Book Title: Loktantra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 152
________________ કોઈ ને કોઈ સ્વરૂપે ઘૃણા અને અહંને અભિવ્યક્તિનો મોકો મળવો જોઈએ. એક સમય હતો, ભગવાન ઋષભનો. તે સમયે સમગ્ર માનવજાતિ એક હતી. ન જાતિ-ભેદ હતો અને ના ઊંચ-નીચ કે આભડછેટનો પ્રશ્ન. ઋષભે કાર્યને આધારે વ્યવસ્થાની ગોઠવણ વિચારેલી, કરેલી. પ્રશ્ન ઉદ્ભવ્યો, ‘સફાઈનું કામ કોણ કરશે ?' ભરતના પુત્રે કહ્યું ‘હું કરીશ. ઋષભે તેને મહત્તરનું પદ આપ્યું, તેને ખૂબ સન્માન આપ્યું. એ જ પદ અહંકારની થપાટો ખાતાં ખાતાં મેહતર બની ગયું અને ઘૃણાસ્પદ બની ગયું. તે પદ નીચ અને છેલ્લી કક્ષાનું મનાવા લાગ્યું. જે મોટા હોય છે, સત્તા ૫૨ હોય છે, તે સામાજિક પરિવર્તનનું કારણ બને છે. સત્તા ૫૨ એવા શાસક આવ્યા, જેમનો અહંકાર પણ પ્રબળ થયો અને ઘૃણા પણ પ્રબળ બની અને એના આધારે સમાજવ્યવસ્થાની રચના થઈ. સમાજના જે પુરોધાવર્ગના લોકો હતા, તેઓએ આમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ધર્મનું સમર્થન આશ્ચર્ય તો એ છે કે ધર્મએ આવી વિષમતાને સમર્થન આપ્યું અને આ માન્યતાને ધાર્મિક રૂપ પણ અપાઈ ગયું ! એક નાનો હોય છે, એક મોટો. જાતિ-જ્ઞાતિવાદ ધર્મ સાથે જોડાયેલો છે. આ ધર્મનું તત્ત્વ છે : જેણે સાચું કર્મ કર્યાં, તે મોટો બની ગયો. જેણે સારું કર્મ ન કર્યું, તે નીચો-નાનો બની ગયો. વૈદિક પરમ્પરામાં આ વાતનો સ્વીકાર થયો- જાતિવાદ તાત્ત્વિક છે. જાતિ જન્મથી જ હોય છે. જૈન આચાર્યોએ આ બાબતનો વિરોધ કર્યો, તેનું ખંડન કર્યું. જ્ઞાતિવાદ તાત્ત્વિક નથી. જન્મથી જ જાતિ નથી હોતી. જાતિવાદ કાલ્પનિક છે. તે માનવસર્જિત છે, ઈશ્વ૨સર્જિત નથી. જૈન ધર્મની આ માન્યતા છે. તેમાં તો જાતિગત ભિન્નતા કે વિશેષતા કંઈ જ માન્ય નથી. નથી ઘૃણાની વાત માન્ય રખાતી. શ્રમણ પરમ્પરા અને વૈદિક પરમ્પરામાં આ એક મૌલિક તફાવત રહેલો છે, પરંતુ કાળક્રમે પોતાનો એવો પ્રભાવ બતાવ્યો, કે જૈનો પણ પોતાના સિદ્ધાંત ભૂલી ગયા. જૈનોએ જ્ઞાતિ-વાદને એવો પકડી લીધો, કે જાણે તે એમની પોતાની પરંપરા ન હોય ! આજે જૈનોમાં કેટલાક એવા લોકો છે, જેઓ જ્ઞાતિવાદમાં વિશ્વાસ કરે છે અને શૂદ્ર પ્રત્યે ઘૃણાદષ્ટિ રાખે છે.જાતિવાદની આ વિકરાળતાનો પ્રભાવ દક્ષિણ ભારતમાં ખૂબ રહ્યો. એવી માન્યતા રૂઢ થઈ ગઈ કે, જે ગલીમાંથી ચંડાળ નીકળે ત્યાંથી બ્રાહ્મણ નીકળવાનું પસંદ નથી કરતા. સ્પર્શની વાત તો કયાંય દૂરની રહી, ચંડાળનો પડછાયો પડે, તો પણ અપવિત્ર થઈ જવાય ! હવે જ્યાં આ પ્રકારની માન્યતા રૂઢ થઈ ગઈ હોય, ત્યાં સમાજમાં તિરાડ ન પડે, સમાજ વિખરાઈ ન જાય, તો બીજું થાય શું ? આવી વિષમ પરિસ્થિતિમાં જ અનામત (આરક્ષણ)ની વાત લોકતંત્ર ઃ નવી વ્યક્તિ, નવો સમાજ જ્ઞ ૧૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174