Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 71
________________ તેને નફો અગર નુકશાન રહે બુધ ભારતવર્ષની રાશિ કન્યાને માલીક છે, તેથી તેની ચાલ, બમણું, ઉદય, અસ્તના પ્રકારે ભારતના વ્યાપાર, ધંધારોજગાર, હાજર અને વાયદા બજારે, નાણાં બજારમાં ઝડપી અને અસ્થાયી વધઘટ લાવે છે. બુધની ગણુના શુંભ અગર અશુભ પ્રહ તરીકે ગણવામાં મુખ્ય આધાર તેના ઉપર કયા પ્રહની દ્રષ્ટિ છે અને તે કોની સાથે રાશિ ગમાં છે, તેના ઉપર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વળી બુધ ગ્રહ સૂર્યથી ૨૨૮ અંશથી વધુ દૂર જઈ શકતા નથી. તેથી કરીને પ્રતિ વર્ષ જ્યારે સૂર્યથી અલગ રાશિમાં થોડો પણ સમય રહેત્ર હોય, ત્યારે તેના ઉપર કઈ પાપ ગ્રહની દષ્ટિ ન હોય, શુભ પ્રહ યુક્ત હોય, અગર શુભ ગ્રહની તેના ઉપર દ્રષ્ટિ હોય, તેટલા ટુંકા ગાળામાં ઝડપી નરમાઈ આવી જાય છે. આવા ગાળામાં ધ્યાનપૂર્વક કામ કરી જાણુનાર હાજર અને વાયદા બજારમાં સારે લાભ ઉઠાવી જાય છે, વાયદા બજારમાં કામ કરનાર મંદીને વ્યાપાર કરીને અને હાજર માલને વ્યાપારી અને તેને બંધ ગોઠવનાર આ સમયમાં આવનાર મંદીમાં નીચા મથાળે ખરીદી કરવાથી આગળ સારો લાભ ઉઠાવી શકે છે. આ વર્ષે રૂતુમાં બુધ સ્વગૃહી અને સ્વતંત્ર હોય છે, ત્યારે સારામાં સારી વૃદ્ધિ થાય છે, અને બજારની ચાલ ખાસ કરીને અનાદિક બજારોમાં નરમાઈ રહે છે. બુધ જે વર્ષમાં ફલેશ બને છે, તે વરસમાં વરસાદ સમયાનુકુળ થાય છે. ધાસ ચાર શાક ભાજી ફળ કુલાદિની નિપજ સારી રહે છે. શિયાળુ અને ઉનાળુ શાકભાજી, પાલા, ફળાદિ સારા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. અને તેના બજારો નરમાઈ પ્રધાન રહેલ છે. જે ભાષામાં પાંચ બુધવાર અને અને બુધ પિતાની રાશિમાંથી સ્વતંત્ર પ્રહ થઈને પસાર થતો હોય તે માસમાં અધિકતર નરમાઈનું વાતારવણ તે ઋતુના પાકનું રહે છે. શાસક અને શાસીત વર્ગ વચ્ચે સુમેળ રહે છે. સમાજમાં ટંટા બખેડા ઓછા પ્રમાણમાં થાય છે. તેફન, હડતાળ, સત્યાગ્રહનાં દર્શન થતાં નથી બુધ જે વરસમાં સંરક્ષણાધિપ બને છે, તે વરસમાં, સમાજમાં સ્વછંદ વધે છે. મુસાફરી કરનાર વર્ગ વધે છે. યાત્રીઓ પરદેશથી આવે જાય છે. દેશાંતર વિભાગમાં યાત્રાળુઓની સ્પેશીઅલ અને આનંદ યાત્રાની સ્પેશીઅલ ગોઠવાય છે. આ ગ્રહનાં અધિકાર તળે લશ્કર જેવું અત્યંત મહત્વનું ખાતું આવવાથી, તેની વ્યવસ્થા અને નીતિવત્તામાં આછકલાઈ અને ઉષ્ણુપ આવે છે, અવિચારો પસંદગીઓ દ્વારા ઉચ્ચ પદવી અને જગાઓ ભરવામાં આવવાને કારણે તેમાં શિસ્તની ખામી રહે છે. પશ્ચિમ અને દક્ષિણ દિશાના ભૂભાગોમાં વિશેષ કરીને ઉપરની બાબતે બનવા પામે. વળી ઉત્તર પશ્ચિમ પ્રાથના ભૂભાગે, નેપાલ, ભૂતાન, સીકકીમ વિગેરે હિમાલયની તળેટીના ભૂભાગેમાં પણ આવી અસર જન્થાશે. આખા ખગોળને નૈસર્ગિક પિતા “પાલક” એધિષ્ટાતા. જે કહે છે, સવિતા નારાયણ છે. પણ જોતિષ શાસ્ત્રીના નિયમ મુજબની ચુંટણીની વ્યવસ્થામાં શા. શ. ૧૮૮૪ માં સૂર્યના અધિકાર તળે, ખરીફ પાક માસ પાક “ અત્રધાન્ય” અને ધાતુઓ આવે છે. જે વર્ષમાં સૂર્ય અગ્રધાનાધિપ પદ્ધ પ્રાપ્ત કરે છે, તે વર્ષમાં ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, સીંધ, અફઘાનીસ્તાન, અરબસ્તાન, ઈરાન, તુરતાન, સીરીયા, ઈરાક વિગેરે યવન રાજ્યોમાં સુવૃષ્ટિ થવાથી ચોમાસુ પાક સારો નિપજે છે. છતાં પણ તેમને પાક, ચેર, બદમાશ, જીવ જંતુ તીડાના આક્રમણ દ્વારા નાશ પામે છે. ખેતરોમાંથી પાક ચેરાઈ જાય છે, સાલા સળગાવવાના બનાવે, જરા ચીઠીઓ બધવાના બનાવે વૃદ્ધિ પામે છે, આંબલી, કાઠી, બીલીપત્ર, બાવળ, વડ, રાયણ, લીંબડ, એવાં મેટાં વૃક્ષને પાક વધારે થાય છે. જ્યારે નાનાં વૃક્ષો, નારંગી, લીંબુડી, કામી આંબા, જામફળ, દાડમ, જમરૂખને પાક ઓછો ઉતરે છે. ધાતુઓ સૂર્યના અધિકાર તળ આવવાથી રત્ન, જવાહીરાત, માણેક, પન્ના, સુખડ, તાંબા, સોનું, પિત્તળના ભાવમાં વૃદ્ધિ થાય છે. પાંચ રવિવાર વાળા મહીનામાં આવાં બજારની ચાલ તેજી પ્રધાન રહે છે. સેમવારને સ્વામી ચંદ્ર છે, ચંદ્રના અધિકાર તળે આ વરસ માટે રસપદાર્થ ભાવે છે, તેથી કરીને કર્ણાટક, મહારાષ્ટ્ર, માલવા, પ્રાંતમાં અતર જાતિય લગ્ન બાદ થાય. સમાજમાં અષ્ટાચાર વધે, સદાચારને આંક તુટતો જાય. વ્યસન, નાટક, સીનેમાને શોખ વૃદ્ધિ પામે છે. જેમાસામાં વૃષ્ટિ સુયોગ્ય થાય છે. ગોળ, ખાંડ, માંગર, તેલીબીયાં, જુવાર, ની ઉત્પત્તિ સારી થાય છે. ધાસચારાની અને પાણીની સારી છુટ રહે છે. દક્ષિણ અને પશ્ચિમ દિશામાં આવેલ પ્રદેશને ૫શુ આજ કથન બહુધા લાગુ પડશે.

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122