Book Title: Kathasahitya 2 Abhishek Author(s): Ratilal D Desai Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 7
________________ પ્રાચીન જૈન ધાર્મિક તેમ જ ઐતિહાસિક ગ્રંથોમાં પ્રાપ્ત થતા અને સાથે સાથે પોતાની નજર સામે વર્તતા-જવાતા-જોવાતા જગત તથા જીવનમાંથી તેઓની સર્જક દૃષ્ટિએ પકડી લીધેલાં પ્રેરણાદાયી કથાનકો/પ્રસંગોને અર્વાચીન કે લોકપ્રિય સાહિત્યિક ભાષાસ્વરૂપમાં ઢાળી, તેને સમાજ સમક્ષ પ્રસ્તુત કરવાની નેમ તે ત્રણે સર્જકોની હતી, તે તેમનું સાહિત્ય જોતાં જણાઈ આવે છે. VI 1 આ સ્થાને આપણે વાત કરવાની છે શ્રી રતિલાલ દી. દેસાઈના સાહિત્યની ખાસ કરીને વાર્તાસાહિત્યની. રતિભાઈનું વાર્તાસર્જન કેટલું બધું સમૃદ્ધ તેમ જ વૈવિધ્યસભર છે તે તો તેમના દરેક વાર્તાસંગ્રહોને અવલોકીએ ત્યારે જ સમજાય. તેમણે જૈન ગ્રંથોમાં મળતા કથાપ્રસંગોને મમળાવ્યા છે, તેનો પ્રવર્તમાન દેશ-કાળને અનુરૂપ મર્મ પકડ્યો છે, અને પછી તે મર્મને કેન્દ્રમાં રાખીને હૃદયસ્પર્શી, પ્રતીતિકર તેમ જ મૂળ કથાનકના વસ્તુને પૂર્ણ ન્યાય મળે તે રીતે વાર્તા સર્જી છે. -- પણ આનો અર્થ એ નથી કે તેઓનું સર્જન માત્ર જૈન ગ્રંથો કે જૈન કથાઓ પૂરતું જ મર્યાદિત છે. તેમણે તો ઇતિહાસમાં ઘટેલી સત્ય, શીલ, શૌર્ય અને સંસ્કારિતાનો સંદેશો આપતી ઘટનાઓનો પણ ‘કાચા માલ’ તરીકે ઉપયોગ કરીને તેમાંથી સરસ કથાઓ સર્જી છે. એથી યે આગળ વધીને તેમણે પોતાને થયેલા કેટલાક પ્રેરણાદાયી સ્વાનુભવોને પણ કથાવાર્તાનો ઘાટ આપ્યો છે. એમણે નારીકથાઓ અને શીલકથાઓ લખી છે, ઇતિહાસકથાઓ આલેખી છે, ધર્મકથાઓ અને શૌર્યકથાઓ પણ આપી છે, તો સત્યકથાના સર્જનમાં પણ તેઓ પાછળ નથી રહ્યા. Jain Education International એમની વાર્તાઓ વાંચતા હોઈએ ત્યારે અગાધ પરંતુ શાંત સાગરમાં, ધીમી છતાં સ્વસ્થ ગતિએ હલેસાંની સહાયથી નૌકાવિહાર કરતા હોઈએ તેવો અહેસાસ થયા કરે. ક્યાં ય તોફાન નહિ, કોઈ આછકલાઈ કે છીછરાપણું નહિ, અનૌચિત્ય તો ફરકે જ શેનું ? સરળ શૈલી, વાક્યે For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 225