Book Title: Loktantra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 172
________________ જીવન ગતિશીલ છે. એમાં વિકાસની અનંત સંભાવનાઓ અને અસીમ ક્ષમતાઓ છે. તે કામના રૂપી જળથી ઉપર ઊઠીને ઊધ્વરોહણ કરી શકે છે. ઊધ્વરોહણના બે માર્ગ છે : ધર્મ અને મોક્ષ. એના દ્વારા જીવનનો વિકાસ થઈ શકે છે, ઉન્નયન થઈ શકે છે. સમગ્ર જીવનઃ ચાર વિભાગમાં સામાજિક પ્રાણીના જીવનની સમગ્રતાને ચાર વિભાગમાં વહેંચી શકાય છે : (૧) કામનાનું જીવન (૨) અર્થનું જીવન (૩) ધર્મનું જીવન (૪) મોક્ષનું જીવન આ ચારેય વિભાગોમાં જીવનાર માનવી સમગ્ર જીવનને જીવી રહેલ છે. તે માત્ર સામાજિક જ નથી, ધાર્મિક પણ છે. તે માત્ર ધાર્મિક જ નહીં, સામાજિક પણ છે. તેણે બંને ક્ષેત્રોમાં કામ કરવું પડે છે. તેના માટે ઇચ્છનીય છે : ધાર્મિક ચેતના સાથે સામાજિક ચેતનોનો વિકાસ. આ છે જીવનનો સંતુલિત વિકાસ. વૈદિક આચાર્યોએ કામ, અર્થ, ધર્મ અને મોક્ષની હદ નક્કી કરેલી છે. સમગ્રતાની દષ્ટિએ તે ખૂબ યોગ્ય છે. કામની એ હદ છે કે તે અર્થને અવરોધે નહિ. અર્થની સીમા છે કે તે કામને ના અવરોધે. અર્થ અને કામની હદ છે- તે ધર્મને અવરોધ ના કરે. ધર્મની સીમા છે કે અર્થ અને કામને બાધારૂપ ન બને. આ ત્રણેય પુરુષાર્થ પરસ્પર અબાધિત થઈને અડચણ ઊભી કરતા નથી. આ પુરુષાર્થચતુષ્ટયના વિષયમાં વૈદિક વ્યવહાર છે. સામાજિક પ્રાણી આ ચારેયની સાપેક્ષતાથી જ, સ્વસ્થ અને સંતુલિત જીવન જીવી શકે છે. સમસ્યા છે : અસંતુલિત જીવનશૈલી વર્તમાન જીવનશૈલી અસંતુલિત છે. તે કામ અને અર્થથી વધારે પ્રભાવિત છે. ધર્મ અને મોક્ષની ઉપેક્ષા થઈ રહી છે. એનું પરિણામ છે ? સ્વાર્થનું એકચક્રી સામ્રાજ્ય. યુગ છે સમાજવાદનો. સામાજિક ચેતના અને સહકારીતા વધારવાનો અવાજ બુલંદ બની રહ્યો છે. દીવા તળે અંધારું છે. વ્યક્તિગત સ્વાર્થ વધારે પોષાઈ રહ્યો છે. ધર્મની ચેતનાનો સંતુલિત વિકાસ થાત, તો સ્વાર્થ આટલો નિરંકુશ ન બનત. અર્થપ્રાધાન્યતા એટલી વધવા માંડી છે કે, વ્યક્તિ કરવા જેવાં અને ન કરવાનાં કામો વચ્ચેનો ભેદ ભૂલી રહી છે. માનવસંબંધોની મીઠાશ પણ ખટાશમાં પલટાઈ ગઈ છે. કરુણાનું ઝરણું સુકાઈ રહેલ છે. કૂરતાએ દરેક દિશામાં પોતાનો લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174