________________
ઉપરાંત આચાર્ય તુલસીએ પોતાના સંપ્રદાયની હદ અને આધ્યાત્મિક ઓળખ ઉપર અતિક્રમણ કર્યા વગર જ એવા ધર્મનું પ્રવર્તન કર્યું છે, જે ધર્મનિરપેક્ષ રાજ્યનો ધર્મ બની શકે છે. તે ધર્મ છે અણુવ્રત.
ઘર્મનું નવું સ્વરૂપ
જૈન દર્શનનો સિદ્ધાંત છે જે કાલે હતું તે આજે છે અને ભવિષ્યમાં તે જ રહેવાનું છે. વિજ્ઞાનનો સિદ્ધાંત પણ એ જ છે, જેટલાં એલીમેન્ટસ્ છેમૂળ તત્ત્વો છે, એટલાં જ રહેવાના છે. નવું એલીમેન્ટ બનતું નથી, કેવળ રૂપાંતરણ થાય છે. વ્યક્તિ એને નવું સ્વરૂપ જ આપે છે. નવું સ્વરૂપ આપવું જ કૌશલ છે, વિજ્ઞાન છે, પ્રગતિનું ચિહ્ન છે. અણુવ્રતના રૂપે જે ધર્મનું પ્રવર્તન થયું છે, તે ધર્મનું નવું સ્વરૂપ છે. એક એવી ધર્મક્રાતિ છે, જેને કોઈ પણ સંપ્રદાય અપનાવી શકે છે. તમામ સમ્પ્રદાયના લોકોને તેમાં પોતાનો ધર્મ દેખાયો છે.
દર્શન અને આચાર
પ્રાચીન કાળથી કહેવામાં આવે છે કે, ધર્મનાં મૂળ તત્ત્વો એક જ છે, પરંતુ તે કથન આચાર-સાપેક્ષ છે.
ધર્મના બે પક્ષ છે ? દર્શન પક્ષ અને આચાર પક્ષ. અહિંસાનું તત્ત્વ તેમાં સમાન જોવા મળવાનું, કેમ કે તે આચાર પક્ષ છે, પરંતુ તેની પાછળ જે દર્શન છે, તે એક નથી હોતું. આચાર મળી જશે પણ વિચાર નહીં મળે. વિચારનો સંબંધ દર્શન પક્ષ સાથે છે. એક દર્શન અનેકાંતવાદ અને પરિણામી-
નિત્યવાદનો સ્વીકાર કરે છે, બીજું દર્શન ક્ષણિકવાદનો સ્વીકાર કરે છે અને ત્રીજું દર્શન કૂટથ નિત્યવાદનો સ્વીકાર કરે છે. દર્શનની ભિન્નતા હોવા છતાં જ્યાં આચારનો પ્રશ્ન છે, ત્યાં દરેક દર્શન કહે છે, કે કોઈને સતાવો નહિ, મારો નહિ. અણુવ્રતની પાછળ કોઈ દર્શનને નથી જોડ્યું. તેની પાછળ ન નિત્ય-અનિત્યવાદને જોડેલ છે, ન ક્ષણિકવાદ, ન કૂટસ્થનિત્યવાદને જોડેલ છે, ન બ્રહ્મવાદ ન પ્રકૃતિવાદને જોડેલ છે, ન ઈશ્વરવાદ, ન નિવણિવાદને જોડેલ છે. આચારનાં જે મૂળબિન્દુ છે, જે માનવને માનવ બનાવે છે, માનવતાની ભૂમિકાને અક્ષણ બનાવે છે, માનવ-ચરિત્રને ઉન્નત બનાવે છે, તે સંકલ્પોની વ્યવસ્થા અથવા આચારસંહિતા અણુવ્રત છે, તેથી તે વ્યાપક અને સાર્વભૌમ ધર્મ છે.
આચારશુદ્ધિનોપ્રકલ્પ
ભગવાન મહાવીરે કહ્યું, “એવી વ્યક્તિ કે જેણે કયારેય ધર્મને સાંભળ્યો નથી, તે પણ ધર્મની અધિકારી બની શકે છે. જૈન દર્શનમાં
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org