________________
વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સંવિભાગ (સમાન વહેંચણી) ત્રણ વાતો સમાજ માટે જરૂરી માનવામાં આવી છે : (૧) ઉત્પાદનની ક્ષમતા (૨) ઉત્પાદિત સંપત્તિની સમાન વહેંચણી (૩) વ્યક્તિ સ્વાતંત્ર્ય.
સમસ્યા એ છે કે, જ્યાં વ્યક્તિ સ્વાતંત્ર્ય હોય છે, ત્યાં સમાન વહેંચણી શક્ય નથી બનતી. જ્યાં સમાન વહેંચણી છે, ત્યાં વ્યક્તિસ્વાતંત્ર્ય નથી. આ સ્થિતિનું નિરાકરણ શું ? આ એક જટિલ સમસ્યા છે કે, વ્યક્તિ સ્વતંત્ર પણ રહે અને પ્રશ્નો પણ ઊભા ન થાય. એનું નિરાકરણ છે કે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને અહિંસાનો યોગ. આ બંને એકસાથે નહિ દેખાય ત્યાં સુધી આ સમસ્યાનું સમાધાન શક્ય નથી. વિભાજન સૌથી ખરાબ પાસું છે, તેનું સમાધાન શક્ય નથી. વ્યક્તિ અને સમાજ સાપેક્ષ છે. કેટલીક સીમા વ્યક્તિની પોતાની હોય છે, કેટલીક સીમા સમાજ સાથે જોડાયેલી રહે છે. સમાજ-સાપેક્ષ વ્યક્તિગત સીમાને જાણવી પણ આવશ્યક છે. કેટલાંક યથાર્થ સત્યો વ્યક્તિ સાથે જોડાયેલાં છે જેમકે માનવી ખોરાક ખાય છે, તે ખોરાકને પચાવે છે, તે તેની વૈયક્તિકતા છે, પરંતુ વાવણીથી માંડી રોટલો પકવવાની જે પ્રક્રિયા છે, તે બધી જ સામાજ-સાપેક્ષ છે. એક વ્યક્તિ ખેતી કરે છે, એક વ્યક્તિ અનાજનો વિનિમય કરે છે, એક વ્યક્તિ અનાજને દળે છે, એક વ્યક્તિ રોટલો શેકે છે, એક વ્યક્તિ રોટલો ખાય છે.
ઉપાદાન (ઉત્પત્તિનું કારણ) છેઃ વ્યક્તિ
કારણોનો સંબંધ સમાજ સાથે હોય છે, ઉપાદાનનો સંબંધ વ્યક્તિ સાથે હોય છે. સમાજમાં હિંસાનાં કારણો અનેક હોય છે. પરંતુ હિંસાનું ઉપાદાન સમાજ નથી. તેનું ઉપાદાન છે વ્યક્તિ, સમાજસાપેક્ષ વ્યક્તિનું જીવન. જો સમાજ પ્રત્યે હૃદયપરિવર્તન ના થાય તો અહિંસાની વાત શક્ય નથી બનતી. વ્યક્તિ જો કેવળ પોતાનું જ હિત કરે અને અન્યનું અહિત કરે તો તે વ્યક્તિ પોતાનું સાચા અર્થમાં અહિત જ કરે છે, કેમકે તે સમાજ સાથે જોડાયેલી છે, સાપેક્ષ છે. આ સૂત્ર હોવું જોઈએ : સમાજહિત એ મારું હિત અને સમાજકલ્યાણ એ મારું કલ્યાણ. આવું જો ગોઠવાય, જો વાતને વ્યક્તિ સમજે, તો હિંસાની વૃદ્ધિનો કોઈ પ્રસંગ રહેતો નથી.
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org