વિભવ બીજો સંવત્સર તેને સ્વામિ વિષ્ણુ છે. આ શાબ્દમાં વિશ્વમાં રોગચાળે મોટા પાયા પર ફેલાશે. નાગપુર, અને વિંધ્ય પ્રદેશમાં પ્રાંતિયતા જોર પર આવશે. અને રાજકીય તોફાનો થાય. બિહાર, ઓરિસા, પશ્ચિમ બંગાળ અને ચીન રાષ્ટ્રોમાં અનાજ અને રસકસની અછતને કારણે મુંધવારી વ્યાપક બનશે. પશ્ચિમ પાકિસ્તાન તરફથી મુતાન શહેર જીલ્લાના ભૂભાગમાં ધાડ, લુંટફાટ અને પ્રજાને રંજાડ કરનારા બનાવ બને, કે જેથી તે સરહદીય વિસ્તારની ભારતીય પ્રજા હેરાન પરેશાન થઈ જાય. ચૈત્ર, વૈશાખ, જેષ્ટ મહીનાઓમાં માંધારતનું