Book Title: Kalpsutrni Vanchnao
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ છે . બે અને તમારા કરવાની છે વિ. સં. ૨૦૩૨ની સાલના શેષકાળમાં અમદાવાદમાં છે. પ્ર. સંસ્કૃતિભવનમાં લાગલગાટ ચાર માસ સુધી લગભગ એકસો વીસ-પસંદગી કરાયેલા - યુવાનો સમક્ષ “કલ્પસૂત્ર સુબોધિકા ટીકા'ના આધારે જે વાચનાઓ થઈ તેને આ ગ્રન્થમાં અક્ષરદેહ આપવામાં આવ્યો છે. જ્યાં પૂજનીય સાધુ સાધ્વીજી ભગવંતો ચાતુર્માસ ન હોય ત્યાં આ ગ્રન્થોનો સ્વાધ્યાય ઉચિત રીતે ગૃહસ્થો કરી શકે. બેશક, વ્યાખ્યાનકારે સાધુની અદાથી પાટ ઉપર બેસવાને બદલે સહુની સાથે બેસવું જોઈએ. સામાયિક લઈને બેસવું જોઈએ અને તમામ પ્રકારના ઔચિત્યનું પાલન કરવું જોઈએ. આ ગ્રન્થમાં સૂચિત કર્યા પ્રમાણે તે વાચનાઓને સવાર-સાંજ વાંચીને પૂર્ણ કરવાની છે. કલ્પસૂત્રની ૩જી-૪થી વાચના સવારે જ વાંચી લેવાની હોય છે, અને પ્રભુ વીરના જન્મવાંચનનું બે પૃષ્ઠ જેટલું લખાણ તે જ દિવસે બપોરે સ્વપ્નાં ઊતર્યા પછી વાંચવાનું છે. જેની સૂચના ચોથી વાચનાના તે પૃષ્ઠ ઉપર નિર્દિષ્ટ કરી છે. સંવત્સરી પર્વના છેલ્લા દિવસે બારસા સૂત્ર અંગેનાં જે ઢાળિયાં આપ્યાં છે તે જ વાંચવાનાં હોય છે. આ ગ્રન્થમાં ક્યાંય પણ જિનાજ્ઞા વિરુદ્ધ નિરૂપણ થયું હોય તો તેનું અંતઃકરણપૂર્વક “મિચ્છામિ દુક્કડમ્' યાચું છું. જૈન વિદ્યાશાળા, અમદાવાદ વિ. સં. ૨૦૩૨, ચૈત્રી પૂર્ણિમા. પરમગુરુ-પ્રેમસૂરીશ્વર-ગુરુપાદપધરેણુ પં. ચન્દ્રશેખરવિજયજી

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 350