________________
કર્મપ્રકૃતિ ભાગ-૨
ઉદ્વર્તના વિષયમાં અબાધા વર્જનીય હોવાથી) અને તેમ હોવાથી અબાધા અન્તર્ગત કર્મલિક ઉદ્વર્તના યોગ્ય હોતું નથી. પરંતુ અબાધાથી આગળનું જ કર્મલિક ઉદ્વર્તના યોગ્ય હોય છે. તેથી જે ઉત્કૃષ્ટ અબાધા તે જ ઉત્કૃષ્ટ અતીત્થાપના છે. તેથી એકાદિ સમયહીન અબાધાવડે હીન હીનતર અતીત્થાપના ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી જઘન્ય અબાધા અંતર્મુહૂર્ત પ્રમાણ તે જ જઘન્ય અતીત્થાપના થાય.
તેથી પણ જઘન્યતર (અતિજઘન્ય) અતીત્થાપના જ્યાં સુધી એક આવલિકા એટલે ઉદયાવલિકા સુધી કહેવી, કારણ કે ઉદયાવલિકા અન્તર્ગત રહેલ સ્થિતિઓ અનુવર્ણનીય એટલે ઉદ્વર્તનાને અયોગ્ય છે. (“ઉવા દિઇ, ૩યાતિવાડુ વાટીન'' એ પ્રમાણે વચન હોવાથી) એ પ્રમાણે પ્રથમ જ કહ્યું છે.
પ્રશ્ન :- “ગાવંધ ૩ ડ્ડ' ત્તિ (ચાલુ વિષયની ૧૦મી ગાથાના) વચનથી બંધ હોતે છતે જ “ઉદ્વર્તના થઇ શકે. તેથી ઉદયાવલિકામાં રહેલ સ્થિતિઓ અબાધા અન્તર્ગત હોવાથી જ (ઉદયાવલિકાની સ્થિતિઓ) ઉદ્વર્તાશે નહીં તો તેઓનું (ઉદયાવલિકાન્તર્ગત સ્થિતિઓનું અનુવર્તનીયપણું) ભિન્ન ગ્રહણ કરવાથી (અબાધાથી જુદું કહેવામાં) શું પ્રયોજન ?*
૫
ઉદ્વર્તન કરે છે એટલે વહેલા ભગવાય તેમ નિયત થયેલા દલિકોને મોડા ભોગવાય તેમ કરે છે. બંધ સમયે જે નિર્ષક રચના થઇ હોય તેને ઉવર્ણનામાં ફેરવી નાંખે છે. કેટલીક વખતે જે ટલી સ્થિતિ બંધાય તેટલી જ સત્તામાં હોય છે, કેટલીક વખત બંધથી સત્તા ઓછી હોય છે, કેટલીક વખતે બંધથી સત્તા વધારે હોય છે. આ દરેક વખતે ઉદ્વર્તના કેવી રીતે થાય તે સમજવા યોગ્ય છે.
ઉપર કહ્યા પ્રમાણે અહીં એ ખ્યાલમાં રાખવાનું છે કે ઉદ્વર્તના થાય ત્યારે બંધ સમયે થયેલ નિષેક રચનામાં ફેરફાર થાય છે. અને જેટલી સ્થિતિ બંધાય તેટલી જ સ્થિતિની સત્તા હોય ત્યારે બદ્ધ સ્થિતિની અબાધા તુલ્ય સત્તાગત સ્થિતિ છોડી ઉપરના જે સ્થિતિસ્થાનકના દલિકની ઉદવર્નના થાય છે, તેના દલિ કને તેના ઉપરના સમયથી આવલિકાના સમય પ્રમાણ સ્થિતિ છડી ઉપરના બધાની સ્થિતિના ચરમ સ્થાન સુધીના કોઈ પણ સ્થાનકના દલિકની સાથે ભગવાય તેમ કરે છે, તાત્પર્ય એ કે - બંધ સમયે જે સમયે ભોગવાય તેમ નિયત થયા હોય તેને એક આવલિકા પછી કોઇપણ સમયે ભોગવવા યોગ્ય કરે છે. આ પ્રમાણે નિપેક ૨ચના ફરે છે. સ્થિતિની ઉદ્વર્તના એટલે અમુક સ્થાનમાં ભોગવવા માટે નિયત થયેલા દલિકોને ત્યાર પછીની કમમાં કામ આવલિકા પછી ફળ આપે તેની સાથે ભોગવવા યોગ્ય કરવા એ છે. જે સ્થિતિની ઉદ્વર્તન કરવાની હોય છે તેની ઉપરના સમયથી આરંભી એક આવલિકા પ્રમાણ સ્થિતિમાં દલિક નિક્ષેપ જીવસ્વભાવે થતો નથી, પરંતુ ત્યાર પછીના કોઇપણ સ્થાનમાં થાય છે, માટે આવલિકા અતીત્થાપના કહેવાય છે. આથી ઓછામાં ઓછી એક આવલિકા પ્રમાણ સ્થિતિ વધે છે, વધારેમાં વધારે અબાધા ઉપરની સ્થિતિના દલિકને બંધાતી સ્થિતિમાંના છેલ્લા સ્થિતિસ્થાનમાં નાંખે છે તે વખતે તેની ઘણી સ્થિતિ વધે છે એમ કહેવાય છે. કેટલી વધે છે - તે ગાથાના અર્થમાં કહેવાશે ,
સમયે સમયે બંધાતા કર્મમાં બદ્ધ સમયથી આરંભી એક આવલિકા પર્યત કોઇ કરણે લાગતું નથી, માટે સત્તાગત સ્થિતિનું નામ લેવામાં આવે છે. સત્તાગત સ્થિતિની નિર્ષક ૨ચના ફરી જઈ બદ્ધ સ્થિતિ જે ટલી થઇ જાય છે. જેમ કે અંતઃ કોડાકોડી સાગરોપમની સત્તાવાળ કોઇ આત્મા 90 કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બાંધે ત્યારે અંતઃ કોડ કોડી ભાંગવાય તેવી રીતે નિયત થયેલ નિષ્પક ૨ચના ફરી જઇ સિત્તેર કોડાકોડીમાં ભોગવાય તેવી થાય છે.
અહીં એ ખ્યાલમાં રાખવું કે - જે જે સ્થિતિની ઉદ્દ્વના થવાની હોય તેના દલિકા તેના ઉપરના સમયથી આરંભી એક અતીથાપનાવલિકા છોડી ઉપર - ઉપરના કોઈપણ સ્થાનકમાં પડે છે. આ નિયમ પ્રમાણે કોઇપણ સ્થાનક કે સ્થાનકોની ઉદ્વર્તન થાય છે સત્તાગત સ્થિતિ કે રસ તત્સમય બંધાતી સ્થિતિ કે બંધાતા રસ પ્રમાણ થાય છે. પણ બંધાતી સ્થિતિ કે બંધાતા રસથી સત્તાગત સ્થિતિ કે રસ વધે નહીં.
સત્તાગત સ્થિતિથી બંધાતી સ્થિતિ ઓછી હોય ત્યારે બંધાતી સ્થિતિની અબાધા પ્રમાણ સત્તામત સ્થિતિ છોડી ઉપર સ્થાનકના દલિક તેના ઉપરના સમયથી આવલિકા છોડી બંધાતી સ્થિતિના છેલ્લા સ્થિતિસ્થાન સુધીના કોઇપણ સ્થાન સાથે ભાંગવાય તેમ કરે છે. જેમ કે - દસ કોડાકોડી પ્રમાણ સ્થિતિની સત્તા છે, બંધ પાંચ કોડાકોડીનો થાય છે. તે સમયે પાંચસો વર્ષ પ્રમાણ સત્તાગત સ્થિતિ છોડી તેની ઉપરના સ્થાનગત દલિ કને તેની ઉપરથી એક આવલિકા છડી સમયાધિક એક આવલિકા અને પાંચસો વર્ષ જૂન પાંચ કોડા કોડી સાગરોપમ પ્રમાણે સ્થાનકમાંના કોઇપણ સ્થાનક સાથે ભોગવાય તેમ કરે છે. તેનાથી વધે નહીં કેમ કે બંધ અધિક નથી. સ્થિતિની ઉદ્વર્તનાનાં જે કમ છે તે રસની ઉવર્નનાનાં પણ છે.
સત્તાગત સ્થિતિથી અધિક સ્થિતિની બંધ થાય ત્યારે ઉદ્વર્તનાનો ક્રમ ટીકાનુવાદથી જાણી લેવાં. સત્તાગત છેલ્લી સ્થિતિની કે ઉપાખ્યાદિ સ્થિતિઓની ઉદ્વના ક્યારે થાય તે ટીકાના ભાષાંતરમાંથી જોઇ લેવું.
અહીં ઉદ્વર્તમાન સ્થિતિ અને નિક્ષેપ સ્થિતિ એ બે નામ આવે છે. તેમાં ઉર્ધમાન સ્થિતિ તેને કહેવામાં આવે છે કે જે સ્થિતિ સ્થિતિસ્થાનકના દલિકોને ઉપરના સ્થાનકોમાં નાંખવાના હોય, અને નિક્ષેપ સ્થિતિ તેને કહેવામાં આવે છે કે - ઉદ્ધજ્યમાન સ્થિતિસ્થાનકના દલિકો જેમાં નાંખે છે – જેની સાથે ભોગવવા યોગ્ય કરે છે. પ્રશ્નનો ભાવાર્થ એવો છે કે જ્યાં અંતર્મુહૂર્ત જઘન્ય અબાધારૂપ અતીસ્થાપના કહીં ત્યાં ઉદયાવલિકા તો (અંતર્મુહૂર્તથી ઘણી નાની હોવાથી) અંતર્મુહૂર્તમાં અંતર્ગતપણે કહેવાઇ ગયેલી જ હોય છે તો પછી અંતર્મુહૂર્તની જઘન્ય અતીત્થાપના કહીને પુનઃ ઉદયાવલિકાની તે જધન્યતર અતીત્થાપના કહેવાનું શું કારણ ? પુનઃ એમ પણ બની શકતું નથી કે અબાધારૂપ અતીત્થાપના બિલકુલ વિદ્યમાન જ ન હોય ને તે વખતે માત્ર ઉદયાવલિકા જ વિદ્યમાન હોય ! જો એમ હોય તો ઉદયાવલિકારૂપ અતીત્થાપના અંતર્મુહૂર્તરૂપ અતીત્થાપનાથી જુદી કહી શકાય.
For Personal & Private Use Only
Jain Education Interational
www.jainelibrary.org