Book Title: Loktantra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 170
________________ ધર્મ અને આજનું યુવામાનસ એક યુવાનને પૂછ્યું, ધર્મની આરાધના કરો છો ? જવાબ મળ્યો, હું એને આવશ્યક નથી માનતો. બીજા યુવાનને પણ એ જ પ્રશ્ન પૂછ્યો. જવાબ મળ્યો, મને એમાં અચિ નથી. ત્રીજા યુવાનને પણ એ જ પ્રશ્ન પૂછયો. જવાબ મળ્યો, હું ધર્મને આવશ્યક માનું છું. મારી તેમાં સ્ત્રી પણ છે, પણ શું કરું? બહુ વ્યસ્ત છું. ધર્મની આરાધના માટે સમય જ નથી ફાળવી શકાતો. ત્રિપદી અનાસ્થા, અસ્ત્રચિ અને વ્યસ્તતા - આ ત્રણે સમસ્યાઓમાં અટવાયેલું છે આજનું યુવામાનસ. ત્રીજી સમસ્યા જટિલ નથી. પ્રથમ બે જટિલ છે. સમયના આયોજનનું સૂત્ર હાથ લાગી જાય, તો વ્યસ્તતાની સમસ્યાનું સમાધાન થઈ શકે છે. મેં એક યુવકને પૂછ્યું, તમારી પાસે શરીર અને મન- આ બે પ્રાણ તત્ત્વો છે. શરીર બહુ સબળ છે અને મન બહુ દુર્બળ છે. શું આ સ્થિતિ ઇચ્છનીય છે? યુવકે કહ્યું, ક્યારેય નહિ, જો મન દુર્બળ હશે, તો શરીર કોઈ મોટું કામ નહિ કરી શકે. મેં વાત આગળ વધારતાં પૂછ્યું, કોઈ વ્યક્તિનું શરીર દુર્બળ હશે અને મન સબળ તથા પ્રબળ હશે, તેવી સ્થિતિમાં શું થશે? યુવકે જવાબ આપ્યો, જો મન પ્રબળ હશે, તો શરીરની દુર્બળતા એટલું કષ્ટ નહિ આપે, જેટલું કષ્ટ દુર્બળ મનવાળાને આપે છે. વધુ એક પ્રશ્ન મેં કર્યો, તમે શરીરને બળવાન રાખવામાં કેટલો સમય આપો છો અને મનને બળવાન રાખવામાં કેટલો સમય ફાળવો છો ? તે યુવાન બોલ્યો, શરીરની દેખભાળમાં કલાકો વીતાવીએ છીએ, લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ૧૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174