Book Title: Loktantra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 147
________________ મૂલ્યનો સંદર્ભ કેટલાંક મૂલ્યો એવાં હોય છે, જે સમાજમાટે જરૂરી છે, તેથી આચાર્ય ભિક્ષુનો આ દૃષ્ટિકોણ બહુ ઉપયોગી છે : જ્યાં સમાજ-વ્યવસ્થા ચલાવવાની વાત છે, ત્યાં ધર્મ અને નૈતિકતાને વચ્ચે ન લાવી શકાય.ત્યાં સામાજિક દૃષ્ટિએ જ વિચારવું જોઈએ. જ્યાં રાષ્ટ્રીય હિતની દૃષ્ટિએ વિચારવાનું જરૂરી છે, ત્યાં તે જ રીતે વિચારી શકાય. એક સંદર્ભ છે યુદ્ધનો, યુદ્ધ કરવું કે નહિ ? રાષ્ટ્રીય હિતની દૃષ્ટિએ યુદ્ધ કરવું જરૂરી છે. હવે જો એ અંગે ધાર્મિક દૃષ્ટિએ વિચારવામાં આવે તો, મૂર્ખતા ગણાશે. આવે પ્રસંગે બધી ભૂમિકાઓથી અલગ થઇને જ વિચારવું પડે. જો ધર્મના સિદ્ધાંતને લઈને બેસી જઈએ તો રાષ્ટ્રીય સમસ્યાનો ઉકેલ જ ન મળે. રાષ્ટ્રીય સ્તર પર ઊભા રહીને જ વિચરવાથી રાષ્ટ્રીય વિકાસની વાત શક્ય બની શકે. સામાજિક સંદર્ભમાં જ્યાં વિવાહ-લગ્ન વગેરે પ્રસંગ હોય ત્યાં આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારવામાં આવે તો, પ્રશ્ન ઉપસ્થિત થશે. અધ્યાત્મક તો કહેશે વ્યક્તિ એકલી આવી છે, એકલી જવાની છે. વિવાહ-લગ્નને શું કરવાં છે ? સમસ્યા છે મિશ્રણ સમસ્યાએ થઈ ગઈ કે આપણે મૂલ્યોનું મિશ્રણ કરી દીધું. મૂલ્યોનું મિશ્રણ ન થવું જોઈએ.જે ભૂમિકા ૫૨ જે મૂલ્ય હોય, તે મૂલ્ય તે જ ભૂમિકા ૫૨ ઉપયોગમાં લેવું જોઈએ. મૂલ્યોનું મિશ્રણ સમસ્યાને ગૂંચવી નાંખે છે. એક વ્યક્તિ કોઈ વિચારધારા લઈને સાહિત્ય રચે છે, બીજી વ્યક્તિ તેનો ઉપયોગ અન્ય વિચારધારાવાળી ભૂમિકા માટે કરી નાંખે છે, તો સમસ્યા ઊભી થાય છે. જ્યાં રાષ્ટ્રીય અને સામાજિક સમસ્યાનો પ્રશ્ન હોય, ત્યાં ધર્મને વચ્ચે લાવવો કેટલો ઉચિત છે ? આ બાબતમાં જૈન આચાર્યોનો દૃષ્ટિકોણ બિલકુલ સ્પષ્ટ-સાફ છે : લૌકિક અને લોકોત્તર - આ બે નિયમ છે.લોકોત્તર નિયમો લૌકિક નિયમોનું સમર્થન નથી કરતા, તેમાં અડચણ પણ ઊભી નથી કરતા. બંને નિયમો પોતપોતાનાં ક્ષેત્રોમાં કામ કરે છે. જૈનો માટે નિર્દેશ કરાયો કે જેટલા લૌકિક નિયમો છે, તે આપણા મૂળ ધર્મમાં બાધક ન બને તો તે બધા જ આપણને માન્ય છે. ધર્માન્વિત નૈતિકતા સામાજિક મૂલ્યો અલગ છે, રાષ્ટ્રીય મૂલ્યો અલગ છે અને બૌદ્ધિક મૂલ્યો અલગ છે. નૈતિક અને આધ્યાત્મિક મૂલ્ય અલગ-અલગ પણ છે અને એક પણ છે. આધ્યાત્મિક મૂલ્ય સ્વયં, વ્યક્તિ સુધી સીમિત બની રહે છે. જ્યાં અન્ય મૂલ્યોની વાત આવે છે, ત્યાં આધ્યાત્મિક મૂલ્યોને નૈતિક કહેવામાં આવે છે. હવે અણુવ્રતની જે નૈતિકતા છે, તે ન સામાજિક છે, ન લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ ૩ ૧૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174