________________
પરિભાષાનો આધાર
આસક્તિના એકચકી શાસનમાં ગરીબીની સમસ્યાનું સમાધાન અશક્ય નહિ તો કઠિન તો છે જ. જો કાચ ઉત્પાદન સામગ્રીની વ્યાપકતાને કારણે તે થઈ જાય, તો પણ અપરાધ, આત્મહત્યા, પરહત્યા, માનસિક તનાવ, માદક વસ્તુઓના સેવનની અધિકતમ પ્રવૃત્તિ, ચોરી વગેરે દ્વારા વધુમાં વધુ ઉપાર્જનની માવૃત્તિ : આટલાં બધાં પૂરને રોકવાનું સંભવ નથી. આર્થિક સંપન્નતાને કારણે વિકસિત કહેવાતાં રાષ્ટ્રો આ જ ત્રાસનો અનુભવ કરે છે, જ્યાં સુધી વિકસિત સમાજ અને વિકસિત રાષ્ટ્રની વ્યાખ્યા આર્થિક સંપન્નતા અને સાધન-સામગ્રીની પ્રચુરતાના આધારે હશે, ત્યાં સુધી ગરીબીની સમસ્યાનું નિદાન સંભવ નથી. તે સમાજ અને રાષ્ટ્ર વિકસિત છે, જેનું ચરિત્ર-બળ ઉન્નત છે. આ પરિભાષામાં સમસ્યાનું સમાધાન છુપાયેલું છે.
ગરીબી દશ્ય સમસ્યા છે. તેની પૃષ્ઠભૂમિમાં અદશ્ય સમસ્યા છે ચારિત્ર્યનું પતન. ચારિત્ર્ય પતન અને આસક્તિની પ્રબળતા બંનેના તાત્પર્યાર્થ ભિન્ન નથી. ચારિત્મિક વિકાસ માટે અનાસક્તિનું પ્રશિક્ષણ જરૂરી છે અને ગરીબીની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે ચારિશ્ચિક વિકાસ જરૂરી છે.
પ્રતીક્ષા છે કોઈ અધ્યાત્મિક નેતૃત્વની, જે આ સમસ્યાને ઉકેલી
શકે.
Jain Education International
લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ I ૬૬
For Private & Personal Use Only
www.jainelibrary.org