________________
નવા સમાજની રચના
ઇતિહાસમાં આદિકાળથી માનવી વિકાસની કલ્પના કરતો આવ્યો છે. એમાં આગળ વધવાની મનોવૃત્તિ પણ રહેલી છે. તે જેવો છે તેમાં સંતોષ નથી, પરંતુ બદલીને કંઈક નવું કરવાની ભાવના છે. એક મૌલિક મનોવૃત્તિ છે : “હું રિસાઈ ' જે કામ બીજો કોઈ કરી શક્યો નથી, તે કામ હું કરીશ. આ મનોવૃત્તિએ માનવીને સામાજિક સ્તર પર આગળ વધવાની પ્રેરણા આપી છે. વ્યક્તિ આગળ વધવા પણ માંગે છે અને સમાજનું નવનિર્માણ પણ ઈચ્છે છે. તે સ્વસ્થ સમાજની રચના કરવા માંગે છે. તે શોષણમુક્ત અથવા અહિંસક સમાજની રચના કરવા માંગે
રુણ સમાજ: સ્વસ્થ સમાજ
સમાજની બે સ્થિતિ છે ? - રુણ (રોગી) સમાજ અને સ્વસ્થ સમાજ. જે સમાજમાં સામાજિકતા અને પરસ્પરતા ન હોય, સંવેદનશીલતા અને આશ્વાસન ન હોય, તે સમાજ રુણ સમાજ છે. જે સમાજમાં આશ્વાસન, પરસ્પરતા, સામાજિકતા અને સંવેદનશીલતા હોય છે, તે સ્વસ્થ સમાજ છે. કલ્પના કરવામાં આવી કે સ્વસ્થ સમાજની રચના કરીએ. તેના નિર્માણ માટે ધ્યાન ગયું- અર્થવ્યવસ્થા પર. જો અર્થવ્યવસ્થા યોગ્ય નહીં હોય તો સમાજ સ્વસ્થ નહિ બની શકે. અર્થવ્યવસ્થાના બે પક્ષ છે- (૧) રાજ્ય-નિયંત્રિત અર્થવ્યવસ્થા અને (૨) ખુલ્લી અર્થવ્યવસ્થારાજ્યના નિયંત્રણથી મુક્ત અર્થવ્યવસ્થા. બંને પ્રકારના પ્રયોગો થયા છે. (૧) લોકતંત્રમાં ખુલ્લી અર્થવ્યવસ્થા રહેલી છે જ્યારે (૨) સામ્યવાદમાં રાજ્ય-નિયંત્રિત અર્થવ્યવસ્થા જોવા મળે છે. નિયંત્રિત અર્થવ્યવસ્થાનું પ્રયોજન એવું છે કે, ગરીબ લોકોનું અમીર લોકો શોષણ ન કરે. આમ રાજ્ય દ્વારા નિયંત્રણ મૂકીને ગરીબોનું શોષણ અટકાવવામાં આવે છે.
સ્વસ્થ સમાજરચનાનો પ્રયત્ન આમ છતાં વાસ્તવિક્તા એ છે કે, આ બંને પ્રણાલીઓ સ્વસ્થ
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org