Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 4
________________ ૩૩૦ : ઉઘડતે પાને રતિમાત્ર પણ સંકોચ વિના અમારે કહેવું જોઈએ કે, કેવલ જૈનશાસન, સંસ્કૃતિ તેમજ સંઘની સેવા કાજે આજથી ૨૦ વર્ષ પૂર્વે જન્મ પામેલ “કલ્યાણ' આજે તેના વૈવિધ્ય સભર સાહિત્ય, તેના સંસ્કારપ્રેરક લેખ તેમજ તેની કેવલ જેનશાસનની સેવા કરવાના ઉદેશપૂર્વકની નીતિ ઇત્યાદિના કારણે સમસ્ત જૈન સંઘમાં તે એક સરખી રીતે ધ્યેય બનેલ છે. જે હકીકત અમારે મન ખરેખર ગૌરવને વિષય છે. વાતે કરવાથી પત્રો, તેમાંયે જૈનશાસનની કલ્યાણુકર મંગલમય સંસ્કૃતિની સેવા તથા તેને પ્રચાર કરનારા નથી પ્રગટ થતાં; દ્રવ્યપાર્જન-અર્થોપાર્જન કરવા માટે પત્રોને પ્રચાર કરે એ જુદી વાત છે, પણ કેવલ નિસ્વાર્થભાવે ધાર્મિક ભાવનાથી પત્રોનું સંપાદન કરવું તે ખરેખર કપરું કામ છે. શ્રી શાસનદેવની સહાયથી સર્વ શુભેચ્છકોની અમીભરી દષ્ટિથી આજે “કલ્યાણ ને પ્રચાર દિન-પ્રતિદિન વધતું જ રહ્યો છે, તેમાં અમારે મન શ્રી દેવગુરુ તથા ધર્મને પ્રભાવ જ મહત્વનું કારણ છે, જેમને પુણ્ય પ્રભાવે અમે “કલ્યાણના વિકાસમાં દિન-પ્રતિદિન પ્રગતિ કરતા રહ્યા છીએ. _ધિકારને પાત્ર જે કાળે સત્તા બની રહી હોય, જે કે વિવેકી આત્માઓ તે પાપી પ્રત્યે પણ કરૂણાભાવ તેમજ મધ્યસ્થભાવ રાખવાનું ફરમાવે છે. છતાં આજે સત્તાસ્થાને રહેલા વર્ગનું વતન કેટલીક વખતે ખરેખર ધિક્કારપાત્ર બની રહ્યું છે, સંસ્કૃતિ વિરોધી કાયદાઓ, ધાર્મિક બાબતમાં અનધિકાર હસ્તક્ષેપ તેમજ કુદકે ને ભૂસકે હિંસાને શેરથી પ્રચાર ઇત્યાદિ વર્તન વર્તમાન સત્તાસ્થાને રહેલાએ જ્યારે કરી રહ્યા છે, તે સામે નિર્ભયપણે નીડરતાથી પ્રતિકાર કરે ને સંસ્કૃતિની રક્ષા કરવી એ “કલ્યાણની ફરજ છે, ને તે ફરજ-તે કર્તવ્ય યથાશકિત બજાવ્યાને અમને આજે આનંદ છે. રાગ-દ્વેષ, વિષય-કલા તથા વિલાસ-વૈભવ અને રંગ-રાગની વધતી જતી વિષમ જવાળાઓની વચ્ચે જૈનશાસનના તપ, ત્યાગ, વૈરાગ્ય, સંયમ, ક્ષમા, ધેય, ગાંભીર્ય, દેવગુરુની ભકિત ઈત્યાદિ મંગળકારી કલ્યાણકર તોનો પ્રચાર કરવાનું કામ છે કે ઘણું કપરૂ છે. શિક્ષણ, સંસ્કૃતિ તથા સંસ્કારના ડીંડીમનાદને વિશ્વમાં વગાડે તે બેશક મુશ્કેલ કાર્ય છે, છતાં કેવળ શાસન પ્રત્યેની શુભનિષ્ઠાથી કલ્યાણના સંચાલકો તે કપરૂં કામ યથાશકિત કરી રહ્યા છે, તે માટે અમે પ્રત્યેક શુભેચ્છક, વાચક તથા ગ્રાહકની આત્મીય–ભાવપુર્વકની લાગણીની અપેક્ષા રાખીએ છીએ ! જરાયે અતિશકિત વિના કહી શકાય કે, આજે “કલ્યાણ” પ્રત્યે જેન સંઘના પ્રત્યેક વર્ગની ચાહના વધતી જ રહી છે. તેની નીતિ-રીતિ પ્રત્યે સર્વ કેઈને આત્મીયભાવપુર્વકને સહકાર ચાલુ જ છે. શુભેચ્છકે, માનદ પ્રચારકે, લેખક, વાચકે તથા ગ્રાહંકાના આજ કારણે તે અપૂર્વ સહકાર માટે અમે દરેક રીતે બgી છીએ. તેમાંયે આ વર્ષમાં અમને “કલ્યાણના વિકાસમાં પોતાના સમયને તથા તનમન તેમજ ધનને ભોગ આપીને દરેક રીતે અભૂતપૂર્વ સહકાર આપનાર અમારા માનદ પ્રચારકે શ્રી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 186