Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 3
________________ નિવેદન. પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ મહારાજનું આ પુસ્તક જનતાની સમક્ષ રજુ કરતાં અમને અતિ આનંદ થાય છે. આ પુસ્તકમાં તેમણે ઈતિહાસના ઉંડા અવગાહનથી એક નવી બાબત-નવું સત્ય રજૂ કર્યું છે. જૈન ઇતિહાસ ને જેનોના પૂર્વાચાર્ય કાળકાચાર્ય સંબંધી નવો પ્રકાશ ફેંકયો છે, જે આજસુધી જગતના વિદ્વાનોએ સ્પષ્ટ રીતે બતાવ્યું ન હતું. સંભવ છે કે કોઈના ખ્યાલ ઉપર એ વસ્તુ આવી નહી હોય. જૈન સમાજમાંથી પણ તેના ઉપર ખાસ અન્વેષણ કર્યું હોય એવું અમારા ખ્યાલમાં નથી. શક રાજાઓને કાળકાચાર્ય અને જૈન ધર્મ સાથે નિકટને સંબંધ ઈતિહાસની હકીકતે ને ઘટનાઓ પૂર્વક જે રીતે આચાર્ય મહારાજશ્રીએ રજુ કરી છે તે અપૂર્વ છે. અમને લાગે છે કે જેમાં અને ઈતિહાસના વિદ્વાનોમાં આ પુસ્તક નવું આદેલન ઉત્પન્ન કરશે, અને જૈન સમાજ આ પુસ્તક માટે તેમને ઋણી બનશે. બીજી પણ કેટલીક હકીકતો મહાક્ષત્રપ નહપાન, મહાક્ષત્રપ ભૂમક, શક રાજાઓનો માર્ગ વિગેરે સંબંધી પણ વિદ્વાનોને મનન કરવા લાયક મંતવ્યો, સિદ્ધાંતે તેમાં રજુ કર્યા છે. આ પુસ્તક વિદ્વાનોમાં જરૂર આદરપાત્ર બનશે. બીજી આનંદની વાત એ છે કે તેમના આગલા પુસ્તકના પ્રકાશન વખતે ભગવાન મહાવીરના જીવન, વિહાર, સાંસારિક કૌટુંબિક પરિવાર સંબંધી અમે જે માગણી આચાર્ય મહારાજ સમક્ષ મુકી હતી તેને સ્વીકાર કરી “ભગવાન મહાવીરના કૌટુંબિક પરિવાર ” સંબંધી પુસ્તક લખવાનું તેઓશ્રીએ મંજુર કર્યું છે. અમારી માન્યતા પ્રમાણે એ પુસ્તકથી જૈન ઇતિહાસમાં નો પ્રકાશ ફેલાશે. તે સાથે સાથે “સંપૂર્ણ જેન ઈતિહાસ” લખવાની તેમની ભાવનાએ નવી આકાંક્ષા, નવો રસ પેદા કર્યો છે. અમે આશા રાખીએ છીએ અને શાસન દેવને પ્રાર્થના કરીએ છીએ કે તેમને જેન ઇતિહાસ લખવાના સર્વ અભીષ્ટ સંયોગ પ્રાપ્ત થાય અને પુસ્તક વેલાસર પ્રકાશિત થાય એવી અંતરની લાગણી પૂર્વક વિરમીએ છીએ. ગ્રંથમાળા ઑફિસ. હેરી રોડ-ભાવનગર. કાર્તિક ૧૯૯૪ પ્રકાશક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 96