________________
માનવીય સંબંધો કેવી રીતે સુધરે?
મનુષ્ય સામાજિક પ્રાણી છે. તે રહે છે એકલો પણ જીવે છે સમાજમાં. સામાજિક જીવન એટલે જ સંબંધોનું જીવન. જો આપણે સંબંધોને કાઢી નાંખીએ, તો સામાજિક જીવન સમાપ્ત થઈ જાય .
સંબંધનો આધાર
પ્રશ્ન એ છે કે મનુષ્યના મનુષ્ય સાથેના સંબંધોનું આધારભૂત તત્વ કયું છે ? તે હિંસા પર આધારિત છે કે અહિંસા પર ? અહં, ધૃણા, કૂરતા પર આધારિત છે કે તેના પ્રતિપક્ષ પર ? અહમૂનો પ્રતિપક્ષ છે હીન ભાવના, ધૃણાનો પ્રતિપક્ષ છે વિદ્વેષ અને ક્રૂરતાનો પ્રતિપક્ષ છે અપરાધ. આના પર જો માનવીય સંબંધ આધારિત હશે, તો સમાજમાં હિંસા વધતી જવાની. કાર્લ માકર્સે જે વર્ગસંઘર્ષની ચર્ચા કરી હતી, તે વ્યર્થ ન હતી. બે વર્ગ પડી ગયા હતા, એક મૂડીપતિ અને બીજો શ્રમિક વર્ગ, એક માલિક વર્ગ અને બીજો મજૂર વર્ગ. બંને વચ્ચે પરસ્પર સંઘર્ષ અને ઝઘડા ચાલતા
હતા.
વર્ગ કેમ બન્યા?
પ્રશ્ન છે, વગ કેમ બન્યા ? જ્યાં અહં, ઘૂા, ક્રૂરતા આદિના આધારે સંબંધોનું નિર્માણ થાય છે, ત્યાં વર્ગનિર્માણ અવશ્ય થાય છે જ.
જ્યાં અહિંસક સમાજની રચનાનો પ્રશ્ન છે, ત્યાં આપણે આધારભૂત પરિવર્તનની વાત વિચારવી પડશે જ. સંબંધ કયા આધારો પર બને ? જો અહંના સ્થાને વિનમ્રતા, સમાનતા અને સમતાનું તત્ત્વ વિકસિત થાય તો જ અહિંસક સમાજની કલ્પના કરી શકાય. ખૂબ જ મહત્ત્વનું સૂત્ર આપવામાં આવેલું નો હીજે નો બત્તેિ 'કોઈપણ આત્મા હણ નથી કે કોઈપણ આત્મા અતિરિક્ત નથી. કોઈ મોટું કે નાનું નથી. જેમ જેમ આ ધારણા વધુ દઢ બનતી જશે, તેમ તેમ અહિંસકની દીવાલ પણ સુદઢ બનશે જ. એમાં અહં અને હીણતા આ બે ગ્રંથિઓ નહીં રહે.
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org