________________
ધર્મનો રાજનીતિ સાથે સંબંધ છે પણ ખરો અને નથી પણ, આ અનેકાંત દષ્ટિ જ રાજનીતિ અને ધર્મના સંબંધની સમસ્યાનું સમાધાન હોઈ શકે છે.
રાજનીતિ અને ધર્મ બંનેને બે અલગ દિશાઓમાં લઈ જનારા પણ ન્યાય નથી કરતા, તે જ રીતે ધર્મ અને રાજનીતિને એક જ સિંહાસન પર બેસાડ- નારા પણ ન્યાય નથી કરતા. ન્યાયનો કર્ણધાર તે જ માણસ બની શકે છે, જે બંનેના સંબંધ અને વિચ્છેદની હદ (સીમા) જાણતો હોય.
રાજનીતિ માટે કોઈ જ ધર્મ નિર્ધારિત નથી, એટલા માટે આ રાજનીતિનો ધર્મ છે,' એવો અંગુલીનિર્દેશ ક્યારેય ન કરી શકાય. મહાત્મા ગાંધીએ કહ્યું, “અહિંસા અને સત્ય રાજનીતિનો આધાર હોવાં જોઈએ.” તેઓએ લખ્યું છે, “આપણે સત્ય અને અહિંસાને કેવળ વ્યક્તિગત આચરણનો વિષય ન બનાવતાં, સમૂહો, સમાજ અને રાષ્ટ્રોના વ્યવહારની વસ્તુ પણ બનાવવી પડશે. છેવટે મારું સ્વપ્ન તો આ જ છે...' અહિંસા આત્માનો ગુણ છે અને તે જીવનની દરેક બાબતમાં દરેક માનવીએ પાળવા જેવો છે.
ગાંધીજીએ રાજનીતિમાં અસહકાર, સવિનય ભંગ વગેરે અનેક પ્રયોગ કર્યો, પરંતુ વર્તમાનની માંગ છે કે, રાજનીતિ અને ધર્મની એક આચાર-સંહિતા નિર્મિત થયેલી હોવી જોઈએ. આ અપેક્ષાપૂર્તિ અણુવ્રતની આચારસંહિતા દ્વારા થઈ છે. અણુવ્રત ધર્મ છે, પરંતુ કોઈ સંપ્રદાય સાથે તે જોડાયેલ નથી. તે બિન-સામ્પ્રદાયિક ધર્મ છે. તેથી તેની આચારસંહિતા રાજનીતિના ધર્મ તરીકે સ્વીકૃત બની શકે છે. એક દષ્ટિએ જોઈએ તો આ નૈતિકતાની આચાર-સંહિતા છે, બીજા દૃષ્ટિકોણથી વિચારતાં તેરાજનીતિના ધર્મની આચાર-સંહિતા છે.
અણુવ્રતની આચારસંહિતા (૧) હું કોઈપણ નિરપરાધ પ્રાણીનો સંકલ્પપૂર્વક વધ નહીં કરું. (૨) હું આક્રમણ નહીં કરું.
(૦) હું કોઈ પણ આક્રમકનીતિનું સમર્થન નહીં કરું.
(0) વિશ્વ-શાંતિ તથા નિઃશસ્ત્રીકરણ માટે પ્રયત્ન કરીશ. (૩) હું હિંસાત્મક તથા તોડ-ફોડની પ્રવૃત્તિઓમાં ભાગ નહિ
લઉં. (૪) માનવીય- એકતામાં વિશ્વાસ કરીશ.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org