________________
કર્મચારીઓ પોતાના અંગત ઉપયોગ માટે, અંગત કામકાજો માટે સરકારી સાધનોનો ઉપયોગ કરે છે ! આ દુરુપયોગ એક સમસ્યા બની ગયો છે. એક તે પ્રણાલિકા હતી અને એક આજની સ્થિતિ છે, ત્યારની અને અત્યારની પરિસ્થિતિમાં કેટલો મોટો તફાવત છે ?
દિલ બદલાઈ ગયું
રાજ્યમાં ભયંકર દુષ્કાળ હતો. ઠંડીની ઋતુ આવી. ચાણક્યની ઝૂંપડી બહાર નવા કાંબળાનો ઢગલો હતો. ગરીબોને વહેંચવા માટે કાંબળા આવ્યા હતા. એક ચોર ત્યાં ચોરી કરવા પહોંચી ગયો. નવા કાંબળા જોઈને તે લલચાઈ ગયો. તેણે એક ક્ષણ માટે ઝૂંપડીમાં નજર કરી. તેણે જોયું, મહામાત્ય ચાણકય પોતે જૂની-પુરાણી કાંબળ ઓઢીને બેઠા છે. ચોરે વિચાર્યું. “બહાર આટલા નવા અને ભવ્ય કાંબળા પડેલા છે, તેમ છતાં મહામાત્યે પોતે ફાટેલા-તૂટેલો કાંબળો ઓઢેલો છે ?” તેનું દિલ બદલાઈ ગયું. તેણે ચોરી કરવાનું માંડી વાળ્યું અને કાંબળ ચોર્યા વગર પાછો વળી ગયો.
- આ એવું વર્ણન છે, જે વિચાર કરતા કરી મૂકે અને વિશ્વાસ ઓછો પડે, માણસ વિચારે છે. “શું આવું થઈ શકે ? શું આ સંભવ છે ?" રાજસ્થાનના ભૈરોસિંહ શેખાવત્ કહે છે, મેં પ્રથમ ચૂંટણી સત્તાવન રૂપિયામાં લડી હતી. શું આટલા પૈસામાં ચૂંટણી લડી શકાય ? જો આ વાત આજની ચૂંટણી માટે શ્રી શેખાવત્ કહે, તો કદાચ કોઈને વિશ્વાસ ન પડે. વસ્તુતઃ કેટલીક બાબતો ખૂબ જ અવિશ્વસનીય હોય છે, જેની ઉપર ભરોસો ન પડે. શું આવું બની શકે ખરું? પ્રશ્ન આ સંશયની ચુંગાલમાંથી મુક્ત ના બની શકે. - ભ્રષ્ટાચારનું મૂળ
મહામાત્ય કૌટિલ્ય કહ્યું, “મને પ્રધાનિિત ૌટિ: ” કામ, અર્થ, ધર્મ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોનું વર્ણન કરતાં કોટિલ્ય લખ્યું છે : “કેટલાક લોકો ધર્મને પ્રધાન માને છે, કેટલાક કામને પ્રાધાન્ય આપે છે. અર્થ જ પ્રધાન છે - આ મારો મત છે. આજે ખરેખર સમગ્ર સમાજનું વાતાવરણ નાણાં- અર્થથી પ્રભાવિત છે. રાજનીતિ પણ સમાજનું અંગ છે, તેનાથી અલગ નથી. સૌકોઈ અર્થના ચક્રવ્યુહમાં ફસાયેલા છે. અર્થની પ્રધાનતા છે, પરંતુ આ મૂળ સમસ્યા નથી. જે મૂળ સમસ્યા છે, એ બાજુ આપણું ધ્યાન પણ ઓછું જાય છે. આજે ભ્રષ્ટાચારની સમસ્યાથી આખો દેશ આંદોલિત છે. રાજનીતિ, ઉદ્યોગ, વ્યવસાય- ચારે બાજુ ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. પરંતુ મને લાગે છે કે આ સમસ્યા પણ મુખ્ય સમસ્યા
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org