Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 85
________________ સંવત ૨૦૧૭ ના વર્ષાધિપતિએનું ફરી લેખકઃ કૃષ્ણપ્રસાદ હરગોવિંદ ભગુશાસ્ત્રી દૈવજ્ઞ માત વર્ષને રાજા-વર્ષે શુક્ર છે અને મંત્રીશ્વર ગુરૂ છે. તે જોતાં વર્ષ બધી રીતે સુખશાંતિદાયક આબાદી વધારનારૂં અનિષ્ઠાને દૂર કરનારૂં. ધન ધાન્યથી વૃદ્ધિ કરનારૂ. ફળ-ફૂલ અને વૃક્ષારોપણનું રક્ષણ કરનારૂં. શત્રુ પક્ષના હુમલાઓ અને જે હુકમી સામે પડકાર કરી. અસરકારક પગલાં દ્વારા ગૌરવ વધારનારૂં નીવડશે. વૃક્ષ ઉપરનાં ફળ રસથી ભરપૂર અને કાળ સારે ઉતરશે. અબા ઉપર મેર સારો આવશે. તેમજ મનમાન્યા મેઘ વરસશે. મંત્રીશ્વર–ગુરૂ હોવાથી રાજકારણમાં ઘુસી ગયેલી લાંચ-રૂશ્વત અને તુમારશાહી સામે સારા સલાહકારની મંત્રણાઓથી તેમજ સુયોગ્ય માર્ગદર્શન મળવાથી વણુસેલી હાલત ઘણા અંશે સુધરશે. અને અસતેલની જગ્યાએ સંતોષકારક શુભ પરિણામ આવશે. ચાલુ તંત્ર સામે અાંગળી ચીંધનાર પક્ષની વધતી જતી પ્રગતિ કર્તવ્ય માર્ગનું ભાન કરાવશે. વેપારીવર્ગમાં સારી અને સંગ્રહખેરી બેફામ વધી ગયેલી છે. તેમને કુદરતી ફટકાઓ પડતાં ન્યાય નીતિને માર્ગ સૂઝશે, અન્યાય અને અધ પ્રચાર સામે સમાજ સેવકનું જુથ ઝુંબેશ ઉપાડશે. તેનાથી ધીમે ધીમે પરિસ્થિતિ કાબુમાં આવશે. પ્રજાપક્ષની જરૂરીયાતો પુરી પાડવામાં આવશે. કલ્યાણ ટકાની વાર્યવાહી વધતી જશે. વસ્તુનું મૂલ્ય ધટશે. ઉચે ચલા ખા સારા પ્રમાણમાં નીચે આવશે. ગ્રામઉદ્યોગને સંરક્ષણ મળશે. ખાધ પ્રદાર્થો નિર્ભેળ પ્રાપ્ત થાય તેવાં કેન્દ્રો ખેલાશે. ગામે ગામ કોઓપરેટીવ બેન્ક દ્વારા આમજનતાની મુસીબતે દૂર થશે. ધાન્વેશ—ગુરૂ છે. કાળા બજારમાં ચાલ્યું જતું ધાન્ય અને સંગ્રહ કરી રાખેલું અન્ન બહાર કાઢવામાં આવશે. ધાન્યની હેરફેર માટે સારી છુટછાટ મુકવામાં આવશે. અછત વાળા પ્રદેશોને સગવડ મળશે. ટ્રાન્સપોર્ટનાં સાધને વધુશે. મુસાફરી માટેની સગવડ વધશે. બધું બટશે પણ રેલવેનાં ગુર ટશે નહિ.. નીરસેશ-શુક્ર છે. તેથી સફેદ વસ્તુઓના ભાવમાં સારી તેના ઉછાળા આવે, વસ્તુઓ પ્રાપ્ત કરવી દુર્લભ થઈ પડે. દુધ-ઘીની તંગી વધતી જશે. સફેદ જાનવરોની એકદમાં વૃદ્ધિ કરવા માટે સરકારને ચોગ્ય પગલાં લેવાં પડશે. મેતી, કાપડ, કાગળ, કાચ, હીરાના ભાવ વધશે. મીઠાના ભાવ [ ૮૧ વધી જશે. નવેમ્બર, ડીસેમ્બર, માર્ચ, ગેઝીલ અને જુલાઈ, ઓગસ્ટમાં ભાવ તેજ રહેશે, ખરીદી માટે ધસારો ચાલુ રહેશે. ફલેશ-મંગળ હોવાથી પરવાળાં, સીંગદાણા, દ્વિદળ, લાલ રંગની વરતુઓ મશીનરી અને મંત્રશાળાઓને ઉપગ વધી પડશે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ભૂમિમાંથી કીમતી ખનીજ દ્રવ્ય મળી આવતાં સમગ્ર દેશનું ભાવિ ઉજવળ બની જશે. ભૂમિ રસાળ થશે. અને ઉદ્યોગીક માર્ગો દ્વારા જોડાણ થઈ જશે. મેશ બુધ છે. તેથી સારી વૃષ્ટિ થશે. દરેક રૂતુઓમાં પાક સારી રીતે ભણી શકાશે. કવિઓ, લેખકે, ચિત્રકાર, કલાધર, નામુ લખનારાઓ, ઓડીટર, ઈન્કમટેક્ષનું કામ કરનારાઓ અને ગણિતશાસ્ત્રીઓ, સરકારી કર્મચારીઓ સારા પ્રમાણમાં સુખી થશે. આર્થિક રીતે સદ્ધર થશે. ભાવ હતર. કલ્યાણું છું અને વિજય રૂની જાતમાં ઘણો સુધારો થશે. તેની સાથે વાગડ, અંકલેશ્વર અને સુરતી રૂના ભાવ નીચા જો. સસ્પેશ-સૂર્ય છે. તેથી માલના સંગ્રહ કરનારને પશ્ચાતાપ થશે. સરકારનાં નિયમને વધતાં જશે. સહકારી સેસાઈએ જનતાની સારી સેવા બજાવશે. દુર્ગેશ-બુધ છે. લડાયક સંજોગોને વિલંબિત કરી સમાધાનના પ્રયત્ન કરવામાં આવશે. જે કામ બળથી નહિ થઈ શકે તે અગમચેતી બુદ્ધિથી પાર પડશે. બુદ્ધિમાન સેનાપતિની કાર્યદક્ષતાથી ઉપરના હુમલાઓને રોકવામાં આવશે. સીમા પ્રદેશોનું રક્ષણ થશે. સંરક્ષણ પ્રધાનની ફેરબદલીની સંભાવના છે. - અનેરા-મંગળ હોવાથી ભૂમીગત કીંમતી દ્રવ્ય ઉભરાઈને બહાર આવશે. તેનાથી દેશની સમૃદ્ધિ અને વાર્ષિક આવકમાં અનેકગણો વધારો થશે. ભૂસ્તરશાસ્ત્રીઓના પ્રયાસો સફળ નીવડશે. દેવામાં લાલ વસ્તુ, દ્વિદળ અને તૈલી પદાર્થોને વિકાસ વેપાર વધી જશે. ઠેર ઠેર ઓઈલ મીલે થશે, ખેત શક્તિશાળી બનશે, અને વાયદાના બજારો પણ હાજરની બીમારીમાં કામ કરતા થઈ જશે. ધોગીક ક્ષેત્રો (મથકે) વધી પડશે. ઉદ્યમી અને પુરૂષાથી વગતે અભ્યદય થશે, નાણાંપ્રધાનને બેવડી જવાબદારી સોંપવામાં આવશે. અને તે બન્ને કાર્યો સારી રીતે દીપી આવશે. રસેશ-મંગળ છે. તેથી લાલ વસ્તુ, કસ્તુરી, કપૂર, કરીયાણું વગેરેના ગયા વરસમાં ચઢી ગયેલા ભાવ આ વરસે ૫ણું ઘટે તેવા સંભવ જણાતે નથી. હીંગ, ગુંદર, ગુગળ, કા વરમાં સારો ભાવ વધશે.

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122