Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 106
________________ ૧૦૨] એવા ઉપસ્થિત થાય છે કે તેને રોકી શકાતાં નથી. ભૂતકાળમાં આવા અનેક પ્રસંગો વ્યાપારી વર્ગે અનુભવેલ છે કે જ્યારે જ્યારે સરકારે અગર વ્યવસ્થાપકે એ મેધવારી, કે તેજીની જુવાળની અબવા પગલાં લીધાં ત્યારે જુન માત્ર ક્ષણિક અસર મંદીની થતાં તેજીને પ્રવાહ વધુ જોરદાર બનેલ છે. તા. ૧૭–૭-૬૧ થી ૧૨-૪-૬૧ સુધી ઉત્તરાષાઢાના મીનનવમાંશમાં ગુરૂ રહેશે. અહીં'આ ગુરૂ પૃથ્વીની અત્યંત નજીક અને સૂર્યથી દૂર રહેલે હશે તેની અસર પૃથ્વી ઉપરના જલતત્વમાં વૃદ્ધિ થવાથી ઉત્તરાષાઢાના અધિકાર તળેની બાબતે અને ચીજવસ્તુઓ સુકાળ, અતિવૃષ્ટિ અને ઉત્પાદન ક્ષેત્રોમાં વૃધ્ધિ થતી જોવામાં આવશે. આ ગુરૂ પરદેશમાં ભારતની કાચી વસ્તુઓની માંગમાં વૃદ્ધિ કરનાર હોવાથી જે જે પદાર્થો નિકાસ કરવામાં આવતા હશે. તેમાં પર રાષ્ટ્રની પુછપરછ વૃદ્ધિ પામવાના ચિગ કહી શકાય, આ પરિસ્થિતિમાં તેવાં ક્ષેત્રોમાં નીચા ભાવે પર ખરીદી રહેતાં તેમાં સુધારાને શકયતા છે. તા ૧૨-૮-૬૧ થી તા. ૪-૧૧-૬૧ સુધી ઉતરાષાઢાના ત્રીજા નવમાંશ ચરણું ગત વક્રી ગુરૂ તા. ૨૪-૯-૬૧ ના રોજ ભાગી ગતિમાં આવશે. અહીં તા. ૨૯-૯-૬૧ સુધીમાં અતિવૃષ્ટિના કારણે કપાસ, રૂ. ઘઉં, ચાંદી સોના. અનાજ, ધાતુપદાર્થ, બાજરી જુવાર દવાઓ અક એસીડ ટીકચરે, જાવંત્રી, જાયફળ, તમાલપત્ર, સુખડના ભાવમાં ઝડપી ઉછાળે આવવાની શક્યતા રહેલી છે. તે તરફ વાંચક વૃદનું ધ્યાન દોરવામાં આવે છે. સીંગદાણાને સારો પાક થવાના સમાચારે તા. ૧-૪-૬૧થી તા. ૪-૧૧-૬૧ સુધીમાં ભાગી ગતિમાં ગુરૂ ઉતરાષાઢાના મીન નવમાંશમાં બમણું કરશે. તેથી પાછી સફેદ વસ્તુઓ, કાપડ, ચાંદી, તેલી પદાર્થ ખેળ અનાજના ભાવ નીચા આવશે. તા. ૪-૧-૬ થી ગુરૂ શ્રવણ નક્ષત્રમાં ફરીથી તેનું બમણું શરૂ કરશે જેની ગતિવિધિ આગામી કાળમાં બતાવવામાં આવશે. મંગળઃ સર્વભદ્ર ચક્રમાં મંગળનો જમણુ કાળ કૃતિકાના અધ અંશથી તેના નક્ષત્રના છેલ્લા અંશ સુધી પૌર્વીય ભૂભાગને અસરકારક કરનાર માનેલ છે. પવિત્ય ભૂભાગો પૂર્વગળાર્ધ પણ આપણે કહીએ છીએ. મંગળ સત્તાપ્રિય અને રૂધિરપ્રિય, સાહસીક ગ્રહ છે. તેનું ભ્રમણ જે જે ભૂભાગોને અસર કરે છે. ત્યાં સત્તા માટે પડાપડી, બળવા, વિગ્રહ, રાજકારણમાં પડેલી આગેવાન પાટી વચ્ચે વિખવાદ અને રાષ્ટ્રના ભલાને માટે અકર્મયતા, મારા તારાની ભાવનાની વૃદ્ધિ, રૂધિરવિકારના દરદને જન્મ આપે છે, અને વિપ્લવ. વાદીઓને ઉરકેરે છે. જે ભૂભાગના થા, સ્થાનમાંથી મંગળ પસાર થાય છે ત્યાં બળવા, ટંટા બખેડા સરહદો પર તેફાન, ખેતીને નાશ અનાવૃષ્ટિ અતિ. વૃષ્ટિ, કુદરત અને મનુષ્યકૃત અણધાર્યો અણબના પેદા કરે છે. જ્યારે મંગળ ૭માં ભાવમાંથી પસાર થાય છે, ત્યારે તે રાષ્ટ્રના પરદેશ રાજનીતિ વ્યાપારનીતિ બહુજ વિધાતક કક્ષાએ પહોંચે છે અને તેને લાભ પરરાષ્ટ્ર કે પડોશી રાષ્ટ્ર લઈને સરહદ પર ચઢાઈ કરે છે, અગર જાસુસીની જાળ બીછાવી બળ જગાવે છે. તેવા રાષ્ટ્રમાં સ્ત્રી વર્ગમાં ઉચ્ચ ખ્યાલ વધુ અનુભવાય છે, લગ્ન વિચ્છેદના બના, મનસ્વી લો, આંતરવણું અને આંતર રાષ્ટ્રીય લગ્ન વધુ થાય છે, જ્યારે મંગળ દશમાં ભાવમાંથી પસાર થાય છે. ત્યારે રાષ્ટ્રમાં પ્રમુખનું શાસને અગર લશ્કરી શાસન બહુધા અસ્તિત્વમાં આવે છે. ખૂબ હાલાકી ભોગવવી પડે. પ્રજાને પ્રજા ગણતંત્રને છાજલી પર ચઢાવી દેવામાં . આવે છે. અને એક હથ્થુ ડીકટેટરશીપ વાળું રાજશાસનું અસ્તિત્વમાં આવે છે. ભારત વર્ષ માટે આવી પરિસ્થિતિ સર્જાય તે અમને ભય, આ વરસમાં મંગળનું મિથુન રાશિમાં ભ્રમણ લાંબા સમયનું થવાથી ભાસે છે. આ લેખે તો જુન’ ૬૦ માં લખાય છે. ત્યારે ભારત રાષ્ટ્રમાં કેઈ અવનવું બનવાની શકયતા જણાતી નથી. અમને રાજકારણ સાથે અગર પ્રથમ કક્ષાના રાજપુરૂષોની કોઈ માહીતિ પુરી પાડતા નથી. અમારી નીતિ ફકત ગ્રહની આકાશસ્થ ગંતના આધારે નિષ્પક્ષપાત એને સલાહ સુચના પુરી પાડવાની છે. અમે પણ મનુષ્ય હોઈ ભૂલને પાત્ર છીએ. ફકત વિદ્યા, હુન્નર, કળા, વિજ્ઞાનના ક્ષેત્રમાં બારીક સંશોધન, અભ્યાસ કરવાની ટેવ અને અનુભવના આધારે અમે આગળ વધીએ છીએ દાક્તરે, વકીલે, ન્યાયાધીશે પણ માનવો હોઈ ભૂલને પાત્ર છે. તેમની ભૂલને કઈ યાદ કરીને પ્રજાની સમક્ષ કઈ લાવતું નથી, કે તે અંગેનો તિરસ્કાર કરવા માટે કોઈ પ્રયત્યન નથી કરતું જ્યારે જ્યોતિષ

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122