Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ : " E * * * * * * * * . ) ૩૩ર : ઉઘડતે પાને તે માટે શ્રદ્ધાપ્રેરક, સંસ્કારવર્ધક આબાલ-ગોપાલ સવ કેઈને ઉપકારક વાચન આપતા કલ્યાણને ઘેર-ઘેર વસાવવું આજે અતિ આવશ્યક છે, ફક્ત રૂા. ૫-૫૦ના લવાજમમાં તમને લગભગ ૯૦૦ થી ૧૦૦૦ પાનાઓનો જાણે મેટ દળદાર ગ્રંથ વર્ષ દરમ્યાન વૈવિધ્યસભર સાહિત્યથી સમૃદ્ધ ઘેર બેઠા મળે છે, તે મગના ભાવે મરી જેવું જ કહી શકાય. “કલ્યાણ” ને આ વિશેષાંક ૪૫૦૦ નકલમાં પ્રસિદ્ધ થાય છે. જેન સંઘમાં તથા જેનશાસનમાં આ રીતે ૪૫૦૦ નકલે પ્રસિધ્ધ કરવાનું સર્વ પ્રથમ સૌભાગ્ય કલ્યાણને પ્રાપ્ત થાય છે. અમારી અભિલાષા છે કે, ટુંકા ગાળામાં-નજીકના ભવિષ્યમાં કલ્યાણ” ની ૫ હજાર નકલે પ્રસિદ્ધ થાય તે માટે અમે અમારા માનદ -પ્રચારકે તથા શુભેચ્છક સર્વ કેઈના મમતાપૂર્વકના સહકારની અપેક્ષા રાખીએ છીએ! હાહા કર્યા વિના કે બેટા આડંબરે યા વૈતનિક પ્રચારકે રોક્યા વિના આજે કલ્યાણ” ૨ વર્ષના ગાળામાં ૧૦૦૦ નકલેને વધુ ફેલાવો ધરાવનારૂં બન્યું છે, તેમાં મહામહિમાશાલી પ્રગટ પ્રભાવી પુરુષાદાનીય દેવાધિદેવ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પુનિત કૃપા જ કારણરૂપ છે. તેમના અધિષ્ઠાયક દેવના શુભ સાનિધ્યબળે જ અમે નજીકના ભાવિમાં ૫ હજાર નકલે પ્રસિધ્ધ કરવા ભાવના રાખીએ છીએ. “કલ્યાણપાસે એવું મોટું ફંડ નથી કે તે કેઈ આર્થિક દષ્ટિએ માતબર સંસ્થા નથી. વર્ષ દરમ્યાન પૂ. પાદ આચાર્યાદિ મુનિવરના શુભ ઉપદેશથી પ્રાપ્ત થતી સહાય તેમજ જાહેરાત અને ગ્રાહકોના લવાજમોથી તેને ખર્ચ સરભર થાય છે, માટે જ સર્વ કે “કલ્યાણ” પ્રેમી શુભેચ્છકોને વિનંતિ કે, ઓછામાં ઓછા એક ગ્રાહક, એકેક વાચક કે ચાડક જે નવા કરીને અમને મોકલાવે. તે દીવાળી લગભગમાં અમે ૫ હજારની સંખ્યાને પહોંચી શકી છે. પર્વાધિરાજના પુણ્ય પ્રસંગે સર્વ કેઈને અમે જણાવીએ છીએ કે, વર્ષ દરમ્યાન “કલ્યાણને અંગેના કોઈપણ વ્યવહારમાં અમારા હાથે જે કાંઈ મને દુઃખ કેઈને પણ ઉપર્યું હોય તે સર્વને મિચ્છામિ દુક્કડમ આપવા દ્વારા અમે ખમાવીએ છીએ. શ્રી પર્વાધિરાજ અમર રહો ને નાદ વિશ્વમાં ફેલાતે કરવા ને તે તે દ્વારા પરમપવિત્ર પર્વાધિરાજની મહાપુણ્યોદયે પ્રાપ્ત થયેલ સુવર્ણ તકને સફલ કરવા સહુ કોઈ ઉજમાળ બને! પર્વાધિરાજના પુણ્ય પ્રસગે “કલ્યાણને આ વિશેષાંક વાચકોની સમક્ષ મૂકતાં શ્રી જિનાજ્ઞા વિરૂધ જે કાંઈ અમારાથી કલ્યાણ” નું સંપાદન કરતાં પ્રસિદ્ધ થયું હોય તે સર્વની અમે ક્ષમા માંગીએ છીએ! “કલ્યાણના આ વિશેષાંકને આ રીતે સમૃધ તથા સુશોભિત કરવામાં જેમ-જેમને અમૂલ્ય સહકાર અમને મળે છે, તે શુભેચ્છકો, લેખકે, તેમજ જાહેરાત આપનારાઓ અને રાત-દિવસ અથાગ મહેનત લઈને મને મારા પ્રયત્નમાં સહકાર આપનાર પ્રેસના સ્ટાફને તેમજ કાર્યાલયના સ્ટાફને વિરાટે આ અવસરે હું સૌજન્યભાવપૂર્વક અણી છું. Scથને કારણે 1 છે BE t" કીરચંદ જે. શેઠ + +

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 186