________________
ત્રીજું નેત્ર ખૂલે
આ એક વ્યંગ છે પરંતુ તેમાં ખૂબ મોટી સચ્ચાઈ છે. આજે સરકાર ચલાવવનારા આંખો બંધ રાખીને જ સરકાર ચલાવે છે. ખરેખર સરકાર ચલાવનારને ઓછામાં ઓછી ત્રણ આંખો તો હોવી જ જોઈએ. બે આંખો બાહ્ય જગતને જોવા માટે અને ત્રીજી આંખ રાષ્ટ્રની સમસ્યાઓને જોવાસમજવા માટે. આ ત્રીજી આંખની તુલના યોગીની ત્રીજી આંખ સાથે ન કરશો. તેમ છતાં એને આંતર્દષ્ટિની કોટિમાં તો અવશ્ય મૂકી શકાય. આંતર્દષ્ટિના અભાવે કેવળ બાહ્ય દષ્ટિએ વિશાળ રાષ્ટ્રની સમસ્યાઓને કેવી રીતે ઉકેલી શકાય ? ત્રીજી આંખનો અભાવ છે, માટે જ બધી સમસ્યાઓના ઉકેલનો એક જ માર્ગ છે અને તે છે : ભૌતિક દષ્ટિકોણ. માનવી ભૌતિક દૃષ્ટિકોણના આધારે પદાર્થોનો ઉપયોગ કરે છે. મનુષ્ય પદ્ગલિક નથી. તે પોતે ચેતન છે અને ચેતનની સમસ્યાઓના ઉકેલ માટે પદાર્થનું સમાધાન સંપૂર્ણ સફળ નથી બની શકતું. ઉપયોગિતાની હદમાં રહીને પદાર્થ દ્વારા સમસ્યાનું સમાધાન મેળવી શકાય, પરંતુ ઘણીબધી સમસ્યાઓ માનસિક છે અને તેનું સમાધાન માનસિક પ્રશિક્ષણ દ્વારા જ થઈ શકે.
સમાજની મનોદશા
લોકતંત્રની પ્રણાલી શ્રેષ્ઠ સમાધાન છે, પરંતુ સમાધાનની સાથે સાથે સમસ્યા પણ છે. સત્તાની ખુરશી મેળવવી અને તે મેળવીને આર્થિક લાભ મેળવવાની એક પ્રબળ મનોવૃત્તિ વિકસી રહેલ છે. તેમાં અસીમ અધિકાર અને તેનાથી અસીમ લાભ ઉઠાવવાની સંભાવનાઓ છે. એના ઉપર કેવળ વ્યક્તિગત સંયમ અને આત્માનુશાસનનું જ નિયંત્રણ હોઈ શકે. અને આનું પ્રશિક્ષણ ન આપી શકાય. એના પ્રશિક્ષણની જરૂર પણ જણાતી નથી, વતતી નથી. ભ્રષ્ટાચારના આરોપો-પ્રતિઆરોપો સાંભળી સાંભળીને કાન પાકી ગયા છે, મગજ પણ પાકી ગયું છે. એની ચર્ચા બહુ સાર્થક નથી લાગતી. જે વાતની વારંવાર રજૂઆત (આવૃત્તિ) થઈ જાય, તે વાત નવી નથી લાગતી, પુનરાવર્તન જ થયા કરે છે, અને પરિચિત અથવા એક સાથીદાર જેવી બની જાય છે. સમાજની આવી મનોદશામાં શું સમસ્યાનું સમાધાન શોધી શકાય છે ?
બદલાયો છે સાપેક્ષતાનો અર્થ
લોકતંત્રમાં પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી એટલા સમર્થ નથી હોતા કે જે પોતાના સાથીઓ સાથે સહકાર રાખી શકે, અથવા તેમના પર નિયંત્રણ
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org