________________
કે, ધર્મની કોઈ અલગ ઓળખ જ ન રહી. કેટલાક પ્રાચીન આચાયોએ ઊંડાણથી ચિંતન કર્યું. તેઓએ ધર્મ અને કર્તવ્યની વચ્ચે કેટલીક ભેદરેખાઓ જરૂર દોરી. આચાર્ય ભિક્ષુએ આ રેખાઓને સ્પષ્ટ રૂપે પ્રગટ કરી બતાવી.
ભગવાન ઋષભે જીવનનિર્વાહ માટે : કૃષિ, વાણિજ્ય, વ્યાપાર, શિલ્પ, સુરક્ષા અને વિદ્યા- આ છ કમનું પ્રચલન કરેલું, પ્રવર્તન કરેલું પોતાના મતિકૌશલ દ્વારા લોકો માટે આજીવિકાની વ્યવસ્થા કરી. તે સમયે ભગવાન સરાગ હતા, તેથી આ બધી વ્યવસ્થા કરેલી.
આચાર્ય હેમચંદ્ર સમક્ષ પ્રશ્ન ઉપસ્થિત થયો, કૃષિ, વાણિજ્ય વગેરે કમ સાવદ્ય છે, બંધનકારક છે, તેમ છતાં ભગવાને તેમની વ્યવસ્થા કેમ કરી ? આ પ્રશ્નના જવાબમાં તેઓએ લખ્યું, કૃષિ, વાણિજ્ય આદિ કર્મો સાવધ હોવાનું જાણતા હોવા છતાં, ભગવાને પ્રજા પર અનુકંપા કરીને, પોતાનું કર્તવ્ય સમજીને આ વ્યવસ્થા કરેલી.
एतञ्च सर्व सावद्यमपि लोकानुकम्पया । स्वामी प्रवर्तयामास, जानन् कर्तव्यमात्मन :॥ દાનની માન્યતા
દાનની માન્યતાને કારણે ભિખારીપણાને પ્રોત્સાહન મળ્યું. વાસ્તવમાં કોઈપણ ગૃહસ્થ દાનનો અધિકારી નથી. ગુજરાતના પ્રસિદ્ધ સંત રવિશંકર મહારાજ બિહાર ગયા. તે સમયે બિહારમાં દુષ્કાળ ચાલતો હતો. લોકો ભયંકર દુકાળનો સામનો કરી રહ્યા હતા. અનેક લોકોએ તેમની પાસે ખાવાનું માંગ્યું. મહારાજશ્રીએ કહ્યું, “ ખાવાનું મળશે, પરંતુ મફત નહીં. શ્રમ કરો અને ખાવાનું લો.” આ એક સ્વસ્થ સામાજિક કર્તવ્ય છે. જયપ્રકાશ નારાયણે દાની અને ભિખારીની માન્યતાનું માર્મિક ચિત્રણ કર્યું છે, “રામરાજ્ય ભિખારી અને રાજા- બંનેને કેમ નહીં ? જો તેમાં ફક્ત દાનવીરો જ રહેશે અને ભિખારીઓ હશે જ નહિ, તો ઉન્નત વિચારોવાળા દાનેશ્વરીઓ પોતાના આત્માની મહાન ઉદારતા અને સખાવતતાનો પરિચય આપીને માનવીય સ્વભાવનો હિન્દુ આદર્શ કેવી રીતે રજૂ કરી શકશે ?
કાકા કાલેલકર દાન અને ત્યાગની વચ્ચે ભેદરેખા દોરવામાં સફળ રહ્યા છે. એમનું ચિંતન આચાર્ય ભિક્ષુના ચિંતનને સ્પર્શતું પ્રતીત થાય છે, સાચો ધર્મ, મુખ્ય ધર્મ દાન નહીં પરંતુ ત્યાગ છે. સમાજદ્રોહ કરીને ધન એકઠું કરવું અને તેમાંથી થોડુંક વિપડ્ઝસ્તો-ગરીબોને આપવું અને પોતાને પુનિત-પવિત્ર મનાવવા- એ પોતાને તેમજ સમાજને છેતરવા સમાન છે.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજu ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org