________________
હૃદય-પરિવર્તનની પ્રક્રિયા
અહિંસાનો અર્થ છે : હૃદયપરિવર્તન. વ્યક્તિ સ્વાતંત્ર્યનો અર્થ છે હૃદયપરિવર્તન. હૃદય-પરિવર્તન વિના વ્યક્તિ-સ્વાતંત્ર્યને વ્યાખ્યાબદ્ધ ના કરી શકાય અને અહિંસાને પણ બરોબર ન સમજી શકાય.
ખોટી - અવધારણા
પ્રશ્ન એ છે કે, હૃદય-પરિવર્તન થાય કઈ રીતે ? હૃદય-પરિવર્તનનું પ્રથમ સૂત્ર છે : દષ્ટિકોણનું પરિવર્તન. દરેક વ્યક્તિનો દૃષ્ટિકોણ જ ખોટો રચાયેલો છે. ખોટી ધારણાઓએ રૂઢિ-રિવાજનું સ્વરૂપ-ધારણ કરી લીધું છે. એમ માની લેવાયું કે, મનુષ્યથી શ્રેષ્ઠ પ્રાણી કોઈ જ નથી, પરંતુ તે જે દષ્ટિકોણથી કહેવાયું. તે દૃષ્ટિકોણથી તેને ગ્રહણ કરવામાં નથી આવ્યું. વિકાસની દષ્ટિએ કહી શકાય, પ્રાણીજગતમાં મનુષ્ય શ્રેષ્ઠ પ્રાણી છે. એનો ઉપયોગ આ રીતે કરવામાં આવ્યો કે “મનુષ્ય સૃષ્ટિનો સ્વામી છે.” જેટલા પદાર્થો છે આ પૃથ્વી ઉપર, તે બધા મનુષ્ય માટે જ છે. કેમ કે તે સર્વશ્રેષ્ઠ છે. મનુષ્ય ભોક્તા છે, બાકી બધું ભોગ્ય છે, આ દૃષ્ટિકોણે જ પવિરણને પ્રદૂષિત કરી દીધું છે નિયંતા, કત અને ભોક્તા ત્રણેય માનવી જ બની બેઠો. તેનો પદાર્થ તેમજ પ્રાણીજગત માટેનો દૃષ્ટિકોણ જ ખોટો થઈ ગયો. જેટલાં પ્રાણી છે તે બધાં પર મનુષ્યનો અધિકાર છે. તે બધાં પ્રાણીઓનું શોષણ કરી શકે છે, તેમનું આરોપણ અને આહાર કરી શકે છે. પ્રસાધન માટે જીવિત પ્રાણીઓનાં અવયવો, ચામડાં વગેરેનો ઉપયોગ કરી શકે છે. તમામ ક્રૂરતાઓના મૂળ સ્રોતની એક જ માન્યતા છે, “મનુષ્ય શ્રેષ્ઠ પ્રાણી છે.” આ પ્રકારની માન્યતાએ માનવીને ક્રૂર અને હત્યારો બનાવી દીધો છે.
પ્રદૂષણની જવાબદારી
માનવી પોતાના શોખને ખાતર, મનોરંજન માટે મરઘાં, સસલાં, આખલા, રીંછ વગેરેને લડાવે છે. પ્રસાધનો માટે નાના-મોટા કેટલાયે જીવોની હત્યા થાય છે. પ્રાણીજગત માટે માનવીનો દૃષ્ટિકોણ સાવ ખોટો છે. તેથી પ્રાણીઓની કેટલીયે જાતિઓ અને પેટા-જાતિઓ નષ્ટ થતી જાય
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org