Book Title: Loktantra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 160
________________ વાસના પર બુદ્ધિનું નિયંત્રણ અહિંસાની જ્યોત એટલા માટે પ્રજ્વલિત છે કે, હિંસા મનુષ્ય માટે ઇચ્છનીય નથી. તે હિંસા કરે તો છે, પણ ઈચ્છતો નથી. તે પોતાના માટે બિલકુલ હિંસા નથી કરતો. તે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકવા નથી ઇચ્છતો. આવી પરિસ્થિતિમાં અહિંસાની વાત સૂજે છે. આજે કોઈ જુદા જ પ્રકારનું વિચિત્ર વાતાવરણ પ્રકાશિત થઈ રહ્યું છે કે, સમગ્ર વાતાવરણમાં હિંસા જ ફેલાઈ રહી છે. માનવીએ એમ માની લીધું કે સમસ્યાનું એક માત્ર સમાધાન છે ? હિંસા. એણે કોઈપણ જાતના વાંધા વગર નિર્વિવાદ આ માન્યતાને સ્વીકારી લીધી, તેથી જ પ્રત્યેક પ્રશ્નનું નિરાકરણ તે હિંસાના સહારે શોધે છે, હિંસા દ્વારા મેળવવા મથે છે. માન્યતા બદલવી જરૂરી છે. આપણે વર્તમાન વિશ્વની સ્થિતિ જોઈએ, હિંદુસ્તાનની આજુબાજુ નજર નાંખીએ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ચારે બાજુ હિંસા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ક્યાંક ગોળીઓ, ક્યાંક પથ્થરમારો, ક્યાંક બોમ્બ ધડાકા, ક્યાંક બારૂદી સુરંગો. એમ લાગે છે કે, હિંસા પ્રત્યે સમાજમાં ખૂબ જ ઊંડી શ્રદ્ધા થઈ ગઈ છે, અને સૌને હિંસા જ શ્રેષ્ઠ સમાધાન લાગે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો એવા પણ છે, જે બીજા પ્રકારની શ્રદ્ધા ધરાવે છે. એમના ચિંતનનો દૃષ્ટિકોણ અલગ છે. એમનું ચિંતન છે : હિંસા જો આમ ને આમ વધતી રહેશે તો સમગ્ર સમાજ હિંસાથી ત્રાહિમામ અને ભયભીત થઈ જશે. જીવનરસ સુકાઈ જશે. પ્રાણી, માનવ આશંકિત અને ભયભીત રહેવા લાગશે.ખબર નહીં, ક્યારે શું બની જાય ! હિંસામાં વધતી શ્રદ્ધાને રોકવાની જરૂર છે. શરણ છે અહિંસા આ આસ્થાને બદલવા અને દૂર કરવા દવા લઈએ. એવી દવા, જે બીમારી પેદા ન કરે. જો દવા નવી બીમારી પેદા કરે, તો તે દવા સમસ્યાનું સમાધાન ન ગણી શકાય. આયુર્વેદમાં દવા અંગે કહેવાયું છે કે, લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ! ૧૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174