Book Title: Mahakshatrap Raja Rudradama Author(s): Vijayendrasuri Publisher: Yashovijay Jain Granthmala View full book textPage 4
________________ પ્રસ્તાવના. આપણો ભૂતકાળ એટલે બધે અંધકારભર્યો છે કે પહેલાં શું હતું અને કેવું હતું એ વાસ્તવિક રીતે જાણવું ઘણું અઘરું છે. અત્યારના ઇતિહાસને ઘણો ખરો ભાગ ઘટનાઓ ઉપર અનુમાનેને આધારે અંકાયેલો છે. બીજો ઉપાય પણ નથી. છતાં એ અનુમાનની દોરીએ દોરીએ વિદ્વાનોએ ઘણો ખરો ઈતિહાસ શોધી કાઢયો છે. શક કે ભારત વર્ષમાં લગભગ ૨૩૦૦ વર્ષથી-સમ્રા ચંદ્રગુપ્તના વખતથી પ્રવેશ કરી ચૂક્યા છે અને સાત વર્ષ સુધી ભારતમાં રહ્યા છે. છતાં તેમને ખરો ઈતિહાસ જોઈએ તેવો વિશુદ્ધ રીતે મળતો નથી. તેમના રાજ્ય વિસ્તારની સીમા, તેમની પરાપૂર્વની પેઢી દર પેઢીની સિલસિલાવાર વિગતે હજી ઘણી અંધકારમાં છે. શકની જુદી જુદી શાખાઓ હતી. તેમાં પશ્ચિમી શકરાજાઓ જૈન તિર્ધર આચાર્ય ‘કાલસૂરિ સાથે ઈ. સ. પૂ. બીજી શતાબ્દીની શરૂઆતમાં સીસ્તાનમાંથી ભારતવર્ષમાં આવ્યા. કાલકાચાર્ય જૈનધર્મની રક્ષાને માટે તેમને અહીં લાવ્યા હતા. ૯૬ શકસાહીઓ પિતાની સેનાએ સાથે આચાર્ય કાળકરિના નેતૃત્વ નીચે ભારતમાં આવ્યા. એ આચાર્યના નેતૃત્વ નીચે શકસાહીઓએ પિતાના જીવનની રક્ષા કરી, આબાદી અભિવૃદ્ધિ કરી, રા મેળવ્યાં, સત્તા ને સંપત્તિ મેળવી. કાળકાચાયે જૈન સાધ્વીની લાજ લૂંટનાર ગર્દભી વિદ્યાને બળે અજેય ગણાતા અતિપતિ ગર્દભિલ રાજાને પરાજિત કરી માળવાનું આખું રાજ્ય શકેને અપાવ્યું. કાળકાચાય કેટલાક કાળ સુધી તેમની સાથે રહ્યા અને શકરાજાઓ તેમના ભક્ત બની પિતાના અનન્ય ઉપકારી તરીકે આચાર્યની પૂજા કરતા રહ્યા. તેમના ઉપર આચાર્ય કાળકસૂરિને અદભુત પ્રભાવ હતો, શકે તેમના ઉપર મંત્રમુગ્ધ હતા. શકો સાથે આચાર્ય કાળસૂરિને આટલો બધે નિકટને સંબંધ હતા છતાં ભારતીય ઇતિહાસમાં શકો અને આચાર્ય કાળસૂરિને સંબંધ યોગ્ય રીતે આલેખાયો નથી. સર્વ પ્રથમ યુરોપીયન વિદ્વાન પ્રો. જેકેબીએ અને ભારતીય વિદ્વાન શ્રીયત જયસ્વાલે શકના ઇતિહાસમાં કાળકાચાર્યને ઈશારો કર્યો, પરંતુ તે ઉપરાંત તેમની વધુ હકીકત બહુ પ્રકાશમાં આવી નહીં તેમાં અનેક કારણે છે. મોટે ભાગે આપણે જેને જવાબદાર છીએ. - પશ્ચિમી શક અથવા ક્ષત્રપ રાજાઓ બહુ લાંબા કાળ સુધી ગાદી ઉપર સ્થિર રહ્યા છે, લગભગ ૫૦૦ વર્ષ સુધી. ૪૦૦ વર્ષ સુધી તો કચ્છ-સૌરાષ્ટ્રની ગાદી નિરંતર તેમના હાથમાં રહી હતી. તે બધા ઝામોતિક–ભૂમકના વંશવારસો હતા. ઝામેતિક (સામેતિક ) માટે ઈતિહાસમાં બહુ મતભેદ છે. કેટલાકનું એમ માનવું છે કે “ભૂમક અને ઝામેતિક બને જુદા જુદા છે. ઝામેતિક ચષ્ટનનો પિતા છે. મહાક્ષત્રપ ભૂમક ક્ષત્રપ નહપાનને પિતા અથવા પૂર્વવર્તી છે. વિગેરે” (નહપાન અને ચટ્ટન સમકાલીન હતા. ) મહાક્ષત્રપ ભૂમક ક્ષત્રપ નહપાનનો પિતા હોય એવું બતાવવા એકે પ્રમાણ ઈતિહાસમાં નથી. એક સિક્કામાં નથી, શિલાલેખમાં નથી. ભૂમક નહપાનનો પિતા હોય એ મારી દષ્ટિએ યુક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 96