Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 63
________________ જંગલમાં વૃદ્ધિ થશે. દૂધાળાં ઢોરની વૃદ્ધિ થશે. ઘી દૂધની છુટ રહેશે. પ્રજા અને રાજશાસનકાર વચ્ચે સુમેળ રહેશે. નાગરવેલનાં પાનની ઉત્પત્તિ થાશે, તેના ભાવમાં અસાધારણ તેજી આવશે. ચોપગાં જનાવરોનાં સીંગડા, કંદમૂળ, રેશમ, ચમક, સુતર, હાથવણાટ કાપડમાં અછતના કારણે ઉત્પાદન કરતાં માંગ વધવાને સબબે) સારા ઉંચા ભાવ થશે. સર્વેની નીતિમાં મૃત્યુ પ્રમાણ વધશે અફીણની અછત જણાતાં, કાળા બજારમાં તેના ભાવ ઉંચા જશે. છોડાંવાળાં સર્વ પ્રકારના ધાન્યની જાતેના ભાવમાં ઉછાળો આવશે. મગ, મઠ, તુવેર, ચણા, અડદ, ચોખા, વાલ જેવા દ્વિદળ ધાન્યમાં સારે ઉછાળો આવશે, આ પ્રહણ સમય આસપાસ ખરીદ કરીને સંગ્રહ કરી પાંચમા મહીને વેચવાથી સારો લાભ થશે. પહાડીય, જંગલી, અને પછાત ગણાતી જાતિઓ રાજશાસન નીતિને ભાન નહિ આપે તેમને ગુપ્ત મદદ મળવાથી સ્થાપિત રાજ્યના કાયદાઓ તેડવા બળવો કરશે. હથિસારા ઉઠાવશે. આસામ અને બ્રહ્મદેશની સરહદ પર ઉત્તરમાં મણીપુર, ત્રિપુરાની સરહદ પર આવા બનાવ બનશે. કાશ્મીરમાં ઉશ્કેરણી કરનાર તો માથું ઉચકશે. ચીન ભારતવર્ષની સરહદ ઉપર વધુ લસ્કર ગોઠવાશે. પાકિસ્તાન (પશ્ચિમ) કાશ્મીર અને વડાખ વિભાગમાં છુપી રીતે રાજવિરોધી તત્વને ઉશ્કેરાશે. પશ્ચિમ પાકિસ્તાન તરફથી કોઈ પણ કાળે ભારતવર્ષ €પર ચઢાઈ થશે નહિ. ભારતવર્ષના શાસન કાર્યોએ પૂર્વ ભારતની સરહદ ઉપર પિતાની શક્તિ, અને ઝીણવટ ભરી તુપાસ તકેદારી અને લશ્કરે કુમક રાખવી જોઈએ, તેવી અમારી વિનય માન્યતા છે. ગોવાથી માંડીને કરાંચી સુધીના સમુદ્ર કિનારા ઉપર ચાંચીયાગીરી આ વરસ દરમ્યાન વૃદ્ધિ પામતી હોવાના અહગ છે. તે વિભાગ ઉપર બારીક દષ્ટિ રાખવાની અમારી ગુજરાત રાજ્યની સરકારને તેમજ ભારતની સરકારને વિનમ્ર ભાવેવિનંતિ છે. ઠેઠ ગાંધીગ્રામથી માંડીને પંજાબની ઉત્તર સરહદો સુધીના વિભાગપર (ચીનમાં જેવી દિવાલ હતી તેવી ) એક બળવાન સીમેન્ટ કેન્ક્રિટની દિવાલ બાંધી દેવાની અમારી વિનમ્રભાવે ભારત સરકારને વિનંતિ છે. આવી દીવાલ બાંધવાથી સરહદ પરની પ્રજાના જાનમાલનું સંરક્ષણ થશે. તેમનામાં ગભરાટ અશાંતિ ઓછી થશે. પ્રવર્ગમાં શાસન કાર પ્રત્યે માન વધશે. સંરક્ષણ અર્થમાં [ ૫૯ ઘટાડે થઈ સરહદની અખંડિતતા સચવાઈ રહીને લુંટફાટ, ધાડો દોરની ચોરીઓથી કાલાબજારની વ્યવસ્થિત પ્રવૃતિથી પ્રજાને બચાવી લેવાશે તેવી પ્રવૃતિઓ ઓછી થઈ જશે. (૪) આ ગ્રહણનું ફળ નં. ૧ ગ્રહણ ફળમાં બતાવ્યા પ્રમાણે મળે. તદુપરાંત અભણી, સરસવ, તલ, એંરડા જેવાં તેલીબીયાંને સંગ્રહ કરવાથી, છ મહિના બાદ વેચવાથી સારો લાભ થાય. દારૂ વેચનારા અને માળનારા ૫ર દારૂ બંધી ખાતાની કડક નજર રહે, અનેક સ્થળોએ પકડા પકડી થાય. ભારતના બીજાં રાજય, જ્યાં દારૂબંધી ન હોય, ત્યાં દારૂબંધી કાયદો અમલમાં આવે. માછીમાર, જાળ નાખનારાઓનાં અપમૃત્યુ બને. પારધીઓ, વાઘરીઓ જેઓ નાના પક્ષીઓ મારીને જીવન ગુજારે છે. તેમાં રોગચાર ફેલાવાથી મૃત્યુસંખ્યા વધે. અહીં ચણાનો સંગ્રહ કરીને ત્રણ માસ બાદ વેચવાથી સારે લાભ થાય. ઉગ્ર સ્વભાવવાળા, તામસીક રવભાવ અને રહેણી કરણીવાળી પ્રજાને બહુ તકલીફમાંથી પસાર થવું પડે. મધ, નથી, તેલ મકાઈ, પીળું ધાન્ય,સોનું પિતળ વગેરે પીળા રંગની ધાતુઓ અને અને ચીજ વસ્તુઓના મુલ્યમાં વૃદ્ધિ થાય. નેપાલ, સીકકીમ, ભૂતાન, અષા, હિમાલયની તળેટીના પ્રદેશમાં વસતી પ્રજાને અત્યંત હાની જોગવવી પડે. રાજસત્તા સામે પ્રજાને અમુક વર્ગ બળવાખોર કે ધાંધલીઆ પ્રવૃતિ રાખે. પૂર્વ સમુદ્રની અંદર આવેલ ટાપુઓ, સાચી પેલેગ રામસા, ઈન્ડોનેસીઆ, મલાયા દિપક૫માં સત્તાવાન વર્ગ-પાટીને ઉથલાવી પાડવાનાં કાવત્રા યોજાય. ખગોળ શાસ્ત્રની ઉન્નતિ કરવાથી શું ફળ પ્રાપ્તિ થવાની હતી? ફક્ત ખગોળ શાસ્ત્રના સત્ય જ્ઞાન દ્વારા ગ્રહની શુદ્ધ ગતિ આકાશમાંના રાશી મંડળ, અને નક્ષત્રોના કયા વિભાગમાંથી થનાર છે, તે જાણી શકાય છે. પણ તેની સક્રિતીક ભાષાને સાચે ઉપયોગતે ફળભાગજ બતાવે છે. જીપી પોલીસ રાજ્યના સંરક્ષણને જેવી રીતે એક અત્યંત મહત્વને ભાગ ગણાય છે, તેના કરતાં પણ અત્યંત નિષ્પક્ષપાતી જોતિષી એ રાષ્ટ્રની મહાન પવિત્ર વ્યકિત ગણાતી હેઈ, રાષ્ટ્રની સાચી મૂડી, થાપણ ભારતીય આર્ય સંસ્કૃતિના ઉન્નત કાળથી ગણાતી

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122