Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 5
________________ મુનિતુલ્ય વિદ્વાનનું સત્ત્વગુણી સાહિત્ય શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ અમારી પ્રકાશનસંસ્થાના પ્રારંભિક સ્તંભોમાંના એક હતા. સંસારી છતાં સાચા અર્થમાં કર્મયોગી મુનિ સમા ૨. દી. દેસાઈ પ્રકાંડ વિદ્વાન, સમર્થ સાહિત્યકાર હોવા ઉપરાંત વિરલ સત્યવક્તા હતા. ગૂર્જર પરિવારના સ્થાપકો તથા તેમની બીજી પેઢીને માટે પણ એ સાચા સલાહકાર હતા. કોઈની યે કશી યે શેહશરમ રાખ્યા વગર સાચી સલાહ આપનાર આવા વડીલો જવલ્લે જ મળે. એમની ગુણગ્રાહી, રસગ્રાહી દૃષ્ટિ પ્રાચીન જૈન સાહિત્યને જોઈ વળી અને સમકાલીન જીવનને મૂલવી રહી અને એમાંથી જન્મ્યાં એમનાં આગવાં સાચુકલાં કથારો તથા ગુરુ ગૌતમસ્વામી ' જેવું પુસ્તકરત્ન. આ કથા૨ત્નોને પ્રકાશનવર્ષ ( ઈ.સ. ૧૯૫૩થી ૧૯૮૨ ) પ્રમાણે ક્રમશઃ મૂકતાં યાદી આ રીતે બને છે ઃ (૧) અભિષેક, (૨) સુવર્ણકંકણ, (૩) રાગ અને વિરાગ, (૪) પદ્મપરાગ, (૫) કલ્યાણમૂર્તિ, (૬) હિમગિરિની કન્યા, (૭) સમર્પણનો જય, (૮) મહાયાત્રા, (૯) સત્યવતી અને (૧૦) મંગળમૂર્તિ. આ નવસંસ્કરણમાં શ્રી ૨. દી. દેસાઈની શ્રેષ્ઠ રચના ‘ગુરુ ગૌતમસ્વામી ’ યથાતથ એક ગ્રંથમાં જ આપીએ છીએ, જ્યારે સંપુટનાં અન્ય પાંચ ગ્રંથોમાં તેમનાં આ દસે ય કથારોની બધી જ કથાઓને નવેસરથી ગોઠવીને રજૂ કરીએ છીએ. આ ઉત્તમ કાર્યના પ્રેરક મહામના પૂ. પંન્યાસ શ્રી શીલચંદ્રવિજયજીનો અમે વંદના સહિત આભાર માનીએ છીએ. તેઓએ જાતે જ રસ લઈને શ્રી કુમારપાળ દેસાઈના સહકારમાં આ કથાઓને પાંચેય ગ્રંથોમાં નવેસરથી ગોઠવી આપી છે તે અમારા માટે વિશેષ આનંદની વાત છે. સમગ્ર ૨. દી. દેસાઈ પરિવારે આ પ્રકાશનના દરેક તબક્કે અમને અમૂલ્ય સહકાર આપ્યો છે તેની અમે સાનંદ નોંધ લઈએ છીએ. જે જે સંસ્થાઓ અને વ્યક્તિઓએ ગ્રાહક તરીકે આગોતરી નોંધણી કરાવીને અમને પ્રોત્સાહિત કર્યા છે તેમના પણ અત્યંત ઋણી છીએ. આ પુસ્તકોના પ્રકાશન દ્વારા અમારા પરિવારના પરમ શુભેચ્છક એ નિર્મળ આત્મા પ્રત્યેના અમારા ઋણથી કેટલેક અંશે મુક્ત થવાના આનંદની અનુભૂતિ કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only - -પ્રકાશક www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 225