Book Title: Maha Manav Mahavir Author(s): Nyayavijay Publisher: Tapagaccha Jain Sangh View full book textPage 4
________________ આદ્ય ઉદ્ધાર હદયની વહેવા લાગેલી ઊર્મિમાંથી મહાવીરને સ્પર્શનારી આ સંસ્કૃત રચના પ્રસ્ફટિત થઈ. યદ્યપિ એ મહામાનવની આ જીવનગાથા અલ્પ છે, ૧૩૭ જેટલા અલ્પ &લેકમાં સીમિત છે, પણ આ એ મહાપુરુષના જીવન તથા ઉપદેશનાં કેટલાંક-થોડાંક સાર તો પર ઊડતી સ્મૃતિ હોઈ આ અલ્પતા પણ ઠીક છે. માનવતાને ઉચ્ચતમ વિકાસ સધાયા પૂર્વની એ પુરુષની જીવનસરણીનું આલેખન આમાં બહુ જ થોડું થવા પામ્યું છે, એ કરતાં એ પછીને જીવનવ્યાપાર કંઈક વધુ ઉલ્લેખાયો છે. જે બન્યું તે વાહ! સંક્ષેપરુચિવાળાઓને આ સંક્ષેપ ઠીક લાગે ખરે. કમમાં કમ, મારું ભાવભર્યું સ્મરણ મારે પિતાને અંગે તે સફલ જ છે. વન્દન હે વિશ્વમૈત્રી અને વિશ્વ શાતિના મહાન પ્રેરક, ભારતની મહાન વિભૂતિ એ વિશ્વવત્સલ મહાવીરને ! પહેલાં સંસ્કૃતàકરચના ઉદ્ભવી, પછી એની સાથે ગુજરાતી જોડ્યું, અને પછી, અંગ્રેજીમાં પણ એને ઉતારવાની ચપલતા પેદા થઈ આવતાં એને પણ પૂરી કરી લીધી. આ રીતને મારે આ બાલસ્વાધ્યાય આત્મસ્થાનમાં પ્રેરક બને ! –ન્યાયવિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 86