Book Title: Loktantra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 137
________________ અહિંસા અને સમાજ વીસમી સદીનો સંધ્યાકાળ અને એકવીસમી સદીનું પ્રભાત બંને નજર સામે છે. તે કેવું હશે ? આ પ્રશ્ન લોકમાનસમાં જાગી રહ્યો છે. આજે જે રક્તરંજિત વાતાવરણ જોવા મળે છે, તેનાથી કેટલીક શંકાઓનાં વાદળ ઘેરાઈ રહ્યાં છે. પ્રાયઃ હિંસા તો માનવીની પ્રકૃતિમાં આદિકાળથી વણાયેલી છે. પરંતુ હિંસાના પ્રશિક્ષણનાં આજે કેન્દ્રો ચાલે છે, એવાં વિદ્યાલયો ચાલે છે, જ્યાં આતંકનું પ્રશિક્ષણ આપવામાં આવે છે, ઉગ્રવાદીઓ તૈયાર કરાઈ રહ્યા છે. એક સમય હતો, ત્યારે પણ યુદ્ધ તો થતાં જ હતાં, પરંતુ યુદ્ધની કેટલીક મર્યાદાઓ હતી, નિશ્ચિત-નિયમો હતા. સૂર્યાસ્ત પછી યુદ્ધ બંધ કરી દેવાતું, કોઈ કોઈને મારતું નહિ, હથિયાર વિનાના માનવી પર વાર (ઘા) ન કરાતો. દિવસે યુદ્ધમાં લડનારા રાત્રે એકબીજાને ગળે મળતા, ભેટતા. આજે કોઈ મયદા, કોઈ નીતિ-નિયમ જેવું કાંઈ જ નથી. નિર્દોષ હોય કે હથિયાર વગર- ગમે તેને મારવામાં આવે છે. મારવાની આ પ્રવૃત્તિ એટલી વધી ગઈ છે, જેની કોઈ સીમા નથી. પ્રશ્ન થાય છે કે, મારા-મારીની આ પ્રવૃત્તિમાં કોઈ બચશે કે નહિ ? આજે એવો ઉન્માદ અને ગાંડપણ છવાયેલાં છે કે જેનાથી સમગ્ર વાતાવરણ પ્રભાવિત છે. આવા વાતાવરણમાં અહિંસાની વાત કરવી ખૂબ જ પ્રસંગોચિત છે. અહિંસાનો સંદર્ભ અહિંસક હોવાનું પહેલું લક્ષણ છે, અભય હોવું. વ્યક્તિ અહિંસક હોય અને ભયભીત પણ હોય, તે સંભવ નથી. જો એવું હોય તો માનવું પડે કે સૂરજ પણ છે અને અંધકાર પણ છે. ભગવાન મહાવીરે અહિંસાની સાથે જે સહુથી પ્રથમ શરત મૂકી તે છે : અભય. ક્યાંય કાયરતા નહિ. જયારે હિંસાને કારણે આખો સમાજ મરી રહ્યો છે, તો અહિંસાના રહેતાં કોઈ વ્યક્તિ મરે તેમાં શું ભારે પડવાનું? અહિંસાનો વિસ્તાર અનેક સંદર્ભે થાય છે. કેટલાક સંદભ આ રહ્યા : લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૧૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174