Book Title: Loktantra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 158
________________ મહારાજ ! કેવી રીતે સમજણ પડશે ?” “ રાજન્ ! શ્રમ કરશો તો સમજાઈ જશે.” “મહારાજ ! આ કેવી રીતે શક્ય બને ?” રાજનું! ચારી-સંજીવની ન્યાય દ્વારા સમજાઈ જશે.” “આ ચારી-સંજીવની ન્યાય શું છે ?” રાજનું ! એક મહિલાને એવી ઔષધિ મળી, કે એ જે કોઈ વ્યક્તિને ખવડાવી દેવામાં આવે. તે પશુ બની જાય. એક બીજી ઔષધિ પણ મળી આવી, જે ખવડાવતાં પશુ પુનઃ મનુષ્ય બની જાય. મહિલાના મનમાં પ્રયોગ કરવાની ઇચ્છા થઈ. કોના પર એનો પ્રયોગ કરવો ? તેણીએ પોતાના પતિ પર જ આ દવાનો પ્રયોગ કર્યો. પતિ બળદ (પશુ) બની ગયો. સંજોગોવશાત્ મનુષ્ય બનાવનારી દવા ખોવાઈ ગઈ. હવે શું કરવું ? પણ એટલી ખબર હતી કે અમુક “વડના વૃક્ષ પાસે તે ઔષધ છે, જેને ખવડાવતાં જ ફરીથી મનુષ્ય બની જવાય છે. પરંતુ એ ખબર કેવી રીતે પડે કે અમુક ઔષધિ તે જ છે ? થોડોક સમય વિચારીને તેણીએ નક્કી કર્યું કે, દરેક ઔષધિ ચાખીને જ નક્કી કરવું કે કઈ ઔષધિ મનુષ્ય બનવા માટે છે. તેણીએ એક એક જડીબુટ્ટી કાપીને બળદને ખવડાવવાનું ચાલુ કર્યું. વારાફરતી પ્રયોગ કરતાં, તે જડીબુટ્ટી પણ આવી ગઈ છે, જેને ખાતાં જ બળદ પુનઃ મનુષ્ય બની ગયો, પુરુષ બની ગયો. મહિલાએ પૂરેપૂરો શ્રમ કર્યો, તેને પોતાનો પતિ મળી ગયો. જો તે આટલો શ્રમ ન કરતી, તો તેનો પતિ બળદ જ રહી જાત !' આચાર્યે કહ્યું, “ આ રીતે અનેક ધર્મોનું પરીક્ષણ કરતાં કરતાં તમને તે ધર્મ મળી જશે, જે સહુથી સારો છે.” જીવનશૈલીનું પ્રમુખ તત્ત્વ મનુષ્ય જે કંઈ સત્યો શોધ્યાં છે અને જેટલાં રહસ્યો આપણી સમક્ષ ખુલ્લાં થયાં છે, તે માનવીય શ્રમ અને પુરુષાર્થ દ્વારા જ શક્ય બન્યું છે. આરામ' અને નિરાશા' દ્વારા કોઈપણ સત્ય બહાર આવતું નથી. જરૂરી છે શ્રમનિષ્ઠા અને શ્રમનું અનુશીલન, પરંતુ ન જાણે, આપણા શરીરની રચના કેવી છે કે, માનવી શ્રમ ઓછો અને આરામ વધુ કરવાની ઇચ્છા રાખે છે. શ્રમ-નિષ્ઠાનો સિદ્ધાંત જીવનશૈલીનું મુખ્ય અંગ હોવું જોઈએ. જેણે પુરુષાર્થનો સિદ્ધાંત સ્વીકાર્યો છે, અને જે નિયતિવાદને એકાન્તિક રૂપે સ્વીકારે છે તેની જીવનશૈલી સ્વાવલમ્બી અને શ્રમપ્રધાન હોવી જોઈએ. દરેક વ્યક્તિના મગજમાં શ્રમ અને સ્વાવલંબનની છબી અંકિત થવી લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174