________________
લોકતંત્ર : સમસ્યા પણ, સમાધાન પણ !
આપણા જગતની વિશેષતા એ છે કે, એમાં કોઈ પરિપૂર્ણ નથી. જો મનુષ્ય અને પદાર્થ બંને પરિપૂર્ણ હોય, તો આ બે શબ્દોનું અસ્તિત્વ જ ન રહેત ઃ ‘સમસ્યા અને સમાધાન.' આ બે શબ્દોની રચના એટલે જ થયેલી છે કે સૌ કોઈ અપૂર્ણ છે. પાણી તરસ છીપાવે છે, પરંતુ તેનાથી ભૂખ નથી મટતી. રોટલો ભૂખ મટાડી દે છે, પણ તેનાથી તરસ નથી છીપતી. બંને શક્તિઓ કોઈ એકમાં નથી જ. દરેક વ્યક્તિ એક-એક કામ કરે છે અને દરેક પદાર્થ પણ એક એક જ. તેથી જ સાપેક્ષ છે આપણું જીવન અને સાપેક્ષ છે આપણી વ્યવસ્થા. જો શાસક બધું જ કરી નાંખે તો શાસિતના હોવાની જરૂર રહેતી નથી. જો વ્યક્તિ એકલી જ હોય તો કોઈ સમસ્યા જ ન રહેત અને તેથી સમાધાનની જરૂર પણ ન રહેત. છતાંયે એકલો માનવી પણ પ્રશ્નોથી મુક્ત તો નથી જ. એકલા હોવામાં પણ સુખ ક્યાં છે ? જ્યાં સુધી વ્યક્તિ અહમિન્દ્ર બનીને ઉત્કૃષ્ટ સુખની ભૂમિકામાં નથી પહોંચી જતી, ત્યાં સુધી એકલા રહેવું પણ ભયંક૨તા બની જાય છે.
બે કેન્દ્ર
સમાચારપત્રમાં વાંચ્યું, વૈજ્ઞાનિકોએ મસ્તક-મગજનાં બે કેન્દ્રોને શોધી કાઢ્યાં છે, એક કેન્દ્ર છે સુખનું, બીજું છે દુઃખનું. જૈન દર્શનની ભાષામાં કહી શકાય કે એક કેન્દ્ર છે ઃ સાતવેદનીયતાનું અને બીજું છે ઃ અસાતવેદનીયતાનું. કેટલાક વાંદરાઓને બે વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા. એક વિભાગના વાંદરાઓને ઈલેક્ટ્રોડ, સુખના કેન્દ્ર ૫૨ લગાડતાં શીખવાડાયું. તેનાથી તેમને એટલું સુખ મળવા લાગ્યું કે, તેઓ ખાવાપીવાનું ભૂલીને વારંવાર ઈલેક્ટ્રોડ લગાવીને આનંદમગ્ન થઈ જતા. બીજા વિભાગના વાંદરાઓને દુઃખ-વ્યથા કેન્દ્ર ઉપર ઈલેક્ટ્રોડ લગાડાવ્યાં. તે વાંદરા દુઃખી દુઃખી થઈ ગયા. અહીં-તહીં ભટકવાની ચેષ્ટા કરવા લાગ્યા. આમ બંને કેન્દ્રો મળી રહ્યાં. કલ્પના કરો, માનવી એકલો બેઠો હોય અને તેનું ધ્યાન વ્યથાકેન્દ્ર ૫૨ કેન્દ્રિત થઈ જાય તો તે દુઃખથી ભરપૂર થઈ
લોકતંત્ર ઃ નવી વ્યક્તિ, નવો સમાજ – ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org