________________
સિદ્ધાંતોને આધારે મળશે. તે માન્યતા અથવા કિંમત માનશે નૈતિકતાની, માનવતાની, ચારિત્ર્યની. વિશેષણવાળો કોઈપણ ધર્મ ત્યાં નહિ ચાલે. એનું તાત્પર્ય એ છે કે વૈદિક, જૈન, બૌદ્ધ, ઈસાઈ, ઈસ્લામ વગેરે ધર્મ રાજ્યોના ધર્મ ન હોય, ન હોઈ શકે. રાજ્યનો ધર્મ હોય ? અણુવ્રત, જે નૈતિકતા અને ચારિત્ર્યનો ધર્મ છે. પ્રત્યેક રાષ્ટ્ર માટે જરૂરી છે કે તેના વિકાસ માટે જરૂરી એવાં સચ્ચાઈ, ઈમાનદારી શ્રમનિષ્ઠા, નૈતિકતા, અહિંસા વગેરે ગુણોનો વિકાસ કરે, સંવર્ધન કરે.
ચરિત્ર-વિકાસ માટે
જે રાષ્ટ્ર ભૌતિક સંસાધનોનો વિકાસ કરે છે, પણ માનવીય સંસાધનોનો વિકાસ નથી કરતું તે પતનની ઊંડી ગતમાં ધકેલાઈ જાય છે, એનું ઉત્થાન, એનો વિકાસ સંભવ નથી બનતો. ઇતિહાસ સાક્ષી છેસમ્રાટ અશોકે ચરિત્ર-વિકાસ માટે એક સ્વતંત્ર મંત્રાલય બનાવ્યું હતું. આચાર્ય તુલસીએ વડાપ્રધાન શ્રી નહેરુજીને સલાહ આપેલી અને ઉપાય બતાવેલ કે, “તમારાં અનેક મંત્રાલયો કામ કરી રહ્યાં છે, શું રાષ્ટ્રના ચરિત્રનિર્માણ માટે કોઈ મંત્રાલય ન હોઈ શકે ?” પ્રધાનમંત્રી શ્રી નહેરુને આ વાત ગમી પણ હતી, પરંતુ તેને તેઓ અમલમાં નહીં મૂકી શકેલા. નગારાંઓના અવાજમાં પીપૂડીને કોણ સાંભળે ? ભૌતિક સંસાધનોના વિકાસની આંધળી દોડમાં ચરિત્રવિકાસની વાત સાંભળવા કોઈ તૈયાર નથી, પરંતુ આ વાત જ ખૂબ જરૂરી છે. જેમ સરકારને પ્રાથમિક જરૂરિયાતો- આહાર, કપડાં, મકાન, ચિકિત્સા, શિક્ષણની ચિંતા રહે છે, તેમ તેને એ વાતની પણ ચિંતા રહેવી જોઈએ કે રાષ્ટ્રના નાગરિકનું ચારિત્ર્ય કેવું હોય ? ચારિત્રિક મૂલ્યોનો વિકાસ કેવી રીતે ઝડપી થાય ? જો સરકાર આ બાબતે કદાચ ચિંતિત ન હોય, તો માનવું રહ્યું. કે પોતાની જવાબદારીનું સરકારને બરાબર ભાન નથી.
ધર્મનિરપેક્ષ રાજ્યની જવાબદારી
ધર્મ-નિરપેક્ષ રાજ્યની એક જવાબદારી છે, ધર્મની ચિંતા કરવી. માનવીય ગુણોના વિકાસનો જે ધર્મ છે, એની ચિંતા કરવી. જે ધર્મનો પક્ષ કેવળ નૈતિક અને ચારિત્યિક છે, તે ધર્મ, ધર્મ નિરપેક્ષ રાજ્યને માન્ય હોઈ શકે, એમાં મને કોઈ મુશ્કેલી જણાતી નથી. આજે અણુવ્રત આંદોલનને જે રાષ્ટ્રીય કક્ષાએ મહત્ત્વ મળ્યું છે, રાષ્ટ્રીય સ્તર પર જે સ્વીકૃતિ મળી છે, એનું કારણ એ જ છે કે તે કોઈ સંપ્રદાય વિશેષનો નહીં, પરંતુ તે ચરિત્ર અને નૈતિકતાના વિકાસનો એક ઉપક્રમ છે. વસ્તુતઃ ધાર્મિક જગતને એ વાતનું ગૌરવ હોવું જોઈએ કે એક સંપ્રદાય વિશેષના આચાર્ય હોવા
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org