Book Title: Madhumakshika Author(s): Motilal Mansukhram Shah Publisher: Motilal Mansukhram Shah View full book textPage 7
________________ ( ૨ ) ઉપર આખા મંડળની ચડતી પડતીનો આધાર છે. પણ નવાઈ એ છે કે એ વિષય ઉપર લખનારા પૈકી ઘણાખરા તો ઉચી કેળવણી અને મોટી નીતિ વિષેજ બોલવામાં ઉતરી પડે છે. પ્રાથમિક પગથી તો તેઓ વિસરીજ જાય છે. સ્ત્રીઓને જેની વધારે આવશ્યકતા છે તે ઉંચી કેળવણુંની નહિ એટલી સહેદથતા, ઘર કામનું જાણપણું અને મોટા મનની છે. પુરાના વિચારોમાં સ્ત્રી પ્રવેશ કરી શકે અને તેના આનંદ, શેક, તર્ક-વિતર્કમાં ભાગ લઈ શકે એટલા માટે અને ઘર-કામ વધારે હોંશઆરીથી કરી શકે તે માટે, સાહિત્ય વિગેરેના જ્ઞાનની જરૂર છે ખરી; પણ પ્રથમ તો તેમના તદ્દન જંગલી–તુચ્છ વિચારો દૂર કરવાના, તેમના માની લીધેલા ફુવા બહારની દુનિયા, અચાનક જેવાથી અંજાઈ ન જાય એવી યુક્તિથી બતાવવાના અને તે દુનિયાની વિશેષ શોધ કરવા પોતાની મેળેજ જીજ્ઞાસા થાય અને રસ્તે તેમને દરવાન, ઉપાય લેવાના છે. એટલું તે સવ કોઇ કબુલ કરશે જ કે હાલની કેળવણી કે સ્ત્રી-સુધારા ઉપર લખાયેલાં પુરતો પૈકી ઘણુંખરાં આ ફરજ અદા કરવામાં જોઈએ તેટલાં ફતેહમંદ નિવડ્યાં નથી. પ્રેમ-વિષયમાં કેટલાક એક બાજુએ અને કેટલાક બીજી બાજુએ ભૂલ કરે છે. પ્રેમ વિષે બોલવું, લખવું એ ઉપર કેટલાકને તિરસ્કાર હોય છે, ત્યારે કેટલાક પ્રેમ ચિતરવામાં હદ પાર જતા જણાય છે. પ્રેમની વ્યાખ્યા આપવાની આ જગા નથી; તે પણ એટલું તો છે જ કે, સ્વર્ગીય અને સ્વયંભૂ પ્રેમ તરફ બેદરકારી રાખનારને તે માટે સખત દંડ આપવોજ પડશે. મનને ખીલવનાર અને રંજન કરનાર એ દેવાંશી લાગણી આ લુખા, દૂષિત અને દુ:ખી જગતમાં અવશ્ય જરૂરની છે માણસની જીંદગી એક આડા બાળક જેવી છે; તેને ખાટી તેમજ સારી સ્થિતિમાં પણ જરા થાપ થાપડભાણ કરવાની જરૂર છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 162