Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 81
________________ પ્રમાણે છે, માટે તેમાંથી બુદ્ધિમાન, વ્યકિતઓએ પિતાની હિતકર વસ્તુ સમજીને તે પ્રમાણે વર્તન રાખવું. જે વ્યકિતઓ આ બાબત તરફ દુર્લક્ષ કરે છે, તેમને તકલીફને સામને કરે છે, દુઃખદ પરિસ્થિતિમાં મુકાવું પડે છે. અને મિથા વચનનું–છેભગવાન! મેં શું પાપ કર્યું હશે, કે મારી આવી દશા થઈ “ ઉચ્ચારણ કરતાં જીવન પુરૂં કરવું પડે છે. પરમ કૃપાળુ પરમાત્મા તે સૌને સમાન ગણે છે. રકત માનવી જ મારા તારાની ભાવનામાં જીવતા હોવાથી શત્રુ-મિત્ર બનાવે છે. મિત્રની ઉન્નતિ અર્થે, પિતાની ઉન્નતિ અર્થે અને શત્રના નિકંદન અર્થે મંદિરો, દેવસ્થાન, દેવળે, મજીદમાં પ્રાર્થના કરે છે. તેવી પ્રાર્થના એક પ્રકારને મિયા બકવાદ છે. પરમાત્માને સૌ માનવી–બાળકે-ફરજંદ સમાન છે. તે આવી પ્રાર્થના પર ધ્યાન આપતા નથી. તેવી દુકાનદારીમાં તેને રસ નથી. ધર્મશાસ્ત્રો પછીથી ગમેતે ધર્મનાં હેય પિકારીને ઉચ્ચ સ્વરે કહે છે, કે જેવી રીતે બીજી વ્યકિત તમારી સાથે વર્તન કરે, અને તે તમને ગમે, તેવી રીતનું વતન તમે સામેની બીજી વ્યકિત-વ્યકિત પ્રત્યે રાખે.” એનું નામ જ સદાચાર, સાત્વીક વૃત્તિ, સાચી ઈશ્વરની ઉપાસના, અગર ઈશ્વર સર્વ સ્થળે છે, તેમાં અત્યંત શ્રેષ્ઠ ગણાય. પોપટ અગર પશુ પક્ષીને સરકસમાં કેળવણી આપવાથી . શહ રામ બોલે છે, અગર, માનવી જેવાં કયો કરી શકે છે, આવી બાત પ્રવૃત્તિમાં દંભ રહેલ છે. દંભ માનવીનાં હાને હણે છે, માટે માચાર, વિચાર હેણ, કરણી, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉપર વર્ણવ્યા પ્રમાણે તમને ગમે તેવી રાખે. તમે પોતે સુખી થશે. તમારા પડોશી, તમારાં આ વર્ગ સુખી - થશે. તમને સુખી જોઈને તમારા ગામના બીજા લોકો તેને સાર શોધશે, અને તે પ્રમાણે તે પણ વતન કરશે. બીજાને શિખામણ આપવા કરતાં, પ્રત્યેક વ્યક્તિ તેજ પ્રમાણે વર્તન કરવાની વૃત્તિ આ જમાનામાં રાખે તે સમાજ જીવનમાં, રાષ્ટ્ર જીવનમાં પડેલા અનેક પ્રકારના સડા, જીઆ, કંકાશ અને વૈમનસ્યની જડ મૂળ નષ્ટ થાય. ગ્રહોનાં આકાશમાં થતાં બમણો ભૂભાગમાં ક્યાં કયારે અને કેવું ફળ નીપજાવશે? તે જ્યોતિષ શાસ્ત્રના ગણિત અને ફળ વિભાગના સંયોગથી જાણી શકાય છે. ગણિત શુદ્ધ હોય તે જ ફળ વિભાગમાં સત્યતા તરી આવે છે. [ ૭૭ મહેન્દ્ર પચચ બન્ને બાબતેમાં કેટલી સત્યતા હાંસલ કરી છે. તેનું માપ કાઢવાના અને તેની ઉપયોગીતા સમજવાનું તેને ફેલાવે પ્રચાર જનતા જનાર્દનમાં વૃદ્ધિ પામે તેમ જોવાનું પ્રમાણીક કર્તવ્ય વાંચક વર્ગનું છે. મહેન્દ્રપંચાંગમાં અપાતા ફળાદેશ પાછળ સમયનાકુળ વર્તન, ઉપગીતા અને ગોચર ગ્રહનાં સ્વરૂપ અને ફળને ગૂઢ અભ્યાસ રહેલી છે. સૂર્યને આ પ્રવેશઃ વિ. સં. ૨૦૧૭ માટે વરસાદ અને ચોમાસુ પાકનું ભાવિ પૌવત સંસ્કૃતિમાં જનતા જનાર્દનના પ્રત્યેક પાથીવ ક્ષેત્રમાં ઉન્નતિ બાદ સૂક્ષ્મ સૂત્રો દ્વારા આપવાની પરિપાટી હતી. આ સત્ર ગુરૂ શિષ્યને કાવ્ય ધારા બ્રેક ધારા કંઠસ્થ કરાવતા અને તેને સાચે ભેદ સમજાતવા. અત્યારના પાથવ જમતમાં યંત્ર દ્વારા મુદ્રણ કળા જે ઉચ્ચ કક્ષાએ પહેલ છે. તેવું તે સમયમાં નહોતું. મનુષ્ય ઉચ્ચ કક્ષાએ પહોંચતાં ને બહુ મૃત બનતે. તેની શકિત અષ્ટાવધાની, શતાવધાની, સહસ્ત્રાવધાની થતી. એટલે તે એકી સાથે, આઠ, શ, સે, હજાર પ્રવૃતિઓમાં રસ લઈ શકતે. અત્યારના માનવી તે વાત વાતમાં “હું ભૂલી ગયો.” એમ કહેતાં જરા પણું શરમ કે સંચિત નથી. આવી જતની પામર કક્ષાએ પહેચેલ જન સમુદાયમાંથી અમુક વ્યકિત ઉચ્ચ કોટિએ પહેાંચી, તે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં વિજ્ય ધ્વજ ફરકાવે તેને કઈ જ અર્થ નથી. આદ્ધ મહાનક્ષત્રમાં સૂર્યનારાયણને પ્રવેશ પણ તા. ૨૧-૬-૬૧ ના રોજ રાત્રે ૨૦-૩૪ (હીં. ટાઈમ) વાગે થાય છે. તેની કુંડળીમાં ગ્રહેમાન નીચે મુજબ છે. અહીંઆ ઉદિત લગ્ન ધનરાશીને ૨૬ મે અંશ છે. અને દશમ ભાવની પારૂઆતમાં તુલા રાશિને ૧૭ મે અંશ છે. આની ઉન્નતિના કાળમાં અસ્તિત્વમાં આવી ગએલ પ્રાતઃ સ્મરણીય યુગાવતારી મહાપુરૂષનાં વ્યકિતગત વર્ણને જ્યારે આપણે વાંચીએ છીએ, અગર સાંભળીએ છીએ ત્યારે અત્યારના વૈજ્ઞાનિક યુગ સાથે તેની સરખામણી

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122