Book Title: Mahendra Jain Panchang 1962 1963 1964
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 96
________________ ૯૦ ]. (અનુસંધાન પૃષ્ઠ ૮૦ થી) ૧૬-૧૦-૬૦ થી વૃશ્ચિકનો મંગળ-મીનસ્થ ગુરૂથી શુભાગમાં આવતાં , ભારતમાં ખનીજ અને રસાયનીક દ્રવ્ય, ગેસ, તેલના સંશોધન પાછળ ખંતથી વળગી રહેવાથી નવા નવા દ્રવ્યનો વિપુલ જથ્થો હાથ લાગશેઃ ભારત અને સીલેન વચ્ચે ઘનીષ્ટ મૈત્રી સંબંધ રચાશે. પર્વીય રાષ્ટ્રોનું એક સંયુક્ત મંડળ રચવાની પ્રેરણા વડાપ્રધાનેમાં આકાર લેશે. ગુરૂ : વિ. સં. ૨૦૧૮ના પ્રથમદિને જ ગુરૂ કુંભ રાશિગત શતતારામાં માગી" થાય છે. અહીંથી તે સ્વાતિનક્ષત્ર પર વેધ કરશે. તેની અસર તળે રોકડીયા પાકની પરિસ્થિતિ અને પુરવઠો સાર હવાની, અને માંગ નહિવત બની જતાં ભાવો નીચા જાય. તા. ૨૩-૧-૬૩ના રોજ ગુરૂ, પુર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશશે. પુનર્વસુ નક્ષત્ર સાથે શુભયોગમાં આવશે. તેથી તેની અધિકૃત બાબતમાં મેટી વધઘટ ઉભી કરશે. નીચા ભાવોએ ખરીદી કરવાની , લાઈન રાખનાર ફાવશે. ભારતની પરદેશનીતિ પાંગરવા માંડશે, પૂર્વ ગોળાર્ધમાં રાજકારણમાં મેટી ફેરફારી આવશે. તા. -૩-૬૩ થી કર્ક.નવમાંશ અને મીન રાશિમાં દાખલ થતા, ગુરૂ ભારતના પાટનગરને અનેક રાજકીય ઉચ્ચ કક્ષાની સમિતિ, કમીશને, અને વાટાધાટે. તેમજ પ્રદર્શન ભરવાનું સ્થળ બનાવશે. યુ. કે.ની માફક પુર્વ ગોળાર્ધના રાષ્ટ્રો. એક રાજકીય મંડળ રચવાની હીમાયત કરશે. તા. ૨૩-૧-૬૭ થી તા. ૭-૩-૬૩ને કાળ ભારત માટે અનેક પ્રકારના અલગ અલગ ક્ષેત્રમાં તકલીફથી ભરેલ, સમસ્યારૂપ પસાર થશે. ઉન્નતિના પગથારે પ્રવેશતા ભારતને પ્રસુતિ કાળની વેદના સહન કરવી પડશો, પણ ત્યારબાદ ઉન્નતિન કાળે સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે. ભારતમાં સમાજવાદ અને સામ્યવાદ મિશ્રિત નવો વાદ આવકાર લેશે. ચીન સાથેના સંબંધે સુધરવા લાગશે. પાકીસ્તાનના તામસીક સ્વભાવમાં સમયાનુસાર ફેરફાર થએલ જણાવા લાગશે. ભારતની સાથે તે મત્રી-યુદ્ધ નહિ કરવાના-કરાર કરવાને ઉઘુક્ત થશો. દીવ, દમણ, ગોવા, પેન્ડીચેરીના પ્રશ્નો નિર્વિને રાજકીય દથિી પતી જાય તેમ જણાય છે. ચીન-ભારત વચ્ચે યુદ્ધ થાય, અગર વિશ્વ પર વિશ્વયુદ્ધ આવી પડે. તેવી કોઈ અમારી માન્યતા નથ . અમેરીકન વર્ચસ્વ પુર્વ ગોળાર્ધમાંથી ધટશે, કેમેસા પરથી અમેરીકન આધિપત્ય સદાને માટે જશે. અમેરીકન આર્થીક પરિસ્થિતિમાં બેટી ફેરકારી અને ડૉલરની કીમત ગગડી જવાના યોગ છે. બીજી તરફ બ્રીટીશ લાગવગ વિશ્વમાં વધશે. લંડનમાં અનેક રાજકીય સ્વરૂપની મીટીગે ભરાશે. દક્ષિણ આફ્રીકામાં વસાહતવાદ છેલ્લાં ડચકાં ખાતે વિદાયગીરી લેવાની તૈયારી કરશે. હાઈડ્રોજન તત્વનું સંશોધન થશે. દક્ષિણ ધ્રુવ વિસ્તારનું સંશોધન થશે. હાઈ ન બની બનાવટ હાથ લાગશે. આશુતોની કીંમત ઘટી. તેને માનવજાતને વિવિધ ભોતિક ક્ષેત્રમાં ઉપયોગ થશે. - તા. ૨૧-૩-૬ ૩થી તા. ૩-૫-૬૩ સુધી ગુરૂ મીનરાશિ અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાંથી પસાર થશે, વિષુવવૃત્તની ઉત્તરે અને કર્કવૃતની વચ્ચેના પ્રદેશમાં વિપુલ રસાયણુક દ્રવ્યને જળે હાથ લાગશે. યાહુદીઓની ઉન્નતિ થશે. આરબ રાષ્ટ્રો પરરાષ્ટ્રનાં ચશ્માસીના ભંગ થઈ પડી, પિતાની જડ ઉખેડતા રહેશે. દક્ષિણ ભારતમાં જંગલની ઉન્નતિ થશે. સાગ, ચંદન, કપૂર, અગર, તગરની પેદાશ વધશે. દક્ષિણ અમેરીકામાં નદીઓમાં મેટી લે આવવાથી પાકની ખાના ખરાબી થશે. તા. ૧૯-૫-૬૩થી ગુરૂ મીન રાશી અને રેવતિ નક્ષત્રમાં ભ્રમણ કરતે થકે, તા. ૮-૮-૬૩ના રોજ વક્રગતિમાં આવશે. જે વર્ષ તે પણ તેમાંજ ભ્રમણ કરતે જણાશે. તેને વેધ મૂળ નક્ષત્ર પર થશે. પાકના અંદાજે અવારનવાર બદલાતા રહેશે, તેથી કપાસ, મીઠું, ગોળ, સાકર, ખાંડ, કાપડ, ચાંદી, બીયાં બજારમાં મેટી વધઘટ થઈને ભાવની સપાટી નીચી લાવશે. મીનમાં ગુરૂ ભારતવર્ષ માટે સર્વ રીતે સાનુકુળ પરિસ્થિતિ સર્જવા માટે સત્તા પરના વર્ગને મદદરૂપ થઈ પડશે, એવી અમારી માન્યતા છે. વાહન વ્યવહારની સુવ્યવસ્થા થશે. તેથી માલની હેરફેરોમાં ઝડપ આવશે. સાચા યાંત્રિક યુગની ભારતમાં કૃતિઓ જોવા થળશે. વિદ્યુત શક્તિ વધારવાના ઉચ્ચતમ લક્ષ્યાંક હવે સિદ્ધ થશે. અકસ્માતેનું નિવારણ કરવાને કાર્યક્ષમતા કર્મચારીઓમાં વૃદ્ધિ પામશે. ભારતને ઇજીનીઅરીંગ, અને ઔદ્યોગીક ક્ષેત્રમાં સંચાલક વ્યક્તિઓ ભારતીય પ્રજામાંથી જ હવે સાંપડવાની શરૂઆત થશે. અમૃતત્વનાં સંશોધનમાં ભારત આગળ વધશે. કાપડ ઉદ્યોગમાં નવીન બનાવટની શોધખોળ હાથ લાગવાથી ભારતીય કાપડની માંગ સારી રહેશે. ટુંકમાં ભારતમાટે યાંત્રીક શક્તિને સારો લાભ મળવાની શરૂઆત મીનના ગુરૂમાં શરૂ થશે.

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128